Happy Holi from Sachin Desai To Google Group

દોસ્તોની એકસાથે આજે, અહીં નીકળી પડી છે ટોળી,

કે તમને ખુબ ખુબ શુભેચ્છાઓ કે દોસ્ત,આજે છે હોળી…..

ઢોલ નગારાની સાથે આ ”વિકેટો”ના રગડા-ઝગડા..

વરસના બધા એકડા જેવા ઉપર મંડાય આજે બગડા.

દેસાઈવાડથી લઈને પડાવ સુધી હોળીનો હાહાકાર,

ને સ્ટેશન વિસ્તારમાં અનોખી રીતે ઉજવાય આ તહેવાર.

અહીં બધી જ મર્યાદા દુર કરી દે છે ભાંગની એક ગોળી…….

કે તમને ખુબ ખુબ શુભેચ્છાઓ કે દોસ્ત,આજે છે હોળી…..

નાના મોટા સહુને ચડે દાહોદમાં આજે મજાકનો રંગ,

ત્રણેય એક્કા ”વીન”માં હોય ત્યારે જ થાય બાજી ભંગ.

ગંધાતા ડૂચા હવે તો મારે છે લોકો, અહીં ગટરમાં બોળી…….

કે તમને ખુબ ખુબ શુભેચ્છાઓ કે દોસ્ત,આજે છે હોળી…..

દિવાળીના બોમ્બનો ઉપયોગ, હોળીટાણે રાત્રે થાય,

વિશ્વભરમાં અનોખી રીતે અહીં હોળી-ધૂળેટી ઉજવાય.

મજા કરો દોસ્ત, ચીકણું ના કરશો દરેક વાતને ચોળી…….

કે તમને ખુબ ખુબ શુભેચ્છાઓ કે દોસ્ત,આજે છે હોળી…..

From Sachin Desai

દાહોદ ગુગલ ગ્રુપના તમામ લોકોને આજે હોળીની અને આવતીકાલની ધુળેટી હ્રર્દયપૂર્વક શુભેચ્છાઓ…

Regards……આભાર….

Gopi Sheth & Sachin Desai

Cell:- 856-538-0021 & 94265 95111






Related News

Comments are Closed

%d bloggers like this: