dahodonline

 

🅱reaking : દાહોદમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વીજળી પડતા એકનું મોત

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ફરી ગાજવીજ અને વાવાજોડા સાથે વરસાદ. વરસાદથી કામકાજ પર અસર. ખરોદા ગામે વીજળી પડતા 42 વર્ષીય યુવક નું મોત. ખરોદા ગામ ના મુન્ડીયા ફળીયામાં ખેતરમાં કામ કરી રહેલા યુવક પર વીજળી પડતા તેનું ઘટના સ્થળે મોત. હાલ પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી.


🅱reaking : દાહોદમાં બપોરથી ફરી શરૂ થયો વરસાદ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં બપોરથી ફરી શરૂ થયો વરસાદ. દાહોદમાં પણ નવરાત્રીમાં ખેલૈયાના માટે દુઃખનું કારણ બન્યો વરસાદ. નવરાત્રીના ત્રીજા દિવસે પણ સતત વરસાદથી નવરાત્રી મંડળના આયોજકો મુંજવણમાં. દાહોદમાં પ્રસરી વાતાવરણમાં ઠંડક. રોકાઈ રોકાઈ અને પડી રહ્યો છે વરસાદ. લોકોના કામો ઉપર પડી રહી છે અસર. ગ્રામ્ય વિસ્તારના લોકો ને ખાસ કરીને દાહોદ સમાન લેવા આવવા માટે પડી રહી છે અગવડ


ફરિયાદ અને સંકલનની બેઠકમાં ગેરહાજર, મોડા આવવા કે પ્રેઝન્ટેશન રજૂ ન કરનારા અધિકારીઓને થાય છે વૃક્ષારોપણની નવતર શિક્ષા – ૧૦ વૃક્ષ પડે છે વાવવા : જિલ્લા કલેક્ટર વિજય ખરાડી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદના સરકારી અધિકારીઓને અનોખી શિક્ષા, બેઠકમાં મોડા આવે તો ૧૦ વૃક્ષો વાવવા પડે છે. બેઠકમાં મોડા આવવા બદલ કલેક્ટર વિજય ખરાડીએ કેટલાક અધિકારીઓને ૧૦ વૃક્ષો વાવી તેની તસવીરોના પૂરાવા આપવાની શિક્ષા કરી. સમયબદ્ધતાએ સુંદર ચારિત્ર્યનો પાયાનો ગુણ છે અને ખાસ કરીને તમારી પાસે મહત્વપૂર્ણ દાયિત્વ કે પદ હોય તેવા સંજોગોમાં સમયાનુશાસન જનસામાન્યને અપેક્ષિત હોય છે. આ વાતની પ્રતીતિ કરાવવા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફરિયાદ અને સંકલનની બેઠકમાં મોડા આવનારા, ગેરહાજર રહેનારા કે પોતાના હસ્તકના ખાતાનું પ્રેઝેન્ટેશન રજૂ ન કરનારાRead More


હોલીજોલી ગૃપ દ્વારા રાત્રી બીફોર નવરાત્રીનું કરવામાં આવ્યું ભવ્ય આયોજન : કલેક્ટર, એસ.પી. તથા એસ.ડી.એમ. રહ્યા ઉપસ્થિત

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના રળિયાતી રોડ પર આવેલ રાધે ગાર્ડન પાર્ટી પ્લોટ ખાતે તા.૨૮/૦૯/૨૦૧૯ ને શનિવારના રોજ હોલી-જોલી ગૃપ દ્વારા રાત્રી બીફોર નવરાત્રી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ રાત્રી બીફોર નવરાત્રીમાં દાહોદના જ ઇન્ટરનેશનલ ગરબા સિંગર એસ.કુમાર અને તેમની પાર્ટી દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ ગરબા ઉત્સવમાં દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર તથા એસ.ડી.એમ. તેજશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ ગરબા રમી ગરબા રસિકોનો ઉત્સાહ વધાર્યો હતો.આ ગરબા ઉત્સવમાંRead More


દાહોદ નગરમાં દિવાળીના પર્વને ધ્યાને લઇ ફટાકડાના વેચાણ – વિતરણ બાબતે જાહેરનામું બહાર પાડયું

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  ફટાકડાના પરવાનેદારોએ નિયત કરેલા ચોક્કસ સ્થળે જ નિયમોને આધીન ફટાકડાનું વેચાણ કરવું પડશે. દાહોદ શહેરમાં ફટાકડા વેચાણ માટે કેશવ-માધવ રંગમંચ સ્ટેશન રોડ નિયત સ્થળ તરીકે નક્કી કરવામાં આવ્યું દાહોદ, સોમવાર : દાહોદ શહેર દાહોદ જિલ્લાનું મુખ્ય મથક છે. શહેર વિસ્તારમાં જુદા જુદા ખાતાની કચેરીઓ, શાળાઓ, કોલેજો જેવી ઇમારતો આવેલી છે. આગામી દિવાળીના પર્વને ધ્યાને લઇ દાહોદ શહેરમાં જાહેર જનતાની સલામતી તેમજ આગ અકસ્માત જેવા બનાવોથી રક્ષણ મળી રહે તે હેતુથી ફટાકડાના પરવાનેદારોને નિયત કરેલા ચોક્કસ સ્થળે નિયમોને આધીન ફટાકડાનું વેચાણ કરવામાં આવેRead More


નવરાત્રીના પવિત્ર ત્યૌહારમાં ગૌ રક્ષક દળની ટીમે ટાઉન પોલીસની મદદથી ૫ ગૌવંશ કતલ થતા બચાવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજે તા.૨૯/૦૯/૨૦૧૯ ને રવિવારના રોજ ગૌરક્ષક દળને બાતમી મળેલ હતી કે દાહોદના ગરબાડા ચોકડી પાસેથી ગૌવંશ ચાલતા દાહોદ કસ્બામાં કતલ કરવા માટે લઇ જવામાં આવી રહ્યા છે. ત્યારે ગૌરક્ષકોએ દાહોદ ટાઉન પોલીસ અને સ્ટાફને સાથે રાખીને દાહોદના ગરબાડા ચોકડીથી ૫ ગૌવંશની ચાલતા કતલખાને લઈ જતા બચાવી હતી. અને આ બધા જ બચાવેલ ગૌવંશને દાહોદ અનાજ મહાજન ગૌશાળામાં સુરક્ષિત રીતે રાખવામાં આવી હતી. અને દાહોદ ટાઉન પોલીસ દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી.


દાહોદ નગર અને જિલ્લામાં કાર્યરત ઇ-સ્ટેમ્પિંગ અને ફ્રેન્કિંગ સેન્ટરની યાદી

દાહોદ જિલ્લામાં કાર્યરત કરવામાં આવેલા ઇ-સ્ટેમ્પિંગ અને ફ્રેન્કિંગ સેન્ટરની યાદી નીચે મુજબ છે. આગામી તા. ૧લી ઓક્ટોબરથી નોન જ્યુડિશયલ સ્ટેમ્પનું વેચાણ બંધ થવાનું છે. ત્યારે, નાગરિકો નીચે મુજબના સેન્ટરો ઉપર જઇ ઇ-સ્ટેમ્પિંગ અને ફ્રેન્કિંગ સેવાનો લાભ લઇ શકે છે. ઇ-સ્ટેમ્પીંગ સેન્ટરની યાદી ૧. દાહોદ, મામલતદાર કચેરી કંમ્પાઉન્ડ, દાહોદ. ૨.ગરબાડા, મામલતદાર કચેરી કંમ્પાઉન્ડ, ગરબાડા, ૦૨૬૭૭ ૨૩૩૪૯૦, ૩.દેવગઢ બારીયા, મામલતદાર કચેરી કંમ્પાઉન્ડ, દેવગઢ બારીયા, ૦૨૬૭૮ ૨૨૦૧૯૫, ૪.લીમખેડા, મામલતદાર કચેરી કંમ્પાઉન્ડ, લીમખેડા, ૦૨૬૭૭ ૨૨૨૦૩૫, ૫. ધાનપુર, મામલતદાર કચેરી કંમ્પાઉન્ડ, ધાનપુર, ૦૨૬૭૭ ૨૩૭૫૦૫, ૬.ફતેપુરા, મામલતદાર કચેરી કંમ્પાઉન્ડ, ફતેપુરા, ૦૨૬૭૫ ૨૩૩૧૫૦, ૭.ઝાલોદ, સબ-રજીસ્ટ્રાર કચેરી, ઝાલોદ,Read More


દાહોદ એસ.ટી. ડેપોના સીનીયર ડેપો મેનેજર દ્વારા નવા રૂટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી

દાહોદ જિલ્લા ના મુખ્ય મથક દાહોદ એસટી ડેપો દ્વારા મુસાફરો માટે વધુમાં વધુ સુવિધા શરૂ થઈ રહી છે તાજેતરમાં સવારે ૦૬:૦૦, ૦૮:૦૦, ૧૨:૦૦, ૧૮:૦૦, ૧૯:૦૦ કલાકની અમદાવાદની સી સર્વિસ ખૂબ સફળ રહી છે ત્યારે દાહોદ થી રાજકોટ જવા માટે સાંજે 19 કલાકે અદ્યતન સુવિધા યુક્ત એસી સ્લીપર કોચ પણ વધુમાં વધુ સફળ થઈ રહે છે ઉપરાંત દાહોદ ડેપો દ્વારા કચ્છના મુસાફરો માટે ટર્બો જ વધારાની સર્વિસ શરૂ કરેલ છે જે પીટોલ થી 18 15 કલાકે ઉપડશે અને દાહોદ થી 19 કલાકે ઉપડી 4:00 ભુજ પહોંચશે પરત 17 30 વાગ્યે પડશેRead More


શું તમને ખબર છે PUC ની ફી કેટલી ચૂકવવી પડે ? તો આ આર્ટિકલ વાંચો

 THIS NEWS IS SPONSORED BY –-RAHUL HONDA  હાલમાં સરકાર દ્વારા જુદા જુદા કાયદાઓ અમલમાં મૂકી દરેક વિભાગમાં કડક કાર્યવાહી કરી પગલાં ભરાય છે. ત્યારે વાહન વ્યવહાર વિભાગ ભારત સરકાર દ્વારા લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી હેલ્મેટ, વીમો, પી.યુ.સી. અને રજીસ્ટ્રેશન બુક, ડ્રાઇવિંગ લાઈસન્સ આ વસ્તુઓ વ્યક્તિએ વાહન ચલાવતી વખતે સાથે રાખવી અને તે પણ ઓરિજનીલ અને દ્વિચક્રી વાહન ધારકોએ હેલ્મેટ ફરજીયાત પહેરવો જેમાં આગળ વાહન હંકારનાર હોય તે અને પાછળ બેઠેલી વ્યક્તિએ પણ. જેના કારણે સમગ્ર ભારતમાં RTO કચેરી, હેલ્મેટ શોપ અને PUC માટે લાઈનો લાગી રહી છે. ત્યારેRead More


“હર ઘર નલ, હર ઘર જલ યોજના” મહિલાઓ માટે આશીર્વાદરૂપ : ઉનાળામાં પાણી માટે ભટકતી ફતેપુરા તાલુકાના ચીખલીની મહિલાઓના ઘર સુધી પહોંચ્યું પાણી

અંતરિયાળ એવા ચીખલી ગામના ૧૫૦ ઘરોમાં નળ કનેકશન અપાયા, હવે નળની ચકલી ખોલે ને પાણી આવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૯ના બજેટમાં જાહેર કરેલી યોજના “હર ઘર નલ, હર ઘર જલ યોજના” નો લાભ ફતેપુરના અંતરિયાળ ગામ ચીખલીને મળ્યો છે. દાહોદ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીય પેય જળ યોજના સાથે ચીખલી ગામને જોડી તમામ ઘરોને નળ થકી પાણી ઘરના આંગણા સુધી પહોંચાડી દીધું છે. ખાસ કરીને આ યોજના મહિલાઓ માટે આશીર્વાદ બનીને આવી છે. પહેલા માથે બેડા મૂકી પાણી માથે ભટકતી ચીખલીની મહિલાઓ હવે નળની ચકલી ખોલે ને પાણીRead More