23.84 લાખનું કૌભાંડ: દાહોદ જિલ્લા પંચાયતના ડીએલઇ કિસાન યોજના કૌભાંડમાં બે યુવકોની ધરપકડ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બે આઇડીમાંથી 77 ખોટી અને 3 માસ્ટર આઇડી બનાવી હતી : 51 લોકોના નામ પોલીસને મળ્યા
  • ખેતીવાડી અધિકારીના આઇડીથી 9990 લોકોના નામ એપ્રુવ કર્યા હતા!

દાહોદ જિલ્લામાં પણ ખેડુત ખાતેદારોએ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ લેવા માટે પોર્ટલ ઉપર નામ ચઢાવ્યા હતાં. ત્યારે આ યોજનામાં કૌભાંડ કરનારા પણ ઉભા થઇ જતાં દાહોદ જિલ્લાના જુદા-જુદા તાલુકામાં પોર્ટલ ઉપર ચઢાવેલી અરજીઓની ચકાસણી શરૂ કરી હતી. 35436 અરજીઓની ચકાસણી કરતાં આશ્ચર્યજનક રીતે 32717 ખાતેદારો ખોટાનું સામે આવ્યુ હતું. માત્ર 2719 ખેડુત જ સાચા નીકળ્યા હતાં.

પોર્ટલ પર ખોટુ નામ ચઢાવનારા 1191 લોકો તો એવા હતાં જેમને સહાય પેટે 23.82 લાખ ચુકાવાયા હતાં. સરકારના પાસેથી ખોટી રીતે નાણા મેળવવા ખોટા દસ્તાવેજો ઉભા કરતાં છેતરપીંડી અને વિશ્વાશઘાતની ફરિયાદ નોંધાઇ હતી. તપાસ દાહોદના સીપીઆઇ એસ.પી કરેનને સોંપી હતી.

તપાસ દરમિયાન જિલ્લાના કુલ 17370 ફોર્મની યાદીને જુદી તારવીને ખોટા ખેડુત ખાતેદારોના નામ પોર્ટલની કઇ આઇ.ડીથી એપ્રુવ થયા છે તે જાણ્યુ હતું. ડેટા એનાલીસીસમાં બોરીદાના માઇકલ પીટર તાવીયાડનું નામ સામે આવ્યુ હતું. પુછપરછ કરતાં તેઓને બે આઇડી હડમતના અને જિ. પં.માં ડીએલઇ તરીકે ફરજ બજાવતા મયુરકુમાર નારસિંગ ડામોરે બનાવ્યુ હતું.

આ બે આઇડીથી 4700 લોકો જે ખેડુત ખાતેદાર ન હતાં ખોટા ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યુ હતું. તેણે બે આઇડીમાંથી 77 ખોટી આઇડી બનાવવા સાથે 3 માસ્ટર આઇડી બનાવી હતી તે આઇડીને ડિસ્ટ્રીક્ટ લેવલના રોલ આપ્યા હતાં. આ આઇડી મેળવનાર 51ના નામ પોલીસને મળ્યા છે. મયુરે ખેતીવાડી અધિકારીની આઇડીનો ઉપયોગ કરીને 9990 ખેડુત ખાતેદાર ન હોય તેવા ફોર્મ એપ્રુવ કર્યા હતાં. મયુર અને માઇકલ પાસેથી ત્રણ ફોન પણ જપ્ત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: