THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ગત તા.૧૨/૧૨/૨૦૧૯ ને ગુરુવારના રોજથી “વલ્લભ સાખી રસપાન મહોત્સવ” નો પ્રારંભ પરમ પૂજ્ય ગોસ્વામીના વરદ્દ હસ્તે દીપ પ્રગટાવી બપોરના ૦૩:૦૦ વાગે શુભારંભ થયો. પીનકીનભાઈ શાહના નિવાસ સ્થાનેથી બપોરના ૦૨:૦૦ કલાકે સદ્દભાવના પરિવારની બહેનો દ્વારા કળશ સાથે પોથીયાત્રા મંડપ સુધી લઇ જવામાં આવી. પૂજ્ય શ્રી દ્વારા મનોરથી પરિવારને ઉપરણો પહેરાવીને આર્શીવાદ આપ્યા હતા. ત્યાર બાદ પૂજ્ય દ્વારા વલ્લભના ગુણગાન સમજાવવામાં આવ્યા. પંડાલમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રોતાજનો હાજર રહ્યા.
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આજે 12મી ડિસેમ્બર ના રોજ આયુષમાન ભારત “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. ભારતના સ્વપ્ન દ્રસ્ટા અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના લોકોને લાબું આયુષ્ય અને સારું સ્વાસ્થ મળે તે માટે શરૂ કરાયેલ યોજના એટલે આયુષમાન ભારત યોજના. આ યોજનાએ જ્યારે હાલમાં વર્ષ પૂર્ણ કર્યું હતું ત્યારે પણ આ યોજનાની ઉજવણી કરાઈ હતી. દાહોદ જિલ્લામાં કુલ ૦૩ લાખ ૩૯ હજાર લોકો આયુષમાન કાર્ડ ધરાવે છે, અને તેમાંથી મોટી સંખ્યામાંRead More
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA છાત્રાઓને સ્વાસ્થ્ય માટે જરૂરી તત્વો ધરાવતા વિવિધ પોષ્ટીક વ્યંજનોની રેસિપિ અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું. બાગાયત ખાતા દ્વારા સરગવાના ૧૦૦૦ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. દાહોદની મહિલા I.T.I. ખાતે સ્વાદિષ્ટ અને પોષકતત્વોથી ભરપુર વાનગીઓનો ફૂડ ફેસ્ટ ૨૦૧૯ યોજાયો હતો. I.T.I. ની છાત્રાઓને સ્વાસ્થ્ય માટે જરૂરી તત્વો ધરાવતા વિવિધ પોષ્ટીક વ્યંજનોની રેસિપિ અને તેના મહત્વને સમજાવી દૈનીક જીવનમાં તેને સામેલ કરવા માટે નિષ્ણાંતો દ્વારા સમજ આપવામાં આવી હતી. મહિલા આઇટીઆઇ ખાતે યોજાયેલા ફૂડ ફેસ્ટમાં વટાણાની કચોરી, પાલક પુરી, બીટની રોટલી, પાલક ચટણી, ધાણા મરચા ચટણી, વડીનું શાક, વેજ.Read More
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA વેરા સમાધાન યોજના હેઠળ અરજી કરવાની અંતિમ તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૦. દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની A.P.M.C. ખાતે વેરા સમાધાન યોજના ૨૦૧૯ અન્વયે બાકી વસૂલાત માટે લાભ લેવા સેમીનાર યોજવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાની રાજય વેરા કચેરી – ઘટક ૪૭ દ્વારા આ સેમીનાર A.P.M.C. માર્કેટ યાર્ડ દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો અને ઉપસ્થિત વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમીનારમાં વેપારીઓને વેરા સમાધાન યોજના – ૨૦૧૯ વિશે વિગતવાર માહિતી નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વેરા સમાધાન યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે. વેરાRead More
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA અગામી ગુસ્વાર તા.૧૨/૧૨/૨૦૧૯ થી તા.૧૮/૧૨/૨૦૧૯ ના સપ્તાહ દરમ્યાન ૫૫ 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના સ્વમુખે દાહોદ વૈૈષ્ણવ સમાજ દ્વારા ચાલતા યુવાનોના ચાલતા સદભાવના પરિવાર દ્વારા “શ્રીવલ્લભ સાખી રસપાન મહોત્સવ” નું આયોજન થયું છે. ‘શ્રી પુષ્ટિ સંપદાયના સિધ્ધાંતોની શ્રી હરિરાય મહાપ્રભુજીએ વિશિષ્ટ છણાવટ કરી છે. શ્રી વલ્લભના દિવ્ય ચરિત્રમાં વૈષ્ણવોને પ્રાત વા માટે આપશ્રીએ ‘વલ્લભ સાખી’ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથનું રસપાન વૈષ્ણવાચાર્ય ૫. પા. ગો. ૧૦૮ શ્રી યદુનાથજી મહોદયશ્રી ( કડી – અમદાવાદ ) કરાવવાના છે . આ ગ્રંથના માધ્યમથી સૌ વેષ્ણવોનીRead More
