ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દાહોદ ખાતે પ્રથમ MBBS ની દ્વિતીય બેચ (૨૦૧૯ – ૨૦) માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામ તેમજ વ્હાઇટ કોટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ  જિલ્લાના મુખ્ય મથક દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે પ્રથમ એમ.બી.બી.એસ.  (M.B.B.S.) ની દ્વિતીય બેચ (૨૦૧૯ – ૨૦) માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામ તેમજ વ્હાઇટ કોટ સેરેમનીનું આયોજન તા.૧૯/૦૮/૨૦૧૯ ને સોમવારના રોજ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન જેરામ પરમારની અધ્યક્ષતા હેઠળ રાખવામાં આવેલ હતું. આ પ્રસંગે દાહોદના સિનિયર ડોક્ટર બી. કે. પટેલ તેમજ સેન્ટ મેરી સ્કૂલના ડાયરેક્ટર કોન્ટ્રાક્ટર અને કેડિલા હેલ્થકેર લિમિટેડના પ્રતિનિધિ તરીકે જે. બી. ગોર તથા બિરાજુ ત્રિવેદીએ હાજરી આપી હતી.


દાહોદ નગર સેવા સદનના પ્રમુખ અને ઉપપ્રમુખે ૭૩માં “સ્વાતંત્ર દિન” પર્વની પાઠવી શુભેચ્છા

દાહોદ નગર સેવા સદનના પ્રમુખ અભિષેક મેડા તથા ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કાશ્મીરમાં 370 ની કલમ હટાવવા બદલ તેમજ 73માં સ્વતંત્ર દિનની દાહોદ નગરના સૌ નગર જનો તેમજ સમગ્ર દેશવાસીઓ ને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.


દાહોદના બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે ગુજરાતમાં પહેલી વખત દિવ્યાંગ બાળકો માટે “માં કાર્ડ” કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ

 PRAVIN PARMAR –– PRAVIN PARMAR  આજે તા. ૧૪/૦૮/૨૦૧૯ ને બુધવારના રોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ ખાતે દિવ્યાંગ બાળકો માટે મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત  માં કાર્ડ કેમ્પનું આયોજન કરી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા. બાળકના કુટુંબની આવક ચાર લાખથી વધુ થતી હોય તો પણ દિવ્યાંગ બાળકોને માં કાર્ડ આપવામાં આવ્યા હતા. દાહોદ તાલુકા મામલતદારના સહયોગથી આ કેમ્પનું આયોજન થયું હતું. આ કેમ્પનું આયોજન કરવાનો વિચાર જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અનુરાગ શર્મા તથા ડીસ્ટ્રીક કોઓર્ડિનેટર મેઘલ કડીયા (PMJAY) એ કરેલ હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલ સાહેબના સહયોગથીRead More


દાહોદ રોટરી કલબ નો વર્ષ 2019-20 નો ઈન્સ્ટોલેશન સમારંભ યોજાયો

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૧૧/૦૮/૨૦૧૯ ને રવિવારના રોજ દાહોદ રોટરી કલબનો વર્ષ 2019 – 20 નો ઈન્સ્ટોલેશન સમારંભ યોજાયો. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન છોટુભાઈ બમણિયાએ કર્યું હતું ત્યારબાદ રોટરીની પ્રાર્થના કૂતબૂદીનભાઈ અને પ્રવીણ જૈનએ કરી હતી. પ્રાર્થના પછી ગત વર્ષના રોટરી પ્રમુખે એ પોતાનો રોટરી બેજ રમેશભાઈ જોશીને પહેરાવીને તેમને નવા પ્રમુખ તરીકે વરણી કરી હતી.


દાહોદમાં “હરિયાળી એક સંકલ્પ” દ્વારા જે.એન્ડ આર. કોલેજ ઓફ એજ્યુકેશન (N. S. S.) અને ઈન્દુભાઈ શેઠ લો કોલેજમાં ૧૧ દિવસમાં ૧૩૩૫ વૃક્ષો UPLOAD કરવામાં આવ્યા

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA   દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના  લોકોના મનની એક અવાજ એટલે રેડિયો અવાજ દાહોદ ૯૦.૮ FM.  તેના પ્રયાસ થી “હરિયાળી એક સંકલ્પ” દ્વારા જે.એન્ડ આર. કોલેજ ઓફ એજ્યુકેશન (N. S. S.) અને ઈન્દુભાઈ શેઠ લો કોલેજ, દાહોદ માં રેડિયો અવાજ દાહોદ ૯૦.૮ FM ના RJ હર્ષ ભટારિયા અને તેમની ટીમના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિદ્યાર્થીઓને RJ હર્ષ ભટારિયા, કોલેજના આચાર્ય શ્રીમતિ. ડો.એન.આર.પટેેેલ અને N. S. S. ના પ્રોગ્રામ ઓફિસર ડો.મનીષભાઈ સેવક દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં વૃક્ષનું મહત્વ અનેRead More


દાહોદ શહેરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા તા.૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. જળ, જમીન, જંગલ અને પર્યાવરણ સાથે જોડાયેલ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સમગ્ર રાજ્યના વિવિધ આદિવાસી જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે. ત્યારે આજે તા.૦૯/૦૮/૨૦૧૯ ને શુક્રવારે વિશ્વ આદિવાસી દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દાહોદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવી આ ઉજવણીમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, મુખ્ય સચિવ જે. એન. સિંહ, વનમંત્રી ગણપતસિંહ વસાવા, દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય વજેસિંહ પનદા, ચંદ્રિકાબેનRead More


૯મી ઓગષ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવાશે

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી માટે જોરશોરથી તૈયારી થઇ રહી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમહેમાન તરીકે આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાળ, ગુજરાત રાજયના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા હાજર રહેશે. ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ગ્રામગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, સંવર્ધનના રાજયકક્ષાના મંત્રીશ્રી બચુભાઇ ખાબડ અને દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ આદિજાતિ કેન્દ્રિય રાજયમંત્રીશ્રી જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની ઉજવણી દાહોદ નગરમાં R.T.O. ઓફીસની બાજુમાં, મહિન્દ્રા શો રૂમની સામે, ઈંદૌર રોડ ખાતે કરવામાં આવશે. કાર્યક્રમમાં રાજયના આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગરના અગ્રસચિવશ્રી મનોજRead More


દાહોદ જિલ્લામાં ૨૧ ઓગષ્ટે તાલુકા સ્વાગત કાર્યક્રમ તથા ૨૨ ઓગષ્ટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે : મોડામાં મોડા ૧૦ ઓગષ્ટ સુધીમાં અરજી કરવાની રહેશે

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ દર માસે ચોથા ગુરૂવારે કલેકટરના અધ્યક્ષપદે તથા ચોથા ગુરૂવાર પહેલાના બુધવારે મામલતદારની કચેરીમાં વર્ગ-૧ કક્ષાના અધિકારીઓના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સદર કાર્યક્રમમાં વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિ વિષયક અને સેવા વિષયક સિવાયના કામોના નિકાલ સંબંધિત કચેરીમાં ન થતા હોય તેવા કામોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કલેક્ટર વિજય ખરાડીની નોંધ પરના આદેશાનુસાર માહે ઓગષ્ટ-૨૦૧૯ ના તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૧/૦૮/૨૦૧૯ બુધવારના રોજ સવારેRead More


દાહોદ જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી થઇ રહી છે ત્યારે મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે દાહોદ શહેરના એસ.ટી મથકે સ્તનપાન રૂમનું થયું ઉદ્દઘાટન

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  એસ.ટી.મથકે નવનિર્મીત સ્તનપાન રૂમમાં મહિલાઓ માટે સ્તનપાન માટે આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી. દાહોદ એસ.ટી. મથકે નવો શરૂ કરવામાં આવી રહેલો સ્તનપાન રૂમ મહિલાઓને ખૂબ ઉપયોગી થશે અને શરમસંકોચને કારણે બાળક ભૂખ્યું રહે એવા પ્રસંગો નહી બને. મંત્રી બચુભાઇ ખાબડે શહેરના ઝાયડસ હોસ્પીટલમાં આવેલા કાગાંરૂ માતા સંભાળ વોર્ડની પણ શુભેચ્છા મુલાકાત લીધી. દાહોદ જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના સંદર્ભે ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામવિકાસ, પશુપાલન, ગૌસંવર્ધનના રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડે દાહોદ શહેરના એસ.ટી.મથકે સ્તનપાન રૂમનું ઉદ્દઘાટન કર્યુ હતું.Read More


દાહોદના કેદારનાથ ધામ – ચોસાલા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દાહોદ જિલ્લા ધર્મ જાગરણ વિભાગ દ્વારા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  આજે તા.૦૪/૦૮/૨૦૧૯ ને રવિવારના રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદથી આશરે 8 કી.મી. દૂર આવેલ કેદારનાથ ધામ ચોસાલા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દાહોદ જિલ્લા ધર્મ જાગરણ વિભાગ દ્વારા સંત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦ જેટલા સંતો અને ભગતો ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સંસ્કૃતિ પરંપરા અને હિન્દુ બહેન દીકરીઓની રક્ષા કાજે સમાજમાં જાગૃતિ લાવવા માટે સંકલ્પ કર્યો હતો અને ઈસાઈ મિશનરીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં થતી વટાળ પ્રવૃત્તિઓ સામે મક્કમતાપૂર્વક લડી લઇ સમાજના રક્ષણ માટે કટિબદ્ધતા બતાવી હતી.