Wednesday, July 14th, 2021
દાહોદની ઘટનાનો કેબિનેટમાં પડઘો: CMએ કહ્યું, ‘દાખલો બેસે તેવી કાર્યવાહી કરો’; ધાનપુરમાં પરિણીતાને સાસરીયાએ નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવી હતી
ગાંધીનગર43 મિનિટ પહેલા કૉપી લિંક પતિ અને દિયરે સ્ત્રીના જાહેરમાં કપડાં ઉતાર્યા હતા ધાનપુરના ખજૂરી ગામે પરિણીતાને પતિ, સાસરિયાએ નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવવાની ઘૃણાસ્પદ ઘટના 14 આરોપીની ધરપકડ કરી પીડિતાને પોલીસ રક્ષણ અપાયું દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામે પરિણીતાને પતિ અને સાસરિયાંએ નિર્વસ્ત્ર કરવાની ઘૃણાસ્પદ ઘટનાના પડઘા કેબિનેટ બેઠકમાં પડ્યા હતા. અખબારી અહેવાલના પગલે સરકારે ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોપીઓ સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રીને સૂચના આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને સંવેદનશીલતાથી લીધી છે.Read More
આદેશ: સંજેલીમાં શોષ ખાડા બનાવવા, પૂરવા પંચાયતને TDOનો આદેશ
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સંજેલી ટીડીઓ સરપંચ અને તલાટીએ રોડ પર પાણી કાઢનાર મકાનોની મુલાકાત લીધી હતી. ટીડીઓ, સરપંચ, તલાટીએ મકાનોની મુલાકાત લીધી સંજેલી ચામડી ફળિયામા રહેણાંક મકાન માલિકો બેરોકટોક પાણી રોડ પર કાઢવા મંડ્યા હતા. જેથી ગંદા પાણી રોડ પર ફરી વળતા અવર જવર કરતા વાહનો તેમજ લોકોને મુશ્કેલીનો સામનