CM રૂપાણી મુલાકાતે: અમારી સમસ્યાઓનું સમાધાન કરો, ઝાયડસમાં બેડ હજુ ઓછા પડશે, દાખલ 244માંથી 240 દર્દી ઓક્સિજન પર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદઅમુક પળો પહેલા
- કૉપી લિંક
ફાઇલ તસવીર
- જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા અપાતી આરોગ્ય સુવિધાની માહિતી મેળવવા CM રૂપાણી આજે દાહોદની મુલાકાતે
- જિલ્લાના ખાનગી દવાખાનાઓમાં 30% તો MP, રાજસ્થાનના જ દર્દી
- ખાનગી દવાખાનાના 662 બેડમાંથી 73 જ ખાલી
દાહોદ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસોને પગલે દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા અપાઇ રહેલી આરોગ્ય સુવિધાની જાતમાહિતી મેળવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી 20ના રોજ દાહોદ આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સારવાર માટે વધારાયેલા બેડ ઉપરાંત આ વાઇરસને રોકવા જિ.વહીવટી તંત્ર દ્વારા થઇ રહેલી કામગીરી સંદર્ભે રૂપાણી કલેક્ટર કચેરી ખાતે રાજ્ય તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપશે.
જોકે, જિલ્લામાં વ્યાપક રીતે પ્રસરેલા કોરોના સંક્રમણને કારણે રોજ 50થી વધુ પોઝિટિવ કેસ આવી રહ્યા હોવાથી શહેરની 21, ઝાલોદ 3 અને બારિયાની 1 હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કર્યા છતાં 662 બેડમાંથી સોમવારે 73 જ ખાલી મળ્યા હતાં. કોવિડ માટે સૌથી મોટી ગણાતી ઝાયડસમાં 321માંથી માત્ર 77 જ બેડ સોમવારે ખાલી હતાં. અહીં દાખલ 244માંથી 240 દર્દી તો ઓક્સિજન પર છે. બીજી તરફ ખાનગી દવાખાનામાં ખાટલા તો છે પરંતુ સાધનોના અભાવથી તબીબોનો પનો ટૂંકો પડી રહ્યો છે.
માત્ર એ-સિમ્ટોમેટિક કે ઓછા લક્ષણોવાળા દર્દી જ દાખલ કરવાની તેમની મજબૂરી છે. અધુરામાં પુરુ ઝાયડસ અને ખાનગી દવાખાનામાં આશરે 30 ટકા દર્દીઓ તો એમપી અને રાજસ્થાનના છે. પરિસ્થિતિ હજી વિકટ થવાની સંભાવના છે ત્યારે મુખ્યમંત્રી આ બાબતે વિચારે તે જરૂરી છે.
આટલું થાય તો પણ થોડીક રાહત થાય
ભીડ ટાળવા વધુ ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવા જોઇએ
કોરોના વિશે દર્દીના સગાને માર્ગદર્શન મળે તે માટે કાઉન્સિલરોની નિમણૂક
મરણ આંક ઘટે તે માટેના કોઇ કારગર ઉપાય જરૂરી
હોસ્પિટલો સિવાય શાળાને પણ હાલની સ્થિતિ મુજબ કોવિડ હોસ્પિટલમાં ફેરવવી જોઇએ
10 દિવસથી રોજ 50થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે શહેર-જિલ્લાની હોસ્પિટલ્સની આ છે સ્થિતિ |
|||
હોસ્પિટલ | કુલ બેડ | દર્દીઓ | ખાલી |
ભાવના હોસ્પિટલ | 10 | 10 | 0 |
કેર હોસ્પિટલ | 10 | 9 | 1 |
ગીતાંજલિ હોસ્પિટલ |
15 | 11 | 4 |
જયદીપ હોસ્પિટલ | 7 | 4 | 3 |
કે.કે. હોસ્પિટલ | 12 | 12 | 0 |
કૈઝાર હોસ્પિટલ | 25 | 23 | 2 |
એલ.ડી. હોસ્પિટલ | 41 | 39 | 2 |
લબાના હોસ્પિટલ | 30 | 30 | 0 |
લાઈફ લાઈન હોસ્પિટલ |
10 | 10 | 0 |
મહાવીર હોસ્પિટલ | 70 | 69 | 1 |
માલવ હોસ્પિટલ | 22 | 22 | 0 |
મીરા હોસ્પિટલ | 50 | 14 | 36 |
નાયક હોસ્પિટલ | 30 | 30 | 0 |
ઓમ હોસ્પિટલ | 22 | 22 | 0 |
રાધિકા હોસ્પિટલ | 25 | 25 | 0 |
રેલ્વે હોસ્પિટલ | 40 | 32 | 8 |
રિધમ હોસ્પિટલ | 35 | 35 | 0 |
સંજીવની હોસ્પિટલ | 37 | 37 | 0 |
શૈલેષ હોસ્પિટલ | 22 | 22 | 0 |
સત્યગો હોસ્પિટલ | 25 | 8 | 17 |
સ્વાસ્થ્ય હોસ્પિટલ | 25 | 25 | 0 |
અર્બન હોસ્પિટલ | 75 | 75 | 0 |
વાસુદેવ હોસ્પિટલ | 5 | 5 | 0 |
ઝવેરી હોસ્પિટલ | 29 | 27 | 2 |
ઝાયડસ હોસ્પિટલ | 321 | 244 | 77 |
*તા.19 એપ્રિલના રોજ કોવિડ હોસ્પિટલોમાં સાંજની ખાલી બેડની પરિસ્થિતિ |
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed