Dahod Congress ”Virodh Pradarshan” against BJP
દેશમાં જ્યાં મોદી સરકાર પોતાના શાસન કાળને એક વર્ષ પુર્ણ થતા ઠેર ઠેર ઉજવણી કરી અને સરકાર ધ્વારા કરવામાં આવેલા કામોને પ્રજા સમક્ષ લાવવાના કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યાં દાહોદ જીલ્લા કોંગ્રેસ ધ્વારા મોદી શાસનના એક વર્ષ દરમિયાન આપેલા વાયદાઓ પુર્ણ ન થયા અને દેશની શાસન વ્યવસ્થા સંભાળવામાં નિષ્ફળ નિવડ્યા હોવાના મુદ્દે તા: 26 મે ના રોજ સવારના 11 કલાકે આંબેડકર ચોકમાં વિરોધ પ્રદર્શન કરી મોદી અને ભાજપ વિરૂધ્ધ સુત્રોચાર સાથે હાથમાં બેનર સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારબાદ સાંસદનો ઘેરાવાનો કાર્યક્રમ કરવા જતા પોલીસે માજી સાંસદ ડૉ પ્રભાબેન તાવિયાડ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિરીટભાઇ પટેલ, ધારાસભ્યો વજુભાઇ પણદા, ચંદ્રિકાબેન બારિયા, અન્ય અગ્રણીઓ ગોપાલભાઇ ધાનકા, નેણાસિંહ બાકલીયા સહિત કુલ 59 લોકોને અટક કરી અને પોલીસ મથકે લઇ જવાયા હતા. આ તબક્કે કોંગ્રેસ ધ્વારા સાંસદો પર તહોમતનામુ પણ પ્રગટ કરવામાં આવ્યુ હતુ. પોલીસ મથકે લઇ જવાયા બાદ કાયદેસરની કાર્યવાહી કરી અટક કરાયેલાઓને છોડી મુકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શ્રી મનિષ જૈન દ્વારા ઝડપાયેલી તસ્વીરો અત્રે નિહાળીએ: Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021 & M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com
Related News
આજે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા દાહોદ ખાતે ૫૦૦ જેટલા આદિવાસી લાભાર્થીઓને મધમાખી ઉછેર બોકસના વિતરણનો કાર્યક્રમ યોજાશે
કેન્દ્ર સરકાર દ્વારા મધમાખી ઉછેર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી આર્થિક રીતે સધ્ધર કરવાનો મૂળભૂતRead More
દાહોદ : ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ભાજપ યુવા મોરચાએ સ્વચ્છતા કાર્યક્રમ યોજ્યો
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજરોજ તા.૧૮/૦૪/૨૦૧૮ બુધવારે ગ્રામ સ્વરાજRead More
Comments are Closed