GSTના દરોડા: દાહોદમાં રતલામ સ્વીટ્સ સહિત મીઠાઇ-ફરસાણની 8 દુકાનોમાં વડોદરા GST વિભાગે સર્ચ શરૂ કર્યું, વેપારીઓમાં ફફડાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
વડોદરા જીએસટી ભવન - Divya Bhaskar

વડોદરા જીએસટી ભવન

  • નવા વર્ષમાં કરચોરી ડામવા માટે જીએસટી ડિપાર્ટમેન્ટે કમર કસી છે
  • મોડી રાતથી દાહોદના નામાંકિત મિઠાઇ અને ફરસાણની દુકાનો પર જીએસટીના દરોડા
  • દાહોદની પ્રખ્યાત રતલામ સ્વીટ્સ, શ્રી કૃષ્ણ સ્વીટ્સ, અભિષેક નમકીનની દુકાનો પર હિસાબોની ઝીણવટભરી તપાસ

વર્ષ-2021માં વડોદરા જીએસટી વિભાગ દ્વારા કરચોરો સામેની કાર્યવાહી તેજ કરી દીધી હતી. સોમવારે મોડી રાતથી દાહોદના રતલામ સ્વીટ્સ સહિતના નામાંકિત મિઠાઇ અને ફરસાણની 8 દુકાનો પર જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આજે બપોર સુધી દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી.

દાહોદના નામાંકિત મીઠાઇ અને ફરસાણવાળાને ત્યાં દરોડા
જીએસટી કાયદો લાગુ કરાયા બાદ અનેક રીતે ભેજાબાજો દ્વારા ટેક્સ ચોરી કરવા અવનવા રસ્તાઓ અપનાવવામાં આવે છે. તો બીજી બાજુ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરચોરો પર સઘન દેખરેખ રાખવામાં આવતી હોય છે. વર્ષ-2021માં કરચોરી ડામવા માટે જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. સોમવાકે મોડી રાતથી સેન્ટ્રલ જીએસટી, વડોદરાની ટીમ દ્વારા દાહોદના નામાંકિત મીઠાઇ અને ફરસાણવાળાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

હિસાબી વહીઓ અને કોમ્પ્યુટર જનરેટેડ બિલની ચકાસણી હાથ ધરાઇ
વડોદરા જીએસટીની ટીમો સોમવારે મોડી રાતથી દુકાનો પર ત્રાટકી હતી અને હિસાબી વહીઓ અને કોમ્પ્યુટર જનરેટેડ બિલની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. 8 જેટલી જગ્યાઓ પર સીજીએસટીની ટીમો ત્રાટકી હતી. દાહોદની પ્રખ્યાત રતલામ સ્વીટ્સ, શ્રી કૃષ્ણ સ્વીટ્સ, અને અભિષેક નમકીનની દુકાનો પર ટીમ દ્વારા હિસાબોની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે.

જીએસટી ડિપાર્ટમેન્ટને મોટી કરચોરી પકડી પાડવામાં સફળતા મળી હોવાની શક્યતા
સોમવારથી ચાલુ કરવામાં આવેલા દરોડા આજે બપોર સુધી ચાલુ રહ્યા હતા. દરમિયાન જીએસટી ડિપાર્ટમેન્ટને મોટી કરચોરી પકડી પાડવામાં સફળતા મળી હોવાની શક્યતા સેવાઇ રહી છે. દરોડા બાદ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થશે.

આ પહેલા દાહોદના વેપારીની રૂ. 22.73 કરોડની કરચોરી પકડાઇ હતી
આ પહેલા સેન્ટ્રલ જીએસટી વડોદરા-2ના સર્ચ દરમિયાન રેલવેના સ્ક્રેપના ટ્રેડિંગ સાથે સંકળાયેલા દાહોદના વેપારીની રૂ. 22.73 કરોડની કરચોરી પકડી પાડી હતી. ઇન્વેસ્ટિગેશન દરમિયાન વેપારી પાસેથી રૂ. 6.73 કરોડ રિકવર કરવામાં આવ્યા હતા. વેપાર દ્વારા અનેક ફર્મને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરવામાં આવતી હતી, પરંતુ તેના પર જી.એસ.ટી ભરપાઈ ન કરીને કરચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું






Related News

Comments are Closed

%d bloggers like this: