31મીને બળાત્કાર વિરોધી દિન તરીકે પ્રદર્શન : ‘આપ’ના કાર્યકરો ડિટેઇન, દાહોદમાં ધરણાં પર બેઠા પણ પોલીસે નિષ્ફળ બનાવ્યા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં આપ દ્વારા તા.31ને બળાત્કાર વિરોધી દિન તરીકે મનાવી ધરણાનું આયોજન કરાયુ હતું. ગાંધી અને સરદારના ગુજરાતમાં નિર્મમપણે વધતી બળાત્કારની ઘટનાઓના વિરોધમાં યોજાયેલ આ પ્રદર્શન પૂર્વે આપ દ્વારા એવી રજુઆત થઈ હતી કે ગુજરાતમાં બે વર્ષ દરમ્યાન 2700 જેટલી બળાત્કારની ઘટનાઓ ઘટી છે.

કાયદો અને વ્યવસ્થા કથળવા સાથે ગુજરાત મહિલા અસુરક્ષાનું હબ બનવા જઈ રહ્યું છે. ત્યારે લોકોને આ બાબતે સાવધાન અને જાગૃત કરવા આ વિરોધ પ્રદર્શનનું આયોજન થયું હતું. ‘આપ’ના દાહોદ જિલ્લા મહામંત્રી હાર્દિકકુમાર સોલંકીના વડપણ હેઠળ એક ટીમ આવીને દાહોદના માણેક ચોક નજીક આવેલ આંબેડકર ચોક ખાતે ધરણા માટે કાર્યકરો ભેગા થયા હતાં. આ વખતે ધસી આવેલી પોલીસે કાર્યકરોને ડિટેઇન કર્યા હતાં. આ વખતે વિરોધ દર્શાવી આપ પાર્ટીના કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પોકાર્યા હતાં.






Related News

Comments are Closed

%d bloggers like this: