Happy Street Event at Dahod by Holly Jolly Group
દાહોદના હોલી જોલી ગ્રુપ અને દાહોદ નગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે ગત વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદ વડોદરા જેવા મહાનગરોની જેમ હેપ્પી સ્ટ્રીટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના વિશ્રામગૃહ જવાના રસ્તે યોજાયેલ આ ઇવેન્ટમાં અબાલવૃધ્ધ સહુ રવિવારે આરામ ફરમાવવા બદલે વહેલી સવારે ઉમટી પડ્યા હતા અને પોતાના બચપણની વિવિધ રમતો અને શારીરિક કસરત થઇ જાય તેવા યોગ અને ડાન્સની મજા માણી હતી. ભમરડા, લખોટી, દોરડાકૂદ, સાયકલિંગ, સતોડીયું જેવી બચપણની સ્મૃતિરૂપ રમતોનો નિજાનંદ લેતા સહુ વર્ષો જૂની યાદોમાં ખોવાઈ જવા પામ્યા હતા. તો પતંજલિ યોગ સમિતિ દ્વારા અત્રે યોગ શીખવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મહાનગરોમાં તો આવી ઇવેન્ટમાં ખાસ કરીને જે તે શહેરનું યુવાધન ભરપૂર માત્રામાં ઉમટી રહે છે. પરંતુ દાહોદમાં હજુય આ ક્ષેત્રે યુવાવર્ગની ઉદાસીનતા સ્પષ્ટપણે જોવાઈ રહી છે. ગત વર્ષે પણ ભવ્ય સફળતા પામેલું આ હેપ્પી સ્ટ્રીટનું આયોજન આ વર્ષે પણ કરનાર હોલીજોલી ગ્રૂપ દ્વારા આવતા રવિવારે પણ આ જ સ્થળે પુન: આ ઇવેન્ટ યોજાઈ છે. આવો અત્રે આ મસ્ત મજાની ઇવેન્ટની તસવીરો માણીએ:
Regards……આભાર….
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103 & M: 094265 95111
Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com> & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com
Related News
દાહોદમાં ગઈ કાલથી વલ્લભ સાખી રસપાનનો ધૂમધામથી થયો પ્રારંભ
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ગત તા.૧૨/૧૨/૨૦૧૯Read More
દાહોદમાં આયુષમાન ભારત “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસની ઉજવણી
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આજે 12મીRead More
Comments are Closed