દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર.પી.અગ્રવાલ પ્રાથમિક શાળાના આચાર્ય નૈમેશભાઈ પંડ્યાના નેતૃત્વમાં શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આજે તા.૧૪/૦૨/૨૦૧૯ ગુરુવારના શહીદ દિનના રોજ શાળાના વિદ્યાર્થીઓને દાહોદની વિવિધ સરકારી, અર્ધસરકારી તથા ઐતિહાસિક સ્થળોની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. જેમાં શાળાએ થી દૌલત ગંજ બજાર થઈને નગર સેવા સદન ત્યાંથી ગડીના કિલ્લા ઉપર મુકેલ તોપ બતાવી હતી. ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે લઈ ગયા હતા અને ત્યાં સબજેલ પણ બતાવી હતી. ત્યાંથી તાલુકા શાળા વાળા રસ્તે થઈ સીટી ગ્રાઉન્ડ બતાવ્યું હતું અને ત્યાં જ પાસે આવેલRead More
PRAVIN KALAL –– FATEPURA દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં P.S.I. એચ.પી.દેસાઈ અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત માહિતી મળેલ કે એક સફેદ કલરની બોલેરો ગાડી જે ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરીને આવે છે. જેથી ફતેપુરા P.S.I. એચ.પી. દેસાઈ તથા સ્ટાફના માણસો સાથે માહિતી મુજબ વડવાસ ઊંડાવેળા ચોકડી પાસે નાકાબંધી કરતા આ બોલેરો પીકઅપ ગાડીનો આરોપી ડ્રાઈવર પોલીસ જોઈ દૂરથી પોતાની બોલેરો પીકઅપ ગાડી મૂકી ભાગતો હોય તેનો પીછો કરતા પકડાયેલ નહીં અને નાસી છૂટેલ જે તેની ગાડી ચેક કરતા તેમાં ગાડી નંબર જીજે –Read More
દાહોદ રેલવે કર્મીઓની સતર્કતાથી બચી બે મુસાફરોની જાન , પણ 108 ન.GJ 18 GA 3104 ના 2 મેલ નર્સનો વ્યવહાર ખરાબ હોવાની Newstok24 ને રજુઆત, 108માંથી સ્ટ્રેચર પણ ગાયબ ???? દાહોદ આજે બે મુસાફરો અલગ અલગ ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક પુરુષ અને એક મહિલાની તબિયત બગડી હતી. પેહલી ઘટનાની હકીકત જણાવતા રેલવેના એક કર્મચારીએ Newstok24 સાથે વાત ચિતમાં જણાવ્યું હતું કે આજે બપોરે 4.23વાગ્યાની જમ્મુતાવી એક્સપ્રેશન જનરલ કોચમાં એક દારૂ પીધેલા મુસાફરને નાકમાંથી લોહી નીકળતું હતું અને ફિટ આવતા તબિયત લથડી હતી. રેલવે ને જાણ થતાંRead More
બ્રેકીંગ દાહોદ દાહોદ રસ્તા ઉપર શકભાજી વેંચતા પથારા વાળા ઉપર જીપ ચાલી જતા 2 ને ઈજાઓ. દાહોદ નેતાજી બઝારની ઘટના.નેતાજી બઝારમાં રોડ ઉપર શાકભાજી વેંચવા બેઠેલા એક મહિલા અને એક પુરુષને રેલિંગ તોડી આવેલ ક્રુઝર એ લીધા અડફેટે.મહિલા અતિ ગંભીર સિવિલ મોકલવામાં આવી હતી જ્યારેે પુરુષ ને શરીરે ઓછી વતી ઈજાઓ હતી.સ્થળ ઉપર લોકોએ 108 બોલાવી મહિલાને લોહીલુહાણ હાલતમાં સિવિલ મોકલી આપી હતી.પુરુષ ની સ્થિતિ તો સારી છે પણ મહિલાનું મોત નીપજ્યું હતું.લોકોની અને પ્રસાશન ની વારંવાર રજુઆત ચેટ રોડ ઉપર બેસી શાકભાજી વેંચતા બન્યો અકસ્માત.આઘટના પછીRead More
સ્વ. શ્રી દિતાભાઈ બામણીયાનો જન્મ ગરબાડા તાલુકાના નેલસુર મુકામે તારીખ 30/06/1923 ના રોજ આદિવાસી કુટુંબમાં સ્વ શ્રી ભલાભાઇ હીરાભાઈ બામણીયા ને ત્યાં થયો હતો . 1934 માં જેસાવાડા ખાતે પ્રારંભિક શિક્ષણ મેળવી વધુ શિક્ષણ મેળવવાનો શ્રીગણેશ કર્યો હતો અને ધોરણ સાતમા સુધી જેસાવાડા ખાતેજ શિક્ષણ મેળવી 1941મા વર્નાકયુલર ફાઈનલ (વ.ફા.) ની પરિક્ષા પાસ કરી હતી . તે જ વર્ષે તારીખ 01/08/1941 ના રોજ માતવા ખાતે ભીલ સેવા મંડળ દાહોદ સંચાલિત પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા. 1942 માં પી.ટી.સી. કરવા સારૂં અમદાવાદ ખાતે શ્રી પ્રેમચંદ રાયચંદ પ્રાથમિક શિક્ષકRead More
દાહોદઃલીમખેડા નજીક વટેડા ગામે દાહોદ-ગોધરા હાઇવે ઉપર વહેલી પરોઢે ધારાસભ્યની કારના ચાલકને ઝોંકુ આવી જતાં તેણે આગળ ચાલતી જીપને ટક્કર માર્યા બાદ ગોળ ફરેલી કાર ડિવાઇડરને અથડાઇ હતી. ઘાયલ થયેલા ધારાસભ્યને લોહીલુહાણ હાલતમાં હાઇવે ઉપર બેસી રહેવું પડ્યું હતું. અંતે25 મીનીટ બાદ 108 આવતાં તેમને સારવાર માટે ખસેડાયા હતાં. કારમાં સવાર ચાલક સહિત ત્રણ લોકોને ઉંની આંચ આવી ન હતી. અમદાવાદથી પરત આવતાં આ અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે પોલીસ ફરિયાદ મોડી સાંજ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી. વહેલી સવારે જ અકસ્માત સર્જાયો 1.દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા ત્રીજી તારીખેRead More
પ્રતિકાત્મક તસવીર દાહોદ: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તારમી ગામે રહેતા નરેશભાઇ બારિયાનો મૃતદેહ તેમના ઘરથી 100 મીટર દૂરના કૂવામાંથી મળી આવ્યો હતો. હત્યારાએ નરેશભાઇના જમણા કાનના ઉપરના ભાગે, માથામાં અને બંને આંખની ભ્રમર પાસે ચાકુના ઉપરા-છાપરી 15 ઘા માર્યા હતાં. આ સાથે હત્યારાએ તેમનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે નરેશભાઇને મૃતદેહ કૂવામાં નાખી દેવાયો હતો. જોકે, કૂવા પાસે ભરાયેલા લોહીના ખાબોચિયાને જોઈને ઘટના પ્રકાશમાં આવી હતી. કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો નરેશભાઇની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે પાછળ રહસ્ય ઘુંટાઇ રહ્યું છે.Read More
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિજાતિ કલા મેળા – ૨૦૧૯નું કર્યું ઉદ્ઘાટન, ગુરુ ગોવિંદ સમાધિ પર કર્યા વંદન અને આદિવાસી ભવનનું લોકાર્પણ કર્યું તથા કેદારનાથ અને ગુરુ ગોવિંદની સમાધીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની કરી જાહેરાત અને તેના માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, ઈશ્વર પટેલ, જયદ્રથસિંહ પરમાર, ગણપત વસાવા, અમિત ઠાકર તેમજ ટ્રાઇબલના સચિવ અને અન્ય અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદ હેલિપેડ થી પહેલા સીધા સીટી ગ્રાઉન્ડRead More
ક્રાંતિકારી રાષ્ટ્ર સંત મુનિ તરુણ સાગરજી જેમને સંપૂર્ણ વિશ્વમાં ધર્મની પ્રભાવના કરી જૈન ધર્મના સંદેશો જન જન સુધી પહોંચાડનાર એવા મુનિશ્રીના એકમાત્ર શિષ્ય બ્રહ્ન સતીશ ભૈયાજી તા.૧૦/૦૨/૨૦૧૯ ના રવિવારના રોજ તરુણ સાગરજીના ગુરુ એવા આચાર્ય શ્રી પુષ્પદન્ત સાગરજી દ્વારા જેનેશ્વરી દીક્ષા લઇ તરુણ સાગરજીના મિશનને આગળ વધારવા અગ્રસર થયા છે. તેમની અનુમોદના હેતુ દાહોદ નગર ના સમસ્ત દિગમ્બર જૈન સમાજ દ્વારા ગત રોજ તા.૦૧/૦૨/૨૧૯ ના શુક્રવારે મહેંદી પીઠીનો કાર્યક્રમ સાથે ગોદ ભરાઈનો કાર્યક્રમ યોજાયો. તતપશ્ચયાત ભૈયાજીની વનોલીનું વિશાલ જુલુસ સાંજે સાડા સાત વાગે પુરી ધર્મ પ્રભાવના સાથે નીકાળવામાં આવ્યું. દિગમ્બર જૈનRead More
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા અને અક્ષર ઇન્સ્ટીટ્યુટ ઓફ પેરમેડિકલ સાયન્સના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક સારવાર તાલીમ વર્ગનું આયોજન તા. ૦૧/૦૨/૨૦૧૯ ને શુક્રવારના રોજ રેડક્રોસ ભવન ખાતે કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાન રાજુભાઇ સેવક, ગાયત્રી પરિવાર લીમડી, અતિથિ વિશેષ અલ્પેશભાઇ વૈરાગી પ્રમુખ અને નિપુલભાઇ શર્મા મંત્રી પ્રકૃતિ મિત્રમંડળ લીમડી, હોમિયોપેથિક ડોક્ટર એશોશિએશનના પ્રમુખ ડો. નીલમ બામણ, ડો.શૈલેષભાઈ પટેલ ડાયરેક્ટર ઓફ અક્ષર પેરમેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન જવાહર શાહે કર્યું હતું. કાર્યકરમણિ ભૂમિકા સેંટ જહોન એમ્બ્યુલન્સના કન્વીનર ગોપાલભાઈ ધનકાએ બાંધી હતી. મેહમાનોનું બુકે અને શાલ દ્વારા સ્વાગતRead More