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ નગરમાં ત્રિદિવસીય પુસ્તક મેળાને આજે તા.૦૬/૧૨/૨૦૧૯ ને શુક્રવારના રોજ જિલ્લાના તેજસ્વી તારલાઓ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે. તા.૦૬/૧૨/૨૦૧૯ શુક્રવાર થી તા.૦૮/૧૨/૨૦૧૯ રવિવાર સુધી ચાલનારા આ પુસ્તક મેળાનો આજે સવારે પંડિત દીનદયાલ હોલ, વિવેકાનંદ સંકુલ, ગોવિંદનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે. સાહિત્યના ખજાનાને માણવાના અવસરને નગરજનોએ વધાવી લીધો છે અને મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમી જનતા પુસ્તક મેળાની મુલાકાત લઇ રહી છે. આજ રોજ પુસ્તક મેળાની જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ પણ મુલાકાત લીધી હતી અને સમગ્ર આયોજનનું નિરીક્ષણ કર્યુ હતું. પુસ્તક મેળામાં વાર્તાઓ, નવલકથાઓ, અધ્યાત્મ, કવિતા,Read More
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લા વહીવટી તંત્રના લોકાભિમુખ અને સંવેદનશીલ શાસનનો પરિચય કરાવતી એક ઘટના આજે બની હતી. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી પાસે પોતાની શારીરિક માંદગી અંગે રજૂઆત લઇ આવેલા એક અરજદારને માત્ર દોઢ જ કલાકમાં તમામ પ્રકારના સાધનિક આધાર પૂરાવાઓ તૈયાર કરાવડાવી મુખ્યમંત્રી અમૃતમ્ કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. કલેક્ટર તંત્રના આ પ્રયાસથી હવે, અરજદાર પોતાના દર્દીની સારવાર સારી રીતે કરાવી શકશે. દાહોદમાં રહેતા ૬૨ વર્ષીય ઇબ્રાહિમભાઇ તાહેરભાઇ પલ્લાવાલા કલેક્ટર વિજય ખરાડીની મુલાકાત માટે આવ્યા હતા. જ્યાં તેમની રજૂઆત એવી હતી કે તેઓ વયોવૃદ્ધ થઇ ગયાRead More
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની A.B.V.P. (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દાહોદ શાખા દ્વારા ગત તા.૦૨/૦૧૨/૨૦૧૯નેે સોમવારના રોજ નવજીવન સાયન્સ કોલેજના ગેટ બહાર હૈદરાબાદમાં બનેલ બળાત્કાર અને હત્યાની ઘટનાને અનુલક્ષી બળાત્કારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે પૂતળા દહન કરી ડો. પ્રિયંકા રેડીને ભાવભિની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તેમજ ગુનેગારોને ફાંસીની સજા આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્ધારા કાનુની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ A .B.V.P. (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દાહોદ શાખાના કાર્યકર્તાઓ દ્ધારા કારવામાં આવી હતી.
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA આઇ ખેડૂત પોર્ટલ ૨ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી ખુલ્લુ રહેશે. બાગાયત ખેતીની તાલીમ અને પ્રવાસમાં ભાગ લેવા ઇચ્છતા ખેડૂતો અરજી કરી શકશે. બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ લેવા માટે ર ડિસેમ્બર થી આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે. આ અરજી ૭ દિવસમાં કરવાની રહેશે. દાહોદ જિલ્લાના બાગાયત ખાતાના નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવ્યા મુજબ ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનામાં કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, પાકા મંડપ, હાઇબ્રીડ બિયારણ, છુટા ફૂલો, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, સ્વયંRead More
શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લધુ વ્યાપારી માનધન યોજના હેઠળ નોંધણી કરવામાં આવશે. દાહોદ જિલ્લામાં લીમખેડાના દુધીયા ગામથી ગત રોજથી પેન્શન સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો છે. ૩૦ નવેમ્બરથી ૬ ડિસેમ્બર સુધી ચાલનારા આ પેન્શન સપ્તાહનો રાજય મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જશંવતસિંહ ભાભોરે દુધિયા ગામમાં એક કાર્યક્રમમાં આ યોજનાનો જિલ્લામાં પ્રારંભ કરાવ્યો છે. મંત્રી બચુભાઇ ખાબડે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વ્યાપારી માનધન યોજના નાના વેપારીઓ માટેની પેન્શન યોજના છે. ૧૮ થી ૪૦ વર્ષ વચ્ચેની વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે છે. જેમાં ૬૦ વર્ષની વય પછી ઓછામાંRead More