દાહોદ જિલ્લા પોલીસવડાની સૂચનાથી Dy.S.P. દ્વારા રાત્રી દરમિયાન સઘન ચેકીંગ હાથ ધરાતા ચોરોમાં ફફડાટ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ નગરમાં મોડી રાત્રે હતી ચોરીઓને અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસવડા હિતેશ જોઇસરના માર્ગદર્શન અને સીધી સુચનાથી દાહોદ Dy.S.P. કલ્પેશ ચાવડા દ્વારા દાહોદ ટાઉનમાં દાહોદ ટાઉન P. I. વસંત પટેલ અને પોલીસ સ્ટાફને સાથે રાખીને એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રાત્રી દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં ત્રણ-ત્રણ ચાર-ચાર કલાક સુધી વાહનોના સઘન ચેકીંગ તથા ડોક્યુમેન્ટનું ચેકિંગ કરવામાં આવે છે તથા જે લોકો વાહન ચલાવી આવતા જતા હોય છે. તેઓની ઓળખ કરવામાં આવે છે અને જો ડોક્યુમેન્ટનીRead More


ડુંગર ગામના બાળકો રવીના અને અરુણની ખરા અર્થમાં વાલી બનતી રાજ્ય સરકાર

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના ડુંગર ગામના બાળકો રવીના અને અરુણની ખરા અર્થમાં વાલી બનતી રાજ્ય સરકાર અનાથ બાળકો રવીના અને અરુણને પાલક માતાપિતાની યોજનાનો લાભ મળતા હવે તે સારી રીતે શિક્ષણ મેળવી રહ્યા છે દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૩માં યોજના શરૂ થઇ ત્યારે, માત્ર બે જ લાભાર્થી હતા, આજે આ યોજનાના ૪૫૦ જેટલા લાભાર્થી લાભ લઈ રહ્યા છે.  રવીના અને અરુણ ! મધમીઠા આ બે નામો દાહોદના વનવિસ્તારમાં આવેલા ડુંગર ગામના ફળિયા વિસ્તારના ભાઇબહેનના છે. કૂમળીવયના આ ભાઇબહેન ઘરના આંગણમાં રમે છે, કિલ્લોલ કરે છે. પણ, તેના ચહેરાના સ્મીત પાછળ એક દર્દ રહેલુંRead More


રામ જન્મભૂમિ પર આજે ઐતિહાસિક ફેંસલો આવવાનો હોઈ દાહોદમાં પણ પોલીસ દ્વારા રાખવામાં આવ્યો ચુસ્ત બંદોબસ્ત

આજે તા.૦૯/૧૧/૨૦૧૯ ને શનિવારના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિને લઈને અલ્હાબાદ ની કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ફેંસલો આવવાનો હોઈ સમગ્ર દાહોદ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળેલ. વધુ વિગતમાં જણાવવાનું કે આજે જ્યારે રામ જન્મભૂમિ પર જે ઐતિહાસિક ફેંસલો આવવાનો હતો તેને લઈને સમગ્ર ભારત દેશમાં પોલીસ તંત્ર સાબદુ રહ્યું હતું. તેના ભાગ રૂપે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઇસરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ Dy.S.P. કલ્પેશ ચાવડા તેમજ ટાઉન P. I. વી.પી. પટેલના માર્ગદર્શન હેઠળ એક સ્પેશીયલ ટીમ બનાવવામાં આવી. જે ટીમ દાહોદ શહેરના તમામ રાજમાર્ગો પર અને સંવેદનશીલRead More


દાહોદમાં ઈદે મિલાદુન્નબીના શુભ અવસર પર દાઉદી વ્હોરા સમાજના PRO ઇન્ટરનેશનલ અફેર્સ સંસ્થા દ્વારા એક સન્માન સમારોહ યોજવામાં આવ્યો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONADA  આજે તા.09/11/2019 ના શનિવારના રોજ દાઉદી વ્હોરા સમાજના PRO ઇન્ટરનેશનલ અફેર્સ સંસ્થા દ્વારા એક સન્માન સમારોહ ઈદે મિલાદુન્નબીના શુભ અવસર પર રાખવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ તથા શહેર પોલીસ P.I. વી.પી. પટેલ તથા અતિથી વિશેષ દાહોદ શહેરના આમિલ સાહેબ શેખ જોહરભાઈ બદરી (નજમી મસ્જિદ) તથા શેખ શબ્બીરભાઈ (સૈફી મસ્જિદ) ની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું. સદર કાર્યક્રમ નગરપાલિકા દાહોદને સ્વચ્છતા એવોર્ડ મળવા બદલ નગર પાલિકા ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈનું તથા દાહોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી શાંતિ બનાવી રાખવાRead More


દાહોદના M.G.V.C.L. ના કર્મચારીઓ અને અધિકારીઓએ આજે પોતાની માંગણીને લઈને સરકાર વિરુદ્ધ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યા

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા ૫૫૦૦૦ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓના સામૂહિક લાભો જેવા કે સાતમા વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ.આર.એ. અને એલાઉન્સ એપ્રિલ – ૨૦૧૬ થી ચૂકવી આપવા, જી.એસ.ઓ. – ૦૪ મુજબ સ્ટાફ મંજૂર કરી તાત્કાલિક ભરતી કરવી, હાલની મેડિકલ સ્કીમ સુધારવી, હક રજાના પૈસા રોકડમાં ચૂકવી આપવા, નોન ટેકનિકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કર્મચારીઓ ને પ્રમોશન આપવા, ટેકનીકલ કર્મચારીઓને જોખમી કામગીરી સામે એલાઉન્સ આપવું તે સહિતની અનેક માંગણીઓ તા.૦૭/૦૯/૨૦૧૮ થીRead More


🅱️reaking : દાહોદ શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૧ ની બહારના વિસ્તારમાં યુવકે કરી આત્મહત્યા

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  🅱️reaking Mantavya : દાહોદ શહેર ના રેલવે સ્ટેશન ના પ્લેટફોર્મ નં એક ની બહારના વિસ્તાર માં યુવકે કરી આત્મહત્યા. દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. – ૧ ની બહારના વિસ્તારમાં આવેલ નવીન પાણી ની ટાંકી પરથી કૂદકો મારી એક યુવકે કરી આત્મહત્યા. આત્મહત્યા કરનાર યુવક ઝાલોદ ગામ નું હોવાનું બહાર આવ્યું. ક્યા કારણોસર યુવકે આત્મહત્યા કરી તેની તપાસ રેલવે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી. આ યુવકનું નામ સુરેશ ભીમજી ભાભોર કે જે ઝાલોદ ગામના રાયણ ફળિયા, મુવાડાનો હોવાનું બહારRead More


દાહોદ જિલ્લાના ૩૦ નંદઘરના ભૂલકા હવે આરોગશે ‘પોષણ વાટિકા’નું શાકભાજી

જિલ્લાની ૩૦ આંગણવાડીમાં કિચન ગાર્ડનનું નિર્માણ કરી તેમાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડાશે, વર્કરોને તાલીમબદ્ધ કરાયા. આંગણવાડીમાં રિંગણા, તૂરિયા, ટમેટા, દૂધી, મેથી, પાલક, કોથમરી, આદુ અને હળદર જેવી શાકભાજી ઉગાડી બાળકોને અપાશે. કેન્દ્ર સરકાર દ્વારા મહત્વાકાંક્ષી સૂચિબદ્ધ કરવામાં આવેલા દાહોદ જિલ્લાના નંદઘર એટલે કે આંગણવાડીમાં અભ્યાસ કરતા માસૂમ બાળકોને પોષણ મળી રહે તે માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત દાહોદ જિલ્લાની ૩૦ આંગણવાડીમાં એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત પોષણ વાટિકાનું નિર્માણ કરવામાં આવનાર છે. આ પોષણ વાટિકા એટલે કિચન ગાર્ડનિંગ ! જિલ્લા વિકાસ અધિકારી રચિતRead More


દાહોદમાં જિલ્લા કક્ષાના વીમા કંપની તરીકે ભારતીય એક્ક્ષા જનરલ ઈન્સ્યોરન્સ પ્રા.કંપની લી.ને નક્કી કરવામાં આવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  પ્રધાનમંત્રી ફસલ વીમાં યોજના અંતર્ગત જે ખેડૂતોએ પાક વીમો લીધો હોય અને નુકસાન થયુ હોય તેમણે આ કંપનીનો સંપર્ક કરવો. – કંપનીનો ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૦૩૨૨૯૨ દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલ વીમાં યોજના અંતર્ગત જે ખેડૂતોએ પાક વીમો લીધો હોય અને તાજેતરના વરસાદથી ખેતી પાકોમાં નુકસાન થયું હોય તો આ બાબતે તેમણે દાહોદ જીલ્લા માટે નિયત થયેલી ભારતીય એક્ક્ષા જનરલ ઈન્સ્યોરન્સ પ્રા. કંપની લી. નાં ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૩ ૨૨૯૨ પર ફોન કરી જાણ કરવી. તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), દાહોદએ એકRead More


દાહોદ શહેરના નવાગામ વિસ્તારના અમરસિંગ ધુળાભાઈ પરમારના ખેતરમા લગભગ ૮ – ૯ ફૂટ લાંબો મહાકાય અજગર જોવાતા તેઓએ ફોરેસ્ટ ઓફિસમાં કરી જાણ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ શહેરના નવાગામ વિસ્તારના અમરસિંગ ધુળાભાઈ પરમારના ખેતરમા લગભગ ૮ – ૯ ફૂટ લાંબો મહાકાય અજગર જોવાતા તેઓએ ફોરેસ્ટ ઓફિસમાં જાણ કરતાં દાહોદ ફોરેસ્ટ વિભાગે વનાંચલ પ્રકૃતિ મંડળના સભ્યો ઈકરામ, ભાવેશ, મહેશ, સોનું, બાબા એમ 5 વ્યક્તિઓએ સ્થળ પર પહોચ્યા અને આ મહાકાય અજગર ને પકડીને યોગ્ય સ્થળે સ્થળાંતર કરવાયું.


🅱reaking : દાહોદમાં ફરી બે યુવકોએ ટ્રેન નીચે પડતું નાખી કરી આત્મહત્યા

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજે વહેલી પરોઢિયે ૦૫:૦૦ કલાકે કોઈ ડાઉન ટ્રેન નીચે દાહોદના ઘોડાડુંગરીના યુવકે ટ્રેન નીચે પડતું મૂકી કરી આત્મહત્યા. જ્યારે અન્ય એક 30 વર્ષીય યુવકએ પણ સવારે દેહરાદૂન ડાઉન લાઇન પર ૦૯:૩૦ કલાકે કરી આત્મહત્યા. આ બંને ની આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ. રેલ્વે પોલીસે દાહોદના ઘોડા ડુંગરીના યુવકની ઓળખ ચંદુભાઈ ગરાસિયા તરીકે કરી હતી. અને તેની લાશ ને પી.એમ કરી પરિવારને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જ્યારે અન્ય યુવકની લાશ બિન વારસી હોઈ તેનું પી.એમRead More