238 ટ્રેનોમાં કોચ હવે અધ-વચ્ચેથી કપાશે કે જોડાશે નહીં

  • ટ્રેનોને સમયસર ચલાવવા અને સ્પીડ વધારવા માટે પગલું
  • 25થી 45 મિનિટનો સમય બચશે : રતલામ મંડળની 3 ટ્રેનોનો સમાવેશ

દિવ્ય ભાસ્કર

Aug 06, 2020, 04:00 AM IST

દાહોદ. દેશમાં 238થી વધુ ટ્રેનોમાં હવે અધવચ્ચે રસ્તામાં સ્લીપર કોચ નહીં જોડવા કે નહીં કાપવાનો રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના કારણે ટ્રેનોમાં જોડતી તમામ લિંક એક્સપ્રેસ પણ બંધ થઇ જશે. ટ્રેનોની સ્પીડ વધારવા અને સમયસર દોડાવવા માટે રેલવે બોર્ડે આ પગલુ ભર્યુ છે. આ માટે ખાસ જીરો બેસ્ટ ટાઇમ ટેબલ તૈયાર કરવામાં આવ્યુ છે.

જેથી રતલામ મંડળથી પસાર થતી ભોપાલ-જયપુર-ભોપાલ, બાંદ્રા ટર્મનસ-દેહરાદુન-બાંદ્રા ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ-ઉદયપુર-બાંદ્રા ટર્મિનસ ટ્રેન ઉપર પણ આ નિર્ણયની અસર થશે. હાલમાં ટ્રેનોમાં રસ્તામાં કોચ કાપવા અને જોડવા માટે શંટિંગ કરવું પડે છે. જેમાં 25થી 45 મીનીટ સુધીનો સમય ખર્ચાઇ જાય છે, જે હવે બચી જશે. લોકડાઉન પૂર્ણ રૂપે ખુલ્યા બાદ નિયમિત ટ્રેનો શરૂ થયા બાદ આ ટાઇમ ટેબલનો અમલ કરવામાં આવશે.

મંડળથી પસાર થતી કઇ-કઇ ટ્રેનો પર અસર થશે
} ભોપાલ-જયપુર-ભોપાલ ભોપાલથી જયપુર જતી વખતે આ ટ્રેનમાં આઠ કોચ ઇન્દૌર-જોધપુરના ઉજ્જૈનમાં જોડાય છે. જેથી ટ્રેનોને 30થી 40 મીનીટ ઉભી રાખવી પડે છે. જયપુરથી ભોપાલ જતી વખતે પણ આ ટલો જ સમય લાગે છે કારણ કે કોચ કપાઇને ઇન્દૌર જાય છે. કોચ કાપવા અને જોડવાનું બંધ કરતાં આ સમય બચી જશે.
} બાંદ્રા-ટર્મિનસ-ઉદયપુર-બાંદ્રા ટર્મિનસ આ ટ્રેન ચિત્તોડગઢમાં બે ભાગમાં વહેંચાઇ જાય છે. અરધા કોચ અજમેર અને અરધા ઉદયપુર જતાં રહે છે. પાછા વળતી વખતે આ કોચ ફરીથી ચિત્તોગઢ આવી જોડાય છે. તેમાં પણ 35થી 45 મીનીટ લાગે છે. આ રૂટીન પણ હવે બંધ થઇ જશે.
} બાંદ્રા ટર્મિનસ-દેહરાદુન-બાંદ્રા ટર્મિનસ આની મંદસૌરથી દોડતી આઠ કોચ વાળી લિંગ એક્સપ્રેસ બંધ થઇ જશે. મુખ્ય ટ્રેન રતલામ, નાગદા, કોટા થઇને દોડે છે. આઠ કોચની લિંગ એક્સપ્રેસ મંદસૌરથી ચાલી કોટામાં જોયા છે. આ ડબ્બા મેરઠ સિટીમાં જઇને ફરી કપાઇ જાય છે અને પાછી વળતી ટ્રેનમાં જોડાઇને વાય કોટા થઇને મદસૌર સુધી આવે છે.

ઝીરો બેસ્ટ ટાઇમ ટેબલ શું છે
કોવિડ-19 મહામારીને લીધે લાગેલા લોકડાઉનમાં દેશની તમામ (સ્પેશ્યલને બાદ કરતાં) નિયમિત ટ્રેનો બંધ છે. ટ્રેનો નહીં ચાલતા ચાર્ટ શૂન્ય થઇ ગયો છે. જેથી રેલવેને ડિમાંડ, કોચની ઉપલબ્ધતા, ઓપરેશન રિસર્ચ ટ્રાન્સપોર્ટેશન અલ્ગોરિદમ દ્વારા નવો ટાઇમ ટેબલ બનાવવાની તક મળી ગઇ હતી. તેમાં ટ્રેનોની શેડ્યુલિંગ એ પ્રમાણે કરાઇ છે જેથી કોઇ એક ટ્રેનને પાસ કરવા માટે બીજી ટ્રેનને રોકવી નહીં પડે. ટ્રેનોના સ્ટોપેજ ઓછા થઇ જશે. તે ઓછા સમયમાં લાંબુ અંતર કાપી શકશે.

તમામ ટ્રેનો નવેસરથી ચલાવાશે
દેશની તમામ લિંક એક્સપ્રેસ ટ્રેન બંધ થઇ જશે. રેલવેનું ફોકસ ટ્રેનોને સમય અને સ્પીડે ચાલવવાનું છે. આ માટે જીરો બસ્ડ ટાઇમ ટેબલથી લઇને મોટા સ્તરે મહેનત ચાલી રહી છે. તેમાં તમામ ટ્રેનોને નવેસરથી ચલાવાશે. તેનો અમલ ક્યારથી થશે તે અત્યારે કહી શકાય તેમ નથી. >વિનીત ગુપ્તા, ડીઆરએમ, રતલામ મંડળ


Related News

Comments are Closed

%d bloggers like this: