🅱️reaking : કોરોના વાઈરસ (COVID – 19) સામે લડવા અને રક્ષણ મેળવવા Google Play Store માં જઈ “Aarogya Setu” App ડાઉનલોડ કરો અને રજીસ્ટર કરો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDAસમગ્ર ભારત દેશમાં આજે કોરોના વાઈરસ (Covid-19) ના કારણે લોકડાઉન છે. ત્યારે ભારત સરકારે આ વાઇરસની સામે લડવા અલગ અલગ રીત અપનાવી લોકોને તેના વિશે સમાજ આપતી રહી છે. કેન્દ્ર સરકારની આ પહેલમાં એક વધુ પીછું ઉમેરતી હોય તેમ એક એપ્લિકેશન બનાવી છે જે Google Play Store ઉપર “Aarogya Setu” નામ થી છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી લોકોને એ જરૂરથી ખબર પડશે કે તેમની આજુબાજુમાં કોઈ કોરોના વાઈરસ પોઝીટીવ છે કે નહીં. નીચે આપેેલ ફોટો દ્વારા તેની સમજૂતી આપવામાં આવી છે. આપેેેલ લિંક નેRead More


દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી જનધન યોજનાના મહિલા ખાતેદારોના ખાતામાં રૂ. ૫૦૦ જમા, નિયત તારીખે ઉપાડ કરવાનો રહેશે

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  બેન્કમાંથી તા. ૯ એપ્રીલ બાદ પણ રકમ ઉપાડી શકાશે માટે અનાવશ્યક દોડાદોડી ન કરવી : દાહોદ કલેક્ટર વિજય ખરાડી દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી જનધન યોજનાના મહિલા ખાતેદારોના ખાતામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતગર્ત રૂ. ૫૦૦ જમા કરવામાં આવ્યા છે. જે રકમ ઉપાડવા માટે નિયત તારીખે બેન્કમાં ઉપસ્થિત થવાનું રહેશે. લાભાર્થીઓએ બેન્કમાંથી પૈસા ઉપાડવા માટે આ મુજબની વ્યવસ્થાનું પાલન કરવાનું રહેશે. જે પ્રધાનમંત્રી જનધન યોજનાના મહિલા ખાતેદારનો ખાતાનો છેલ્લો આંકડો ૦ અથવા ૧ હોય તેમણે તા. ૦૩ એપ્રીલના રોજ, જેમનો ખાતાનો છેલ્લો આંકડો ૨ અથવા ૩ હોય તેમણેRead More


દાહોદ જિલ્લાના શ્રમિકો, કામદારોના હિતાર્થે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીનું જાહેરનામું

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA   વ્યાપારી – કોન્ટ્રાક્ટરોએ તેમના કામદારો – શ્રમિકોને નક્કી થયેલું મહેનતાણું ચુકવવા આદેશ. મકાન માલિક  ભાડુંઆત-શ્રમિકો, વિદ્યાર્થીઓને તેમની જગ્યા છોડવાની ફરજ પાડી શકશે નહી, એક મહિના સુધી ભાડુ માંગી શકશે નહી. શ્રમિકોને રહેવા-જમવાની વ્યવસ્થા માલિક, કોન્ટ્રાક્ટરે ફરજીયાત કરવાની રહેશે. દાહોદ જિલ્લામાં તા. ૨૫ માર્ચથી ૨૧ દિવસીય લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લાના શ્રમિકો, કામદારોના હિતાર્થે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ – ૨૦૦૫ની કલમ – ૩૪ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા મુજબ તમામ રોજગાર પુરો પાડતા ઉદ્યોગો, વ્યાપારી, વાણિજય સંસ્થા-દુકાનો, કોન્ટ્રાક્ટરોએ તેમના તમામ પ્રકારનાRead More


🅱️reaking : દાહોદમાં ફોર વ્હિલર્સ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ, બાઇક ઉપર પણ એક જ સવારી ચલાવી શકાશે

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ અને તેની આજુ બાજુના ગામડા વિસ્તારોમાં લોક ડાઉનના પગલે સખ્તાઈ કરવા છતાં અમુક લોકો રખડવા નીકળી પડતા હતા. જેના પગલે દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીએ કામ વગર ફરતા આવા ઇસમોને જેર કરવા માટે એક જાહેરનામું બહાર પડ્યું હતું. આ જાહેરનામા મુજબ ફક્ત માલસામાન હેતુ સિવાયના તમામ ફોર વ્હિલર્સ વાહનો લોકડાઉનની મુક્તિના સમયગાળા દરમિયાન ચલાવી શકાશે નહી. તેને લઇને બહાર નીકળી શકાશે નહી. જ્યારે, દ્વિચર્કી વાહનો ઉપર માત્ર ચાલક પોતે જ સવારી કરી શકાશે. એટલે કે,Read More


આંગણવાડી બહેનો દ્વારા ઘરે ઘરે જઈને ટેકહોમ રાશનનું વિતરણ કરવામાં આવ્યું

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA આંગણવાડી કેન્દ્રો દ્વારા જે ટેકહોમ રાશન આપવામાં આવે છે એ આ વિપરીત પરિસ્થિતિમાં પણ આંગણવાડી બહેનો દ્વારા ઘરે ઘરે જઈ ને વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણના રોકથામના આદેશનું પાલન કરતા આંગણવાડી કેન્દ્રો ને બંધ રખાય છે, માટે બાળકો ને , સગર્ભા અને ધાત્રી બહેનોને અને કિશોરીઓને ટેક હોમ રાશન બાલ શક્તિ, માતૃ શક્તિ અને બાલ શક્તિ ઘરે ઘરે જઈ ને આપવામાં આવી રહ્યું છે. આંગણવાડી કેન્દ્રોમાં પંજીકૃત 3 થી 6 વર્ષ ના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન નથી અપાય રહ્યોRead More


દાહોદ જિલ્લા પોલીસ : લોકડાઉન અમલીકરણમાં બની સખ્ત

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDAદાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આ લોકડાઉનના સમયમાં દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરની સૂચના અને Dy.S.P. કલ્પેશ ચાવડાના માર્ગદર્શન હેઠળ દાહોદ ટાઉન P .I વસંત પટેલ દ્વારા ઉમદા અને સરાહનીય કામગીરી કરવામાં આવી છે. તેમને જે દિવસથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તે દિવસથી લઈને આજ તા.૩૧/૦૩/૨૦૨૦ ને મંગળવારના રોજ સુધીમાં જાહેરનામાનો ભંગ કરનારા કુલ-૧૫૫ ગુનાઓ નોંધી કુલ-૧૯૯ ઇસમોની અટકાયત કરી છે. ખોટી રીતે ફરતા વાહન ચાલકોને રોકી કુલ-૩૦૧ વાહનોને ડિટેઈનRead More


દાહોદ Dy.S.P. ચાવડા સાહેબ દ્વારા લોકોને 72 કલાક પોતાના ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ ખાતે સંપૂર્ણ લોકડાઉનનું કડક પણે અમલ કરાવતી શહેર પોલીસ લોકડાઉન દરમિયાન દાહોદ પોલીસ દ્વારા બે દિવસમા દાહોદ શહેરની ગલીએ ગલીએ ડ્રોન કેમેરાની મદદથી શેરીઓમાં તથા મહોલ્લાઓમાં ક્રિકેટ રમતા તથા ટોળે ટોળે વળેલા લોકોને ડ્રોન દ્વારા કેપ્ચર કરી બે દિવસમાં 42 ઇસમોને અટકાયત કરી છે. દાહોદ Dy.S.P. ચાવડા સાહેબ દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ દાહોદ શહેરની જનતાને 72 કલાક સુધી સંપૂર્ણપણે પોતાના ઘરમાં લોકડાઉન રહેવા માટે વિનંતી કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે આ 72 કલાક દરમિયાન આપ આપના ઘરમાં સુરક્ષિત રહો એવું જRead More


કોરોના વાઇરસની મહામારીમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોરના પ્રયત્નોથી ૫૦૦૦ જેટલા શ્રમિકો માદરે વતન પહોંચ્યા

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની લપેટમાં લપેટાયલું છે.  ત્યારેે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ કોરોના વાઇરસને જંગને નાથવા ૨૧ દિવસનું લોકડાઉન સમગ્ર દેશમાં જાહેર કરેલું છે. દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જશવંતસિંહ ભાભોરે દાહોદ જિલ્લાના લોકોને અપીલ કરી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા લોકડાઉનનો જીલ્લાના તમામ નાગરિકો અચૂક અમલ કરે અને ઘરમાં રહો અને પરિવાર સાથે સુરક્ષિત રહો. આ કોરોના વાઇરસની મહામારીમાં જિલ્લાના શ્રમિકો રોજગારી અર્થે બહારના વિવિધ શહેરોમાંથી માદરે વતન આવી રહ્યા છે. તેઓ પોતાને માદરે વતન સુરક્ષિત રીતે આવી શકે તે માટે સાંસદ જશવંતસિંહ ભાભોરે દાહોદ જિલ્લાRead More


દાહોદ ટાઉન P.I.વી.પી.પટેલ સાહેબના જન્મદિવસના અવસર પર એક અબોલ જીવનું કત્લ થતા બચાવી અમૂલ્ય ભેટ આપી

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં તા.૨૮/૦૩/૨૦૨૦ ને શનિવારના રોજ ગૌ રક્ષક દળની ટીમને બાતમી મળેલ કે દાહોદ કસ્બામાં કતલ માટે અમુક ગૌવંશ બાંધેલી હાલતમાં છે. ત્યારે જ ગૌરક્ષકોએ દાહોદ ટાઉન P.I. વી.પી.પટેલ સાહેબને જાણકારી આપતા P.I. પટેલ સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા દાહોદ કસ્બામાં રેડ કરતા ૦૧ ગૌ વંશને કતલ થતી બચાવી હતી. આ ગૌવંશને દાહોદ અનાજ મહાજન ગૌશાળામાં સુરક્ષિત મૂકી આવી દાહોદ ટાઉન P.I. વી.પી. પટેલ સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા કોરોના વાઈરસને લઈને વ્યસ્ત શિડયુલમાં સમગ્ર દાહોદમાં સુચારુ વ્યવસ્થાને સાંભળતા પણ એક ગૌવંશને બચાવી ઉમદા કામગીરી કરેલ છે.


દાહોદ બ્રેકીંગ : દાહોદ શહેર પોલીસ દ્વારા લોકડાઉનના પગલે વધુ આકરી બની

દાહોદ જિલ્લાના મુખ્ય નગર દાહોદ શહેરના મુખ્ય માર્ગો તેમજ ગળીઓમાં હવે ડ્રોન કેમેરા થી નજર રાખશે દાહોદ પોલીસ. આ ડ્રોન કેમેરાની નજરમાં આવનાર લોકો સામે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જાહેેેરનામાંનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.