દાહોદ – રેંટિયા રેલ્વે સ્ટેશન ની વચ્ચે કોઈ અપ ટ્રેન ની અડફેટમાં અજાણ્યા ઇસમનું મોત

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ રેલ્વે પો. સ્ટે. અ.મોત નં. ૨૬/૧૯ CRPC કલમ ૧૭૪ મુજબના કામે મરણ જનાર એક અજાણ્યા પુરુષ ઉં.વ. 25 ના આશરાનો તા.૨૩/૦૬/૨૦૧૯ ના રોજ રાત્રીના ૨૩:૪૦ કલાક પહેલાં દાહોદ અને રેંટિયા રેલ્વે સ્ટેશન વચ્ચે કિ.મી. નં. ૫૩૯/૨૫/૨૭ ની વચ્ચે કોઈ પણ અપ ટ્રેનની અડફેટમાં આવી જવાથી બાઈક કપાઈ મરણ ગયેલ હોઈ જે મરણ જનારના કોઈ વાલી વારસો ન હોવાથી મરણ જનારના વાલીવારસોને આ બાબતની જાણ કરવા સારું મરણ જનારની ઉં.વ. ૨૫ અંદાજે, રંગે ઘઉંવર્ણ, ઊંચાઈ ૫” x ૫”, જમણા હાથની કલાઈ ઉપર અંગેજીમાં JRead More


દાહોદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પાંચમાં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

THIS NEWS SPONSORED BY : RAHUL MOTORS આજે સમગ્ર વિશ્વમાં જ્યારે 5માં યોગ દિવસ ની ઉજવણી કરાઈ રહી છે ત્યારે દાહોદ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર વિશ્વ યોગ દીવસની ઉજવણી રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. દાહોદ જીલ્લાનાં મુખ્ય પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેબાજે વહેલી સવારે 6 વાગે 5માં વિશ્વ યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.પ્રથમ દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી એ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાજ્ય મંત્રીએ વિશ્વ યોગ દિવસ ઉપર પોતાના પ્રતિભાવ આપતા કહ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં આજનો દિવસ વિશ્વ યોગ દિવસ તરીકેRead More


🅱️reaking : દાહોદમાં સિગ્નલ ફળિયામાં કિન્નરો દ્વારા દેવી માતાઓની સ્થાપના કરી ઢોલ નગારા વગાડી ઉજવ્યો પ્રાણ પ્રતિષ્ઠા મોહત્સવ

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં કિન્નરો દ્વારા આજે તા.૧૬/૦૬/૨૦૧૯ ને રવિવારના રોજ સવારના ૦૯:૦૦ કલાકે દાહોદના જુની કોર્ટ રોડ પાર આવેલ રામજી મંદિર પાસેથી દેવી માતાઓની ભવ્ય શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી. આ શોભાયાત્રા ટેલિફોન એક્સચેન્જ પાસેથી ચાકલિયા રોડ થઈ અંડર બ્રિજમાંથી ગોદી રોડ પહોંચી હતી. ત્યાંરબાદ શોભાયાત્રા ગોદી રોડ થઈ સિગ્નલ ફળિયામાં નાચતા કુદતા પહોંચી હતી. જ્યાં માતાજીની મૂર્તિઓની સ્થાપના મંદિરમાં કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં સમગ્ર ગુજરાત કિન્નરોએ દાહોદ આવી અને ભાગ લઈ જોડાયા હતા. મોટી સંખ્યામાં કિન્નરોની શોભાયાત્રા ધામધૂમ થઈ નીકળી હતી


દાહોદના ગોધરા રોડના 2018ના માતા – પુત્રી ચકચારી હત્યા કેસના આરોપીએ સબજેલમાં કરી આત્મહત્યા

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં ગત 17 નવેમ્બર 2018માં ગોધરા રોડ શ્રીરામ કોલોનીમાં રહેતા માતા-પુત્રીની ચકચાર ભરી હત્યામાં સામેલ દિલીપ ભાભોર તેની પત્ની મંજુબેન ભાભોર તથા મિત્ર રોહિતને પોલીસે પકડી જેલ ભેગા કર્યા હતા. આ ચકચારી હત્યાના ગુન્હાના આરોપી દિલીપ ભાભોરે આજે તા.૧૧/૦૬/૨૦૧૯ મંગળવારના રોજ વહેલી સવારમાં અંદાજે ૦૬:૦૦ વાગ્યાની આજુ બાજુ દિલીપ ભાભોર કે જે કાચા કામના કેદી તરીકે દાહોદની સબ જેલમાં બંધ હતો તેણે બેરેક નં. – ૫ ના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ છે. મરણ જનાર આરોપી દિલીપ ભાભોરની બોડીનું પંચનામું કરતા તેને પહેરેલRead More


ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર દાહોદના સંયુક્ત ઉપક્રમે દાહોદમાં યોજાયો નારી સંમેલન કાર્યક્રમ

મહિલાઓને નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપવાના હેતુસર પંડિત દીનદયાલ ઓડીટોરીયમ, દાહોદ ખાતે નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, દાહોદના સયુકત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમ દાહોદના જિલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મહિલાઓને લગતા અનેક પ્રશ્નો બાબતે જાગ્રત્તિ લાવવા ભવાઇ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ આંગણવાડી મહિલાઓએ અંધશ્રધ્ધા બાબતે એક નાટક રજુ કર્યુ હતુ. દહેજ પ્રતિબંધક અધિકારી પટેલ સાહેબએ ઘરેલુ હિંસા સામે રક્ષણ અધિનિયમ ૨૦૦૫, મહિલા સહાયતા કેન્દ્ર વગેરેRead More


દાહોદ ટાઉન પોલીસ અને ગૌ રક્ષક દળના કાર્યકર્તાઓએ મળીને 10 ગૌવંશને કતલખાને લઈ જતા બચાવાઈ

 THIS NEWS SPONSORED BY  : RAHUL MOTORS ગતરોજ તા.૦૪/૦૬/૨૦૧૯ મંગળવારના રોજ ગૌરક્ષક દળના કાર્યકર્તાઓને એવી બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ બાજુથી એક ટાટા જેનોન ગાડી નંબર GJ-18 AV-5838 માં ગાયો ભરીને દાહોદ કસબામાં કતલ માટે લઈ જવામાં આવનાર છે આ બાબતની જાણ થતાં જ ગૌરક્ષકોએ દાહોદ ટાઉન પી.આઇ. વસંત પટેલનો સંપર્ક કર્યો અને ગૌરક્ષક કાર્યકર્તાઓ અને દાહોદ ટાઉન પોલીસ ગૌવંશ ભરીને આવવાવાળી ગાડીની વોચમાં બેઠા હતા. થોડીક વારમાં એક ગાડી આવતી દેખાઈ ત્યારે તે ગાડીનો પીછો કર્યો અને આ ગાડીને કસાઈઓ દાહોદ કસબા વિસ્તારના માળીના ટેકરા પર તે ગાડીને ઉભીRead More


દાહોદ અને ધામરડા રેલ્વે સ્ટેશન વચ્ચે કિ.મી.નં.-૫૪૨/૨૭ ની પાસે અપ લાઈન ઉપર કોઈ અપ ટ્રેનની અડફેટમાં આવી જવાથી અજાણ્યા પુરુષની લાશ મળી

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નં.૨૨/૨૦૧૯ તથા CrPC ૧૭૪ ગુનાના કાજે મરણ જનાર એક અજાણ્યા પુરુષ ઉમર વર્ષ આશરે ૨૫ વર્ષનાનું તા.૨૯/૦૫/૨૦૧૯ ના રોજ રાત્રીના અંદાજે ૨૧:૪૦ વાગ્યા પહેલા દાહોદ અને ધામરડા રેલવે સ્ટેશન વચ્ચે કિ.મી.નં.-૫૪૨/૨૭ ની પાસે અપ લાઈન ઉપર કોઈ અપ ટ્રેનની અડફેટમાં આવી જવાથી થયેલ ઈજાના કારણે મરણ હોય જે મરણ જનાર ઈસમના વાલી વારસો મળી આવેલ ન હોઈ જેની ઓળખ થવા આથી આપવામાં આવે છે. મરણ જનાર અજાણ્યા પુરુષની ઉમર અંદાજે ૨૫ વર્ષ, શરીરે મધ્યમ બાંધાનો, રંગે શ્યામ વર્ણનો,Read More


દાહોદ જિલ્લાના નાયબ માહિતી નિયામક નલીન એસ. બામણીયા સેવા નિવૃત્ત થયા, વિભાગ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી

 THIS NEWS SPONSORED BY  : RAHUL MOTORS  દાહોદ જિલ્લાના નાયબ માહિતી નિયામક નલીન એસ. બામણીયા આજ રોજ તા.૩૧/૦૫/૨૦૧૯ ને શુક્રવાર ના રોજ વયનિવૃત્ત થયા હતા. તેઓએ વર્ષ – ૧૯૮૯ થી તેમની કારકિર્દીની શરૂઆત માહિતી મદદનીશ તરીકે કરી હતી. તેઓએ સતત નિષ્ઠા અને ખંત પૂર્વક પોતાને સોંપવામાં આવેલ ફરજો નિભાવી હતી. સંયુકત માહિતી નિયામક મહેશચંદ્ર કટારાએ શાલ ઓઢાડી વિદાયપત્ર આપી સન્માન કર્યુ હતુ. વિદાય કાર્યક્રમમાં વડોદરાના નાયબ માહિતી નિયામક સંજય શાહ, કચેરી અધિક્ષક સુખડીયા, પૂર્વ નાયબ માહિતી નિયામક બચુભાઇ બારીયા, જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ મહેન્દ્ર પરમાર, ટેકનીકલ આસીસ્ટન્ટ રોહિત જોષીયારા,Read More


દાહોદ જિલ્લામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી, વિશાળ જનજાગૃત્તિ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

 THIS NEWS SPONSORED BY  : RAHUL MOROTS દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ૩૧ મે ના દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે એક વિશાળ રેલીનું આયોજન ડિસ્ટ્રીકટ ટોબેકો કન્ટ્રોલ સેલ, જિલ્લા પંચાયત, દાહોદ દ્વારા કરવામાં આવ્યુ હતુ. તાલુકા શાળા, દાહોદ ખાતેથી કલેકટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસર, જિલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલ તથા ડિસ્ટ્રીકટ નોડલ ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા હાજર અધિકારીઓએ લીલી ઝંડી બતાવી જનજાગૃત્તિ રેલીનું પ્રસ્થાન કરાવ્યુ હતું. વિવિધ સૂત્રો અને બેનરો સાથે વિશાળ જનજાગૃત્તિ રેલી શહેરના જુદાજુદા રસ્તાઓ પર પરિભ્રમણRead More


હોલીજોલી ગૃપ અને બ્રિજેશ દરજી દ્વારા “નારી સમૃદ્ધિ યાત્રા” નું આયોજન : સ્માર્ટ સીટી દાહોદની નારી હવે નાણાકીય આયોજનમાં પણ બનશે સ્માર્ટ

THIS NEWS SPONSORED BY  : RAHUL MOTORS  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના હોલી જોલી ગૃપ અને બ્રિજેશ દરજી દ્વારા “નારી સમૃદ્ધિ યાત્રા” કાર્યક્રમ તા.૦૭/૦૬/૨૦૧૯ ને શુક્રવારના રોજ ગોવિંદ નગરમાં આવેલ પંડિત દિન દયાલ ઓડિટોરિયમ ખાતે સાંજે ૦૫:૦૦ કલાક થી ૦૭:૦૦ કલાક દરમિયાન રાખવામાં આવેલ છે. આ “નારી સમૃદ્ધિ યાત્રા” માં તમારા સ્વપ્નો અમારી શ્રદ્ધા છે, સ્ત્રી પ્રત્યેક સ્વપ્નથી વધુ સારી દુનિયા બનાવે છે. આજની સ્માર્ટ દુનિયામાં સ્માર્ટ સેવિંગ્સ કેવી રીતે બનાવીએ તે જાણવાનું ખરેખર મહત્વપૂર્ણ છે. . . .🤔 તમારા સપના જે પણ છે, જેમ કે તમારા બાળકનું શિક્ષણ, તમારી કૌટુંબિક ઇચ્છા,Read More