Monday, July 26th, 2021

 

ધરપકડ: લૂંટ, ધાડમાં ખજુરીયા ગેંગના 2 ખૂંખાર આરોપીઓ ઝડપાયા

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક લૂંટ, ધાડ, ઘરફોડ ચોરીમાં ત્રણ વર્ષથી નાસતો ફરતો ઝડપાયેલો આરોપી કૈલાશ ગલાલ પલાસ અને પંકજ ઉર્ફે પંકેજ ઉર્ફે કાણીયો મથુર પલાસ. જેસાવાડા આશ્રમ રોડ ઉપર LCBએ બાતમીથી ઝડપ્યાં જેસાવાડા, લીમખેડા, ગરબાડાના 9 ગુનાનો ભેદ ઉકેલાયો દાહોદ એસ.પી. હિતેશ જોયસરે જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવા સારુ ડ્રાઇવનું આયોજન કર્યુ હતું. આ ડ્રાઇવ દરમિયાન જિલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારુ અને લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરીની ગેંગોના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે LCB પીઆઇ બી.ડી.શાહે જરૂરી સૂચના અને માર્ગદર્શન કર્યુ હતું. જેRead More


મુશ્કેલી: દાહોદમાં વરસાદી લાઈનની જાળીઓથી થતાં અકસ્માતો

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં સ્માર્ટ સિટીની કાર્યવાહી અંતર્ગત વરસાદી પાણીના પ્રોજેક્ટની જાળીઓ રસ્તાથી નીચાઈએ ફીટ કરાતા સર્જાયેલી મુશ્કેલી. રસ્તા કરતા સ્ટોર્મ વોટર લાઈનની જાળીઓનું લેવલ નીચું રખાતા થઇ રહેલા અકસ્માતો વરસાદમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા દાહોદમાં સ્માર્ટ સિટીની કાર્યવાહી અંતર્ગત થયેલ વરસાદી પાણીની લાઈન પ્રોજેક્ટમાં રસ્તા ઉપર ફિટ કરાયેલ જાળીઓનું સ્તર રસ્તાથી નીચું રહેતા વરસાદ ટાણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. દાહોદ શહેરનો સ્માર્ટ સિટી યોજનામાં સમાવેશ થયા બાદ હવે ક્રમશઃ સ્માર્ટ સિટીની વિવિધ કાર્યવાહીઓ ઝડપભેર ચાલી રહી છે. ત્યારે વર્ષોથી એમ જ નિરર્થક વહી જતાRead More


મેઘરાજાની મહેર: દાહોદ જિલ્લામાં એક દિવસના જ વરસાદમાં 6 ડેમના જળસ્તર વધ્યા

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ગત વર્ષની 26 જુલાઇની સરખામણીએ 7 તાલુકામાં વરસાદની ટકાવારીમાં થયેલો વધારો પાટાડુંગરી અને કબૂતરી ડેમની સપાટીમાં કોઇ વધારો નોંધાયો નહીં દાહોદ તથા ધાનપુરમાં વરસાદની ટકાવારી ઘટી 6 જેટલાં ડેમની સપાટીમાં 0.5થી લઇ 3.55 મીટર સુધીનો વધારો દાહોદ જિલ્લામાં મેઘરાજાની મહેરથી ખેડૂતોના મોઢે ખુશાલી છે. રવિવારના ધોધમાર વરસાદ બાદ સોમવારે નીકળેલો ઉઘાડ ખેતી માટે લાભકારક મનાઇ રહ્યો છે. છેલ્લા 20 વર્ષ દરમિયાન જિલ્લાના નવે તાલુકાઓમાં પડેલા વરસાદની સરેરાશ સામે ગત વર્ષની 26 જુલાઇની સરખામણીએ આ વર્ષે 7 તાલુકામાં સંતોષકારક વરસાદ છે જ્યારે બે તાલુકામાં વરસાદની ઘટRead More


મેઘો મહેરબાન: દાહોદ જિલ્લામાં વરસાદથી 1.83 લાખ હેક્ટરમાં થયેલા વાવેતરને હાલ પુરતું જીવતદાન મળ્યુ

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક દાહોદ જિલ્લામાં ચારેકોર મેઘમહેર થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર દોડી ગઇ છે.જિલ્લામાં ખરે ટાંકણે જ વરસાદ આવતા 1,83,117 હેક્ટરમાં કરેલા વાવેતરને જીવતદાન મળ્યુ છે.બીજી તરફ જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક તો થઇ છે પરંતુ હજી એક પણ ડેમમાં પાણી પૂર્ણ સપાટીએ પહોંચ્યુ નથી.જિલ્લામાં ગઇ કાલે સાર્વત્રિક વરસાદ બાદ આજે ઉઘાડ વચ્ચે કેટલાક તાાલુકાઓમાં વરસાદ વરસતો રહ્યો છે. દાહોદ જિલ્લામાં આ વખતે ચોમાસુ મોડુ શરુ થયુ હતુ.જેથી વાવેતર પણ વિલંબથી કરવામાં આવ્યુ હતુ.તેવા સમયે વરસાદ ખેંચાતા જિલ્લામાં કરેલા 1,83,117 હેક્ટરમાં કરેલા વાવેતરRead More