6 ડિસેમ્બર 1992ના રોજ ઝાલોદના કારસેવક યુવકે શહીદી વ્હોરી હતી

  • ઝાલોદની ગલીઓમાં આજે પણ રાજેશનું ગૌરવગાન ગુંજી રહ્યું છે
  • અગ્રણીઓ સાથે 2 ડિસેમ્બરે અયોધ્યા જવા નીકળ્યો હતો

દિવ્ય ભાસ્કર

Aug 05, 2020, 04:00 AM IST

ઝાલોદ. ઝાલોદ નગર ઇતિહાસમાં આંદોલનકારી નગર તરીકે જાણીતું છે. આઝાદીની ચળવળથી લઇને કારસેવા સુધી અનેક આંદોલનમાં ઝાલોદ અગ્રેસર રહ્યું છે. ઝાલોદમાં લુહારવાડા દરજીની જમણવાડીના ખાંચામાં વર્ષો જૂના મકાનમાં રહેતા રમણલાલ સોનીના પરિવારનો ત્રીજો દીકરો રાજેશ સોની અઢારમાં વર્ષની ઉંમરે જ 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યા કારસેવા દરમિયાન શહીદ થતા ‘’શહીદ રાજેશ સોની’’ અમર થઈ ગયો અને ઝાલોદને પણ ગૌરવંત કરી ગયો.

આઝાદીની ચળવળથી લઇ કારસેવા સુધીના આંદોલનમાં ઝાલોદ અગ્રેસર રહ્યું છે
આજે જ્યારે 500 વર્ષના સંઘર્ષના વિરામ બાદ અયોધ્યા ખાતે રામમંદિરનો શિલાયન્સ થઈ રહ્યો છે ત્યારે અબજો રામભક્તોની આસ્થા કેન્દ્રના પાયાની ઈંટ મુકાય રહી છે. ત્યારે આ ધર્મયુદ્ધમાં દરેક નામી-અનામી ભક્તોએ બલિદાન આપ્યું છે. 2 ડિસેમ્બર 1992ના રોજ વિ.હિ. પરિષદ ઝાલોદના અગ્રણી સ્વ. હર્શદભાઈ મહેતાના નેતૃત્વમાં જીતુભાઇ દરજી, ગજુભાઈ પંચાલ, અને ભોનજીના હુલામણા નામથી ઓળખાતો રાજેશ સોની સાથે કારસેવકોની ટીમ ઝાલોદથી સન્માન ભેર રવાના થઈ હતી. 6 ડિસેમ્બરના કારસેવાના દિવસે સમગ્ર ભારતમાં ઉત્તેજના સભર વાતાવરણ હતું. ઝાલોદનો કારસેવક રાજેશ સોની કારસેવા દરમિયાન શહીદ થઈ જતા ગમગીની છવાઇ ગઇ હતી. 9 ડિસેમ્બરએ સવારે રેલ માર્ગે દાહોદ આવેલા રાજેશના પાર્થિવ શરીરને દાહોદથી ઝાલોદ લાવવામાં આવ્યો હતો. શહીદની અંતિમ યાત્રાએ ઝાલોદ નગરના ગૌરવશાળી પ્રસંગો પૈકી એક ‘’ગૌરવાન્તિ પ્રસંગ’’ બની ગયો હતો. એ ત્રણ દિવસ-રાત કાર્ય કરનારા કેટલા કાર્યકર્તાઓ આજે પણ એ દિવસો ભૂલી શકતા નથી. હજારોની સંખ્યામાં આવેલા રામભક્તોની ઉપસ્થિતિમાં સમી સાંજે ઝાલોદના સ્મશાનમાં શહીદ રાજેશ સોની પંચમહાભૂતમાં વિલિત થઈ ગયો પણ પોતે તો અમર થઈ ગયો અને ઝાલોદને પણ અમર કરી ગયો.

કાર સેવકોના બલિદાનના દિવસો ક્યારેય નહીં ભૂલાય
28 વર્ષ પછી રામમંદિરની શિલાયન્સ વિધિનો પ્રસંગ મારા માટે અતિ-ગૌરવ શાળી છે. 1992ની કારસેવા દરમિયાન સાથી કારસેવક રાજેશ સોનીની શહાદતના સ્મરણો આજે પણ શરીરના રોમ-રોમને કંપાવી નાખે છે. 2 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર 1992ના એ દિવસો ક્યારે નહી ભૂલાય. મને કાર સેવાની તક મળી તેને હું મારુ સદભાગ્ય માનું છું. અને હજારો કારસેવકોના બલિદાન માટે તેમને હું દિલથી નમન કરું છું. – જીતુભાઇ કે દરજી ,કારસેવક, ઝાલોદ

આજથી 28 વર્ષ પહેલાં શહીદ થયેલાં કારસેવક રાજેશના સ્મરણોને આજે પણ ગૌરવભેર યાદ કરાય છે
આજથી 28 વર્ષ પહેલા 18 વર્ષના યુવાન એવા શહીદ રાજેશના પડોસીઓ, સહ કાર્યકરો અને શહીદ પરિવારના સૌ સભ્ય આજે પણ શહીદ રાજેશના સ્મરણોને ગૌરવભેર યાદ કરે છે. ઝાલોદના પ્રત્યેક માણસને આજે શહીદ રાજેશ સોની અમર થયો તેની સાચી લાગણી અનુભવી રહ્યા છે. તેમજ ગામ અને પરિવારને ગૌરવની લાગણી અર્પણ કરી તે બધાના દિલમાં અમર રહેશે.


Related News

Comments are Closed

%d bloggers like this: