28-02-’15 ‘Voice of Dahod’ is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, કેમ છો? આપ સહુને આ સપ્તાહે આવતા હોળીના પાવન મનભાવન પર્વની ખુબ ખુબ રંગબેરંગી શુભકામનાઓ. સ્વભાવિક રીતે જ આજના તા:28-02-2015 ના ”વોઈસ ઓફ દાહોદ”ના અંકમાં દાહોદની હોળીની સરસ મજાની સફર કરાવતું ”ડોકિયું” છે તો હોળીના ટાણે રેલાતાં સંગીતની રોચક માહિતી આપતું ”પ્રકીર્ણ” છે. સાથે ‘સપ્તાહના સાત રંગ” છે તો આપના નાણાના રોકાણની માહિતી આપતી આ ક્ષેત્રના તજજ્ઞ શ્રી સમીર દેસાઈ લિખિત કોલમ ‘ગેસ્ટ કોલમ’ છે. અને સાથે જ મોબાઈલના ઉપયોગ અંગે અંગુલી નિર્દેશ કરતું શ્રી હેમંતભાઈ સુથાર લિખિત ‘ફીલર’ પણ છે. દાહોદ ખાતે આજે શનિવારે આયોજિત ઢોલમેળા, વૈષ્ણવાચાર્યોની પ્રેરક ઉપસ્થિતિમાં ગત સપ્તાહે સંપન્ન થયેલ ફૂલફાગ સહિતના મહોત્સવો, હોળીની તૈયારીઓ, અને આગામી સોમવારે ભગીની સમાજ દ્વારા થનાર મહિલા દિનની ઉજવણીની માહિતી વગેરે સમાચાર સ્વરૂપે પીરસવામાં આવ્યા છે. આશા છે કે આપને તા:28-02-2015 નું આ ”વોઈસ ઓફ દાહોદ” પણ ગમશે જ! પરંતુ અત્રે માત્ર ટ્રેલર છે, આ અંકને પુરેપુરો વાંચવા કાજે આપે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લેવી આવકાર્ય રહેશે. અને હા, આપના સૂચનો- પ્રતિભાવ અમને અમારા ઈમેઈલ આઈ.ડી. ઉપર મોકલશો તો આનંદ થશે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail.com> dostiyaarki@gmail. com & sachindahod@gmail.com

AA.jpg28-02-2015- Sampe.jpg






Related News

Leave a Reply

%d bloggers like this: