BREAKING : દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની વિરાટ ધર્મ સભામાં લોકો એ મોટી સંખ્યામાં આપી હાજરી : રાજયમંત્રી બચુભાઇ ખાબડ અને પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલપુરવાલા રહ્યા ઉપસ્થિત

દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દાહોદ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે વિરાટ ધર્મ સભાનું આયોજન કર્યું . આ વિરાટ હિન્દૂ સભામાં હઝારો ની સંખ્યાની ઉપસ્થિતિ ની અપેક્ષા રાખવામાં આવી હતી અને લોકો રવિવાર હોવા છતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પરંતુ લોકોને રામ મન્દિર મુદ્દે રસ ઓછો થઈ ગયો હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું.
આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપના રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, ફતેપુરા ધારા સભ્ય રમેશ કટારા, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલપુરવાળા, જિલ્લા પંચાયત ના સભ્યો તાલુકા પ્રમુખ પર્વત ડામોર, નગર પાલિકા પ્રમુખ અભિષેક મેડા તથા અન્ય સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્દ્રજીતજી મહારાજ કહ્યું હતું કે દરેક જિલ્લામાં  સાંસદ ને આવેદન આપી અને સભાઓ કરીઆ સરકારને અવાજ પહોચાડવાનો છે. અને જ્યારે બાબરી તોડી તો કોઈ ને પૂછ્યું નથી તો મંદિર બનાવવા માટે બાબરના ચમચાઓ અને બાબરની ઓલાદોને થોડી પુછીશું તેવું કહ્યું હતું તેઓ એવુ પણ કહ્યું હતું સંસદમાં આપડા હિન્દૂ બાબરો બેઠા છે જે રામ મંદિર મુદ્દે રોડ નાખે છે પણ હવે હમેં એ પણ દૂર કરીશું.
વિક્રમસિંહ ભાટી એ જણાવ્યું હતું કે વિશ્વ હિન્દૂ પરિષદ હમ જીસ રામકી બાત કરતે હૈ વો હિન્દુસ્તાન હમારા હૈ, 1528 મેં બાબર ક સેનાપતિ મીરવાઈકી અયોધ્યા આતા હૈ ઓર મંદિર તોડતા હૈ, કુછ સેક્યુલર હિન્દૂ કહેતે હે કી મંદિર કહી પે બનાદો, કયો રામ કા મંદિર કહી ઓર બને , રામ હિન્દુસ્તાન નહીં વિશ્વ કે આરાધ્ય દેવ હૈ ઉનકા મન્દિર વહી બનેગા તેઓ તેજાબી છટામાં જણાવ્યું હતું.આ અવેદનો દરેક જિલ્લામાં આપી અને સરકારને સંસદમાં ખરડો પસાર કરી રામ મંદિર બનાવવા માટે એક આખો માહોલ ખાડો કરીશું.
ત્યારબાદ વિશ્વહિન્દુ પરિષદ દ્વારા દાહોદ જિલ્લાના સાંસદને આ મુદ્દે આવેદન આપવામાં આવ્યું હતું અને સાંસદ પસ્થિત ના હોઈ આ આવેદન પ્રવાસન નિગમના ડિરેકટર સુધીર લાલપુરવાળા ને આપ્યું હતું અને તેઓ એ રજુઆત યોગ્ય જગ્યાએ પહોંચાડવાની ખાતરી આપી હતી અને ત્યાર બાદ મહારતી કરતી સભાનું સમાપન કરવામાં આવ્યું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: