2nd May, 2015 ‘Voice of Dahod’ is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, આપ સહુને ગઈકાલે 1 મે ના રોજ ઉજવાઈ ગયેલ ‘ગુજરાત દિવસ’ની શુભેચ્છાઓ.

આ સાથે આજનો તા:02-05-2015 નો ‘વોઈસ ઓફ દાહોદ’ નો અંક પ્રસ્તુત છે. તાજેતરમાં નેપાળ અને ભારતના અનેક ભાગોને ધ્રુજાવી ગયેલ ભૂકંપને ધ્યાને લઈને લખાયેલ ‘ડોકિયું’, ભારતીય સંસ્કૃતિ ભાગ-2 દર્શાવતું ‘પ્રકીર્ણ’ અને ‘સપ્તાહના સાત રંગ’ જેવી નિયમિત કોલમ્સ તો છે જ! આ ઉપરાંત સરસ મજાની શૈલીમાં આપણા જ્ઞાન અને વિચાર-સરણી વિષેનો સુખ્યાત ચિંતક શ્રી રોહિતભાઈ શાહનો લેખ અને દાહોદ ખાતે આઝાદી સમયના સુખ્યાત ક્રાંતિકારી એક્ટીવિટીસ્ટ શ્રી કમળાશંકર પંડ્યાના પુસ્તક ‘વેરાન જીવન’માંથી દાહોદના તત્કાલિન ઇતિહાસના સુવર્ણ કાળનો એક ભાગ વગેરે ‘ફીલર’ તરીકે છે. તો સાથે દાહોદ નગર પાલિકાની સામાન્ય સભા વિષે કે એક જમાનામાં દાહોદવાસીઓમાં પ્રિય એવા કમળના ફૂલથી લઇ અનેકવિધ સકારાત્મક સમાચાર પણ છે. આશા છે આપને આ વાંચન ગમતું હશે. આપના પ્રતિભાવો અને સૂચનો અમને અમારા ઈમેઈલ એડ્રેસ ઉપર પાઠવશો તો આનંદ થશે. અત્રે આ સાપ્તાહિકનું ટ્રેલર જોયા બાદ તેને પૂરેપૂરું વાંચવા માટે અમારી વેબસાઇટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

02-05-2015-Sample.jpg






Related News

Leave a Reply

%d bloggers like this: