JC બેંકની મતદાર યાદીમાં 1000થી વધુ નામ બદલાશે, માર્ચના લિસ્ટ મુજબ દાહોદ સહિત મંડળના 13 હજારથી વધુ ખાતાધારક
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- More Than 1000 Names Will Be Changed In JC Bank’s Voter List, More Than 13 Thousand Account Holders Of Mandal Including Dahod As Per March List
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- 26 નવેમ્બરે મતદાન, 27મીએ પરિણામ આવશે, કોરોનામાં માર્ચમાં ચૂંટણી મોકૂફ રખાઇ હતી
દાહોદ સહિત આખા રતલામ મંડળના રેલવે કર્મચારીઓ માટે આર્શીવાદરૂપ એવી જેસી બેંક (ધી જૈક્સન કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ઓફ ધ એમ્પલોઇઝ ઓફ ધી વેસ્ટર્ન રેલવે લિમિટેડ)ની માર્ચ માસમાં થનારી ચૂંટણી કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ ચૂંટણી નવેમ્બર માસની 26 તારીખે થવાની જાહેરાત કરવામાં આવતાં ઉમેદવારો ફરી સક્રિય બન્યા છે. જોકે, જેસી બેંકની મતદાર યાદી ફરી એક વખત રિવાઇઝ કરવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. માર્ચમાં આ લિસ્ટમાં 13684 મતદારના નામ હતાં. સાત માસમાં 450થી વધુ કર્મચારી નિવૃત થઇ ચૂક્યા છે. આ સાથે
મજદુર સંઘ : ચૂટણીના ખર્ચ બાબતે ખેંચતાણ
શુક્રવારે એક ઉમેદવારે ચૂંટણીમાં ખર્ચ કરવાની ના પાડતાં ભારે ખેંચતાણ સર્જાઇ હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. પોસ્ટ, બેનર અને ફ્લેક્સ બનાવવાની ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉઠ્યો હતો. આ બાબતની જાણ થતાં મંડળના પદાધિકારીઓએ એક્શનમાં આવીને ઉમેદવારને મનાવી લીધો હતો. મજદુર સંઘ તરફથી નીમલ કૌર અને વાજિદ ખાન જ ચૂંટણી લડશે તેવું મીડિયા પ્રભારી ગૌરવ દુબેએ જણાવ્યુ હતું.
એમ્પલોઇઝ યુનિયન : મંડળમાં એક સાથે સંપર્ક
વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયનમાં ચાલતી ખેંચતાણ હવે શમી ગઇ છે. મંડળ મંત્રી મનોહરસિંહ બારઠે મંડળના પદાધિકારીયો સાથે જુદી-જુદી શાખાના પદાધિકારીયોને જવાબદારી સોંપી દીધી છે. ઉમેદવારે સુનીલ ચર્તુવેદી સોમવારથી જનસંપર્ક શરૂ કરશે. મહિલા ઉમેદવાર માટે યુનિયનની મહિલા સમિતિએ પણ મોટી તૈયારી કરી છે. મોટા પ્રમાણમાં નવા સાથીદારો જોડાઇ રહ્યા હોવાનું મીડિયા પ્રભારી અશોક તિવારીએ જણાવ્યુ હતું.
કર્મચારી પરિષદ : પુરી તાકાતથી ચૂંટણી લડશે
પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદ પુરી તાકાતથી ચૂંટણી લડશે. ઉમેદવારે અને ડાયરેક્ટર ઇન્દુ સિન્હાએ ચૂંટણીની જાહેરાત બાદથી કર્મચારીઓ સાથે સંપર્ક શરૂ કરી દીધો છે. બીજા ઉમેદવાર વિમલસિંહની રતલામથી દાહોદ સુધી સારી પકડ છે. કર્મી પરિષદ વે.રે.એ.યુ અને વે.ર.મ.સના સમીકરણ બગડી શકે છે. રૂપરેખા તૈયારી થઇ છે, આગામી સપ્તાહથી જનસંપર્ક શરૂ કરવા મહામંત્રી શિવલહરી શર્માએ જણાવ્યુ હતું.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed