62 દિવસની જહેમત બાદ ધામણના 12 બચ્ચા ઈંડા ફોડી બહાર નીકળ્યા
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- કોબ્રાથી બચાવી ધામણના ઈંડાને કુદરતી વાતાવરણ પૂરું પાડ્યું
બે માસ પૂર્વે દાહોદ નજીકના રાજપોર ગામે એક ઘરની બહાર એક કોબ્રા જોવાતો હોવાનો કોલ આવતા પ્રકૃતિ મિત્ર મંડળના સર્પવિદ્દ આકાશ પસાયા તેના રેસ્ક્યુ માટે ગયેલા. ત્યારે રાજપોર ગામે ઘરની બહાર એક દરમાં ભરાઈ ગઈ ગયેલ કોબ્રાને પકડવા જતા કોબ્રાની સાથે બફસ્ટ્રીપ કીલબેક (પીટ પટિત) નામે બિનઝેરી સાપ પણ જોવાતા તેને બંને સાપને રેસ્ક્યુ કર્યા હતા.
બાદમાં દરને ફંફોસતા તેમાંથી 12 ઈંડા પણ હાથ લાગ્યા હતા. જે બહાર કાઢ્યા બાદ ધામણ સાપના હોવાની જાણ થઈ હતી. ધામણના એક સાથે 12 ઈંડા જોવાતા તેને તેઓ પોતાના ઘરે લઈ આવેલા. અને પ્રકૃતિ મિત્ર મંડળની સાપ રેસ્ક્યુ કરતી ટીમના સભ્યોએ લાગલગાટ બે મહિના સુધી તે ઈંડાને કુદરતી રીતે જ સરસ મજાની માવજત મળે તેવું વાતાવરણ ઊભું કરી ધામણના ઈંડામાંથી બચ્ચા ક્યારે બહાર આવે તેની રાહ જોતા હતા. તેવામાં તા. 29.8.20 ને શનિવારે આ ઈંડામાંથી વારાફરતી એક બાદ એક 12 બચ્ચા બહાર આવી જવા પામ્યા હતા. આમ, પ્રકૃતિ મિત્ર મંડળની સ્નેક રેસ્ક્યુઅર ટીમની પ્રકૃતિપ્રેમીની હૂંફસભર માવજતથી દાહોદમાં એક સાથે ધામણના 12 બચ્ચા જન્મવાનો સૌ પ્રથમ કિસ્સો બનતા પ્રકૃતિપ્રેમીઓ ખુશખુશાલ થઈ જવા પામ્યા હતા.બાદમાં રવિવારે દાહોદ નજીકના એક વન્ય વિસ્તારમાં તમામ બચ્ચાઓને સલામત રીતે કુદરતી વાતાવરણમાં છોડી મુકવામાં આવ્યા હતા.
0
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed