Friday, July 16th, 2021
લૂંટ: લીમડીમાં વેપારીને લાત મારી ચાંદીના દાગીના તથા રોકડ ભરેલી થેલીની લૂંટ
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક લાત મારતાં નીચે પડતાં વેપારીને પગે ઇજા થતાં સારવાર માટે લઇ જવાયા લોકોએ પીછો કરતાં લૂંટારુઓ થેલી ફેંકી ભાગ્યા એકને ઝડપી પાડ્યો જ્યારે અન્ય એક ફરાર સીમલખેડી અને ખરસોડ ગામના યુવક સામે ફરિયાદ લીમડી નવાબજારમાં દુકાનના તાળા ખોલતી વખતે વેપારીને લાત મારી નીચે પાડી દઇ ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ભરેલી થેલી લઇને મોટર સાયકલ ઉપર ભાગી ગયા હતા. બુમાબુમ થતાં લોકોએ પીછો કરતાં લૂંટારૂઓએ થોડે દૂર જઇ દાગીના તથા રૂપિયા ભરેલી થેલી ફેંકી ભાગતા લોકોએ પીછો કરી એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક મોટરRead More
લૂંટ: રસ્તો બતાવવાના બહાને ઇકોમાં બેસાડી લૂંટ ચલાવી
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ડ્રાઇવર સહિત પાંચ લોકો સામે ગુનો દાહોદ જિલ્લાના લીમડીમાં રસ્તો બતાવવાના બહાને યુવકને ઇકો ગાડીમાં બેસાડી તેની પાસેથી બે ભોરિયા એક મોબાઇલ તથા 25 હજાર રૂપિયા રોકડાની લૂંટ કરી પાંચ લોકો ભાગી ગયા હતા. આ સંદર્ભે લીમડી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટ સાબલી ગામના અમિતભાઇ રસુભાઇ બારીયા તેમની પત્ની સાથે તા.13મીના રોજ સુરતથી મજુરી કામેથી પરત પોતાના વતન આવ્યા હતા. ત્યારે લીમડી બસ સ્ટશેન ઉપર ઉતર્યા હતા. ત્યારે તેમના પિતાએ ફોનમાં રિચાર્જ અને શોકભાજી લાવવાનું કહેતા કારઠ રોડ ઉપર પત્નીનેRead More
ચોરી: કંથાગરમાં 2 માસ અગાઉ કોરોનામાં મોતને ભેટેલા 4 સભ્યોના મકાનમાં તસ્કરી
સુખસરએક કલાક પહેલા કૉપી લિંક તસ્કરોએ બંધ મકાનમાં તોડફોડ કરી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંથાગરમાં બંધ મકાનને નિશાન બનાવી તાળા તોડી ઘરમાં પ્રવેશી અને તિજોરીઓની પણ તોડફોડ કરી પરંતુ તેઓને કંઇ હાથ ન લાગતાં મકાનની બાજુમાં આવેલ બોરમાંથી મોટરની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા કંથાગર ગામના ઉસરા ફળિયા ખાતે રહેતા ચુનીલાલભાઈ બારીયા વડોદરા ખાતે સરકારી નોકરી કરતા હતા. જેઓ ગત બે માસ અગાઉ કોરોના સંક્રમણમાં સપડાઇ ગયા હતા અને કોરોનાની સારવાર દરમિયાનમાં ચુનીલાલભાઇ બારિયાનુ મોત નીપજ્યું હતું.Read More
જાગૃતિ અભિયાન: દાહોદ જિલ્લામાં મહિલા સુરક્ષા સમિતિઓની રચના
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક બે દિવસમાં મામલતદારાનેે કાર્યક્ષેત્રના તમામ ગામોની મુલાકાત લઇ રિપોર્ટ કરવા જણાવ્યું ધાનપુરના ખજૂરી ગામે એક પરિણીતા સાથે બનેલા અમાનવીય બનાવને કેન્દ્રસ્થ રાખીને ભવિષ્યમાં આવા બનાવો નિવારી શકાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય કક્ષાએ મહિલા સુરક્ષા સમિતિ બનાવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લાના તમામ મામતલદારોએ આ આ આદેશનું તત્કાલ અમલીકરણ કરી ગરબાડા, ધાનપુર અને દાહોદ તાલુકાના આંતરરાજ્ય સરહદ ઉપર આવેલા ગામોમાં મુલાકાત લઇ મહિલાઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવા અને પ્રજાજનોમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરવા માટે અભિયાન ચલાવવા જણાવ્યુંRead More
હુમલો: ગામડીમાં ગેરકાયદે જમીનમાં ખેડાણ મુદ્દે ટોળાનો હુમલો : છ લોકોને ઇજા
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક લાકડીઓ અને છૂટ્ટા પથ્થરો મારી હુમલો કરાતા 10 સામે રાયોટિંગનો ગુનો ઝાલોદના ગામડી ગામમાં ગેરકાયદે રીતે જમીનમાં ખેડાણ કરતા સમાજવા જતાં ટોળાએ લાકડીઓ અને છુટ્ટા પથ્થરો મારી હુમલો કરી છ જેટલા લોકોને ઇજા થઇ હતી. આ સંદર્ભે ફરિયાદ નોંધાવતાં ચાકલિયા પોલીસે 10 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામડી ગામના જોર્ડન સામસુન ગણાવા, સામસુન ગણાવા, પ્રિતેશ સીમોન ગણાવા, જસ્ટીન હાબેલ ગણાવા, મારથાબેન જયાનંદ ગણાવા, હાલુ ગણાવા, મનીષ હાલુ ગણાવા, કનુ ગણાવા, સબુરીબેન કનુ ગણાવા તથા મીનાબેન કનુભાઇ ગણાવાનીRead More
વરસાદ: દાહોદ જિ.માં વરસાદે આરામ ફરમાવ્યો અન્ય તાલુકાઓ ઓછોવત્તા ભીંજાયા
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ગુરુવારે વીજળીના કડાકા સાથે દાહોદમાં 27 મિમી વરસાદ દાહોદ જિલ્લામાં શુક્રવારે ઉકળાટ સાથે વરસાદે દિવસભર વિરામ ફરમાવ્યો હતો. ગુરુવારે બપોરે અને રાતના સમયે જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં ઓછેવત્તે અંશે વરસાદ નોંધાયો હતો. તા.16ના રોજ જિલ્લાભરમાં વરસાદે વિરામ ફરમાવ્યો હતો. જોકે તા.15 જુલાઈની બપોરે અને રાતના સમયે વરસેલા વરસાદ અંતર્ગત દાહોદમાં 27 મીમી વરસાદ નોંધાયો હતો. તો સાથે જિલ્લાના ગરબાડામાં 3, ઝાલોદમાં 4, દેવગઢ બારિયામાં 7, ધાનપુરમાં 1, ફતેપુરામાં 2, લીમખેડામાં 9, સંજેલીમાં 3 અને સીંગવડમાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદના પ્રમાણમાં મોટા કહેવાય તેવાRead More
તાલુકાનો વિકાસ: વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત ધાનપુર તાલુકાના જનકલ્યાણના કામો માટે ઓનલાઇન બેઠક યોજાઈ
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ધાનપુર તાલુકામાં વિવિધ વિકાસકાર્યો માટે બે કરોડનાં કામોને સૈદ્ધાંતિક મંજૂરી વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત અંતરિયાળ ધાનપુર તાલુકામાં વિવિધ જનકલ્યાણના કામો કરવા માટે ઓનલાઇન બેઠક યોજાઇ હતી. જેમાં ધાનપુર તાલુકાના ધારાસભ્ય તરીકે રાજયમંત્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં ધાનપુરના વિવિધ વિકાસકાર્યો માટે રૂ. બે કરોડનાં કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ વિકાસકાર્યોમાં તાલુકામાં રોડ-રસ્તા તેમજ પાયાની માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે. તાલુકામાં સામાન્ય માણસની જરૂરીયાતોને ધ્યાને રાખીને સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને વિકાસકાર્યોના ફળ ઝડપથી લોકો સુધી પહોંચે એ માટેનું આયોજન કરવામાં આવ્યુંRead More
વધુ એક બનાવ બર્બરતાનો: દેવગઢ બારિયામાં પતિએ પત્ની અને તેના પ્રમીનું અપહરણ કર્યું, માર મારી બન્નેના વાળ કાપી નાંખ્યા
દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક મહિલાના ગર્ભમાં તેના પ્રેમીનું બાળક ઊછરી રહ્યું છે પરિણીતાએ પતિ પર ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો કેસની મુદતમાં પરિણીતા હાજર ન રહેતાં પતિએ જુલમ ગુજાર્યો દાહોદ જિલ્લામાં તાલિબાની સજા અને બર્બરતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે દિવસ પહેલાં જ જિલ્લાના ધાનપુરના ખજૂરીમાં એક પરિણીતા પ્રેમી સાથે ભાગી ગઇ હતી. તેને પ્રેમી સાથે પકડી લાવીને પરિણીતાના જાહેરમાં કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા. પતિને પરિણીતાના ખભા પર બેસાડીને ગામમાં ફેરવવામાં આવી હતી, ત્યારે 12 જૂનના રોજ આવી જ એક ઘટના બની હતી. આ ઘટના દેવગઢRead More