BJP forms Record Breaker ‘Human Flag’ in Dahod to celebrate 35th foundation day

દાહોદ જીલ્લા ભાજપ દ્વારા તા:6 એપ્રિલ,2015 ના રોજ ભાજપના 36 મા સ્થાપના દિવસે દાહોદ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં એક નવતર કીર્તિમાન રચાયો હતો. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે વિરાટ માનવ ધ્વજ અને વિરાટ માનવ કમળની રચના કરી દાહોદ ભાજપે એક કિર્તીમાન સ્થાપ્યો છે.શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપ દેશમાં સૌથી વધુ સાંસદો સાથે દેશનો સૌથી મોટો સંસદીય પક્ષ બન્યો છે ત્યારે આવા સુવર્ણ સમયમાં ભારતીય જનતા પક્ષના દાહોદ એકમે સૌથી વિરાટ માનવ ધ્વજ બનાવવાનો નિશ્ચય કર્યો અને ભાજપના સ્થાપના દિવસે કોઇપણ રાજકીય પક્ષનો સૌથી મોટો માનવ ધ્વજ અને તેના ચૂંટણી ચિહ્ન કમળને વિશ્વનું સૌથી વિશાળ માનવ કમળ બનાવીને વિશ્વમાં એક કિર્તીમાન સ્થાપ્યો છે. આ કીર્તિમાન સ્થાપવા માટે ભાજપના દાહોદ એકમના 11 મંડલમાંથી 30,000થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ધ્વજમાં 33 ટકા હિસ્સો લીલો રંગ છે જેને મહિલા કાર્યકર્તાઓએ લીલી સાડી પહેરીને રચ્યો હતો. અને બાકીનો 67 ટકા હિસ્સો કેસરી રંગમાં સફેદ કમળ કાળી કિનારી સાથે હોઇ, તેને અનુક્રમે કેસરી, સફેદ અને કાળી ટોપી અને ટી શર્ટ પહેરીને કાર્યકર્તાઓએ બનાવ્યો હતો. આવો, આ વિશિષ્ઠ રેકોર્ડની તસ્વીરો આપણે અત્રે માણીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com  






Related News

Comments are Closed

%d bloggers like this: