Breaking : દાહોદના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.-2 પર રતલામ – દાહોદ મેમુ ટ્રેન આવતા તેમાંથી પડી જતા અજાણ્યા પુરુષનું મોત
તા.૦૧/૧૦/૨૦૧૮ અંદાજે રાત્રીના ૦૧:૩૦ કલાકની આસપાસ રતલામ – દાહોદ મેમુ ટ્રેન દાહોદના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં. – 2 પર આવતા જ કોઈ અજાણ્યા પુરુષ ટ્રેનમાંથી અચાનક કુદી પડતા તેને માથા તથા પગમાં ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ થયું હતું. આ ઇસમની અંદાજે ૪૦ વર્ષની ઉંમર હોવાનું માલુલ પડેલ છે.
આ અજાણ્યા પુરુષના ખિસ્સામાંથી કુનહેલ – બામણિયા સુધીની રેલ્વે ટીકીટ પણ મળેલ છે. મારનાર આ અજાણ્યા પુરુષ મજબૂત બાંધાનો, શરીરે ઘઉંવર્ણ, શરીર ઉપર આછા પીળા કલરનો લીટીવાળો આંખી બાયનું શર્ટ અને કમરે કાળા કલરની લીટીવાળું પેન્ટ પહેરેલ છે. રમણભાઈ માનસીગભાઈ હેડ કોન્સ્ટેબલ દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન, દાહોદનાઓ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવી.
Related News
દેશ વિરોધી પ્રવૃતિમાં Social Media માં દેશ ના શહીદ જવાનો વિરુદ્ધ મેસેજ વાઇરલ કરવા બદલ રાજસ્થાન જયપુરની NIMS યુનિવર્સિટીની ચાર મુસ્લિમ યુવતિઓને કરાઈ સસ્પેન્ડ
તાજેતરમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજસ્થાન જયપુરની NIMS યુનિવર્સિટીમાં પુલવામાંમાં થયેલ આતંકવાદી હુમલામાં બાદ જમ્મુRead More
phulwa attack rally at Dahod Photos
જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે તા. 14/2/’19 ના રોજ ભારતીય જવાનોની ટુકડી ઉપર થયેલ ગોઝારા હુમલા બાદRead More
Comments are Closed