ATM કૌભાંડ: દાહોદમાં કાર્ડ યુવક પાસે જ હોવા છતાં બે ATMમાંથી 5 વારમાં 85 હજાર ઉપડી ગયા, સાયબર નિષ્ણાતની મદદથી પોલીસ તપાસ શરૂ

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod, Even Though The Youth Had The Card, 85,000 People Took Off From Two ATMs In 5 Times, With The Help Of A Cyber Expert, The Police Started An Investigation.

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ભેજાબાજ વ્યક્તિ દ્વારા એટીએમ કાર્ડ ક્લોન કરી કારસ્તાન કર્યાની પૂર્ણ આશંકા
  • મૂળ થેરકાના અને દાહોદ પોલીસ હેડક્વાર્ટરના કોન્સ્ટેબલ છેતરાયા
  • બેલેન્સ ઓછું જણાતાં સ્ટેટમેન્ટ કઢાવતાં સમગ્ર ઘટનાની જાણ થઇ

દાહોદ શહેરમાં કાર્ડ પોતાની પાસે હોવા છતાં અન્ય ભેજાબાજે શહેરના જ બે એટીએમમાંથી 85 હજાર રૂપિયા કાઢી લીધા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના પોલીસ કર્મચારી સાથે જ બની છે. આ બનાવ અંગે દાહોદ શહેર પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. સાથે આ છેતરપિંડીને ગંભીરતાથી લઇને પોલીસે તલસ્પર્થી તપાસ શરૂ કરી છે. જે પ્રકારે રૂપિયા કઢાયા છે તે જોતા બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિ દ્વારા એટીએમ કાર્ડ ક્લોન કરીને આ ખેલ કરાયો હોવાની શંકા વ્યક્ત કરી છે.

થેરકા ગામના રહેવાસી અને દાહોદ પોલીસ હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મલસિંગભાઇ સંગાડાને અકસ્માત થતાં તેમના પગે ફ્રેક્ચર થયું હતું. પગેથી ચાલી શકાય તેમ ન હોવાથી પુત્ર રાજકુમાર એસબીઆઇના એટીએમ કાર્ડ દ્વારા એસબીઆઇના એટીએમમાંથી જ 2 જૂને 9500 રૂપિયા કાઢ્યા હતાં. પુન: રૂપિયા કાઢવા જતાં ટ્રાન્જેક્શન નહીં થતાં રાજકુમારે બેંકનો સંપર્ક સાધીને સ્ટેટમેન્ટ કઢાવતાં તે ચોંકી ઉઠ્યો હતો.

સ્ટેટમેન્ટમાં એસબીઆઇની મુખ્ય બ્રાન્ચ નીચે આવેલા એટીએમમાંથી 25 મેના રોજ ત્રણ વખતમાં મળીને 19 હજાર રૂપિયા, 28 મેના રોજ રેલવે સ્ટેશનના એટીએમમાંથી બે વખતમાં 20 હજાર, 31 મેના રોજ 5 હજાર મળીને કુલ 85 હજાર રૂપિયા ઉપડ્યા હોવાનું જણાયુ હતું. આ રૂપિયા રાજકુમારે કાઢ્યા જ ન હતાં.

27મેથી 31મે દરમિયાન મલસિંગભાઇના એસબીઆઇના 10584607305 એકાઉન્ટમાંથી રૂપિયા કાઢી અજાણી વ્યક્તિ દ્વારા છેતરપિંડી થઇ હોવાનું જણાતાં રાજકુમારે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને પોલીસે ગંભીરતાથી લઇને ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્ટ અને સાયબર નિષ્ણાતની મદદ લઇને તપાસ શરૂ કરી છે. બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી કોઇ વ્યક્તિ દ્વારા આ રૂપિયા કાઢવાનું કારસ્તાન કરવામાં આવ્યું હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અસલી ATM ક્લોન કરી બનાવટી કાર્ડ બનાવીને રૂપિયા કઢાયા હોવાની આશંકા
ભેજાબાજ દ્વારા એટીએમ ક્લોનિંગ દ્વારા આ છેતરપિંડી કરવામાં આવી હોવાનું જણાઇ રહ્યું છે. કૌભાંડ કરનાર ગઠિયા લેપટોપ, ક્લોનિંગ રાઈટર ડિવાઈસ સહિતના સાધનો સાથે વિવિધ બેંકોના એટીએમ સેન્ટર ઉપર વોચ રાખે છે. જ્યાં એટીએમમાંથી રૂપિયા ઉપાડવા આવનાર માણસોને મશીનમાંથી રૂપિયા કેવી રીતે ઉપાડવા તેવી મદદ કરવાના બહાને એ.ટી.એમ. કાર્ડ મેળવી તેનું ક્લોન કરી તેના ડેટા લેપટોપમાં ગઠિયા સ્ટોર કરી લે છે. દરમિયાન કાર્ડ હોલ્ડર એ.ટી.એમ. મશીનમાં પોતાનું પીન નંબર નાંખતા તે વખતે આ ટોળકીના સભ્યો ધ્યાનથી તે નંબર જોઈ લેતા હોય છે. બાદમાં ક્લોનિંગ કરવામાં આવેલા ડેટાના આધારે ડુપ્લિકેટ એ.ટી.એમ. બનાવી તેના માધ્યમથી ડેટા ટ્રાન્સફર કરી લેતા હોય છે. આ ડેટાના આધારે તેઓ દ્વારા રૂપિયા ઉપાડી લેવામાં આવે છે. ઘણા કિસ્સામાં ગઠિયા મોબાઇલ પણ હેક કરી લેતાં રૂપિયા કાઢે તે સમય દરમિયાન મોબાઇલ ઉપર મેસેજ પણ બંધ થઇ જતાં હોય છે. આ કિસ્સામાં પણ એટીએમ કાર્ડ ક્લોન કરીને છેતરપિંડી કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: