7th ”Dhol- Melo” of Dahod
દાહોદ ખાતે તા:28-02-’15 ના રોજ સતત 7 મા વર્ષે ઢોલમેળાનું સફળ આયોજન થયું હતું. ભારતીય અને ખાસ કરીને આપણી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાના સંનિષ્ઠ પ્રયત્નો અંતર્ગત યોજાયેલ આ ઢોલ-મેળામાં આ વર્ષે પણ અનેક ઢોલ મંડળીઓ ઉમટી હતી. આશરે 190 જેટલી ઢોલ મંડળીઓએ દાહોદના સીટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ઢોલ મેળામાં ભાગ લીધો હતો. દાહોદના અગ્રણી શ્રી નગરસિંહ પલાસની અધ્યક્ષતામાં યોજાતા આ ઢોલ મેળાના ઉદઘાટન ટાણે ગુજરાત પ્રવાસન નિગમના ડાયરેક્ટર અને દાહોદ પ્રભારી શ્રી અમિતભાઈ ઠાકર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનશ્રી કનૈયાલાલ કિશોરી સહીત અનેક અગ્રણીઓએ ઉપસ્થિત રહી આ વિશિષ્ઠ આયોજનને શુભેચ્છાઓ પાઠવી હતી. આવો, સચિન દેસાઈ અને શ્રી મનિષ જૈનએ લીધેલી આ તસવીરોથી આ ઢોલ મેળાને અત્રે માણીએ: Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021 & M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com
Related News
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (R.B.I.) એલર્ટ : Anydesk (એનીડેસ્ક) એપ્લિકેશન ડાઉનલોડ ન કરતા નહીં તો બેંક ખાતુ ખાલી થઈ જશે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જણાવવામાં આવે છે કે જો તમે સોશિયલRead More
🅱reaking Dahod : દાહોદના ખંગેલામાં 8 વર્ષની સગીરા સાથે દુષ્કર્મથી ચકચાર : પોલીસે આરોપીને કર્યો જેલ ભેગો
દાહોદમાં 8વર્ષ 11માસની સગીરા સાથે થયો બળાત્કાર દાહોદના ખંગેલા ગામના ટોલડુંગરી ની આRead More
Comments are Closed