સ્વચ્છતા અને કોવિડ-૧૯થી બચવા ઘરે રહોના સંદેશા સાથે હરિદ્વારનો યુવાન સાયકલ દ્વારા ભારત યાત્રા પર

હરિદ્વારથી સાયકલ પર નીકળેલા લુઇસ દાસ માર્ગમાં આવતા ગામોમાં સંદેશો પ્રસરાવતા જાય છે. ૨૭ રાજ્યના સાયકલ ઉપર પ્રવાસ બાદ લુઇસ દાસને ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી સારૂ લાગ્યું. કોરોના વાયરસના સંક્રમણથી બચવા ઘરે રહો અને સ્વચ્છતા રાખોના સંદેશા સાથે એક યુવાન સાયકલ ઉપર ભરાતયાત્રા ઉપર નીકળ્યો છે. દેશના વિવિધ ૨૭ રાજ્યોમાં આ સંદેશ પ્રસરાવી આ યુવાને ગુજરાતમાં વાપીથી પ્રવેશ કરી દાહોદ આવી પહોંચ્યો હતો. તે સાયકલ ઉપર કોવિડ-૧૯ અને સ્વચ્છતાના બેનરો લગાવી માર્ગમાં આવતા તમામ ગામોમાં સંદેશો પ્રસરાવતો જાય છે. હરિદ્વારના એક આશ્રમના ૨૯ વર્ષીય અંતેવાસી લુઇસ દાસ ગત તા.૩૦/૧૦/૨૦૧૯ ના રોજRead More


🅱️ig 🅱️reaking : અનલોક -1 ના સળંગ ત્રીજા દિવસે વધુ 5 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  આજે તા.૦૪/૦૬/૨૦૨૦ ને ગુરુવારના રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં અનલોક-૦૧ ના ચોથા દિવસે દાહોદ જિલ્લામાં વધુ ૦૫ કેસ કોરોના પોઝીટીવ આવ્યા. આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૮૭ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી ૮૨ લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે અને બાકીના ૦૫ વ્યક્તિઓના ટેસ્ટ પોઝટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. જેમાં (૧) યશ અમિતભાઈ કડકિયા – ઉ.વ. – ૨૨ વર્ષ રહે. વડોદરા, (૨) તરુનેદ્ર એમ. સરવૈયા – ઉ.વ. – ૫૦ વર્ષ રહે. મહુડી, (૩) રાજેશભાઇ એમ. બારીયા – ઉ.વ.Read More


દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવાયું એક વિશેષ અભિયાન

દાહોદના વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને ફોન કરીને લેવાય છે સ્વાસ્થ્યની સંભાળ. કોરોના વાયરસના વલ્નરેબલ ગ્રુપમાં આવતા વૃદ્ધો અને સગર્ભા મહિલાઓની સંભાળ માટે ડીઆરડીએમાં બનાવાયું કોલસેન્ટર. કોલ સેન્ટર દ્વારા અત્યાર સુધી કુલ ૧,૭૬૮ વૃદ્ધો અને ૧,૦૬૨ સગર્ભા મહિલાઓની તબીયત પૂછવામાં આવી, જરૂર પડે ત્યાં સારવાર માટે ટીમ મોકલાઇ દુનિયાદારીને પચાવીને જીવનની સંધ્યાના ઓટલા ઉપર બેઠેલા વૃદ્ધોને સપને’ય એવો ખ્યાલ ન હોય. કોરોના મહામારીના આ કાળમાં કોઇ સાવ જ અજાણ્યું તેમને ફોન કરીને પૂછે કે ‘તમારી તબિયત કેમ છે ?’ પણ, દાહોદમાં આવું થઇ રહ્યું છે. કોરોના વાયરસ જેમને લાગવાની શક્યતા સૌથી વધુRead More


દાહોદ જિલ્લામાંથી મેલેરિયા હવે તડીપાર થવાની કગાર ઉપર

મેલેરિયા નાબૂદી માટેના અગત્યના માપદંડ એન્યુઅલ પારાસાઇટ ઇન્ડેક્સ વર્ષ – ૨૦૦૪માં ૧૮.૨૯ % હતો, એ હવે માત્ર ૦.૦૦૪ % આરોગ્ય વિભાગ દ્વારા આ વર્ષે ૨૭,૫૦૦ મચ્છરદાનીનું વિતરણ, ૨,૯૩૦ જેટલા પાણી સંગ્રહસ્થાનોમાં ગપ્પી માછલી નાખવામાં આવી. દાહોદ જિલ્લામાં સમગ્ર જૂન માસ મેલેરિયા માસ તરીકે મનાવવાનો આરોગ્ય વિભાગ દ્વારા પ્રારંભ થયો છે. આમ તો પ્રાકૃતિક અને ભૌગોલિક કારણોથી દાહોદ જિલ્લો મેલેરિયા માટેનું હોટ ડેસ્ટીનેશન કહેવાય છે. પરંતુ, આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક દાયકાથી લેવામાં આવેલા સતત આરોગ્ય લક્ષી પગલાંઓને કારણે મેલેરિયા પોતે દાહોદ જિલ્લામાંથી દેશવટો પામવાની કગાર ઉપર છે. મેલેરિયા નાબૂદી માટેનાRead More


🅱️ig 🅱️reaking : દાહોદ જિલ્લામાં વધુ 2 કોરોના પોઝીટીવના કેસ નોંધાયા

આજે તા.૦૨/૦૬/૨૦૨૦ ને મંગળવારના રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આવેલ ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માંથી ૦૪ કોરોના મુક્ત દર્દીઓને બપોરના ૧૨:૩૦ કલાકે રજા આપવામાં આવી હતી અને હવે ૦૨ જ એક્ટિવ કેસ બચ્યા હતા. પરંતું અનલોક-01 ના બીજા દિવસ એટલેકે આજે થોડી વાર પહેલા જ કુલ ૧૧૧ વ્યક્તિઓના સેમ્પલના રિપોર્ટ આવતા તેમાંથી ૧૦૯ વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૨ વ્યક્તિ ઓના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બે વ્યક્તિમાં બંને વ્યક્તિ ગરબાડા તાલુકાના ભિલોઈ ગામના છે. જેમાં (૧) ભીખુભાઇ દિતિયાભાઈ ભુરિયાRead More


દાહોદ જિલ્લો કોરોના મુક્ત જિલ્લો થવામાં બે કદમ દૂર, કોરોનાના વધુ 04 દર્દીઓ થયા સાજા

દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ ૦૪ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. કોરોના વાયરસના દાહોદમાં નોંધાયેલા ૩૪ પૈકી હવે માત્ર ૦૨ જ એક્ટિવ કેસ રહ્યા છે. દાહોદમાં અત્યાર સુધી કોરોના વાયરસના નોંધાયેલા તમામ કેસો એસ્મ્ટોમેટિક રહ્યા છે. એટલે કે, દર્દીને કોરોના વાયરસ લાગું પડ્યો હોય પણ તેમનામાં એના કોઇ જ પ્રકારના લક્ષણ ન હોય તેવા દર્દીઓ. દાહોદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલી ડેડીકેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલમાં તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. અહીં ડો. મોહિત દેસાઇ અને તેમની ટીમ દ્વારા દર્દીઓને સઘનRead More


બીજી અને ત્રીજી જૂને વીજળી સાથે ભારે વરસાદ પડવાની શક્યતા : સાવચેત રહેવા દાહોદ જિલ્લા કલેક્ટરની અપીલ

નિગર્સ વાવાઝોડાના કારણે સમગ્ર દાહોદ જિલ્લામાં વીજળી સાથે ભારેથી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઇ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, આગામી તા.૨જી અને ૩જી જૂન દરમિયાનના ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. તેથી આ દરમિયાન વીજળીની ગાજવીજ સાથે વરસાદ પડતો હોય ત્યારે લોકો ઘરમાં જ રહે અને બહાર જવાનું ટાળે તે ઇચ્છનીય છે. છેલ્લા ત્રણેક વર્ષના આંકડા ધ્યાને લેવામાં આવે તો માલૂમ પડે છે કે સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાના કારણે થયા છે. એથીRead More


દાહોદમાં વધુ 2 દર્દીઓ કોરોનાથી સાજા થતાં હોસ્પિટલમાંથી અપાઇ રજા

દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ 2 દર્દીઓએ આ મહામારીને હરાવતા આજે તે બન્નેને રજામાં આપવામાં આવી હતી. આ બન્ને દર્દીઓ છેલ્લા 10 દિવસથી સારવાર હેઠળ હતા અને એ દરમિયાન બન્નેએ કોરોનાને હરાવ્યો છે. હવે કુલ 06 એક્ટિવ કેસ છે. દાહોદના 28 વર્ષના પ્રિત દેસાઇ અને અલીઅસગર ગરબાડાવાલાને કોરોના વાયરસ લાગું પડતા અહીંની ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બન્ને કેસ એસ્પ્ટોમેટિક હતા. સિવિલ હોસ્પિટલના તબીબ ડો.મોહિત દેસાઇ અને તેમની ટીમે આ બન્ને દર્દીઓને સતત નિરીક્ષણ હેઠળ રાખ્યા હતા. 10 દિવસ બાદ આ બન્ને દર્દીઓએ કોરોનાRead More


જાણો : દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા અનલોક – ૧ ( લોકડાઉન – ૫ ) ની નવી ગાઈડ લાઇનમાં શું જાહેર કરવામાં આવ્યું

THIS NEWS IS SPONSORED BY — RAHUL HONDA દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી દ્વારા આજે તા.૩૧/૦૫/૨૦૨૦ ને રવિવારના રોજ વિડિયોના માધ્યમ થી જાહેર કર્યું છે કે તા.૩૦/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જે નવી ગાઇડલાઇન છે લોકડાઉન – ૫ એ ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-1 તરીકે નામ આપવામાં આવ્યું છે એ અમલી કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પણ નવી ગાઇડલાઇન છે જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવી છે. જિલ્લા કલેકટરે કહ્યું કે આ ગાઇડ લાઇનમાં ખાસ કરીને તા.૦૧/૦૬/૨૦૨૦ ને સોમવારના રોજ થી જે માર્કેટ ખોલવાનો સમય અગાઉ સવારનાRead More


દાહોદ જિલ્લામાં તીડના આક્રમણને ખાળવા તંત્ર સજ્જ : જિલ્લા કલેક્ટર વિજય ખરાડી

દાહોદ જિલ્લામાં તીડના આક્રમણને ખાળવા માટે તમામ પ્રકારની તૈયારી રાખવા માટે મળેલી બેઠકમાં સૂચના આપવામાં આવી છે. કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ખેતીવાડી સહિત વિભાગના તાલુકા મથકના તમામ અધિકારીઓને આ પ્રકારની સૂચના આપવામાં આવી છે. પર્ણભક્ષી તીડ ખેડૂતનો સૌથી જૂનો દુશ્મન છે. તીડ જ્યારે એકલદોકલ હોય ત્યારે સામાન્ય તીતીઘોડાની જેમ વ્યવ્હાર કરે છે. તેને એકલ અવસ્થા કહેવામાં આવે છે. પણ જ્યારે સમુહ બનાવી હુમલો કરે ત્યારે પાક અને વૃક્ષોને બહુ જ નુકસાન કરે છે. આ રણતીડની ઉત્પતિ રણ પ્રદેશમાં થાય છે. જેમ કે, આફ્રિકાનું રણ, મધ્યપૂર્વેનાRead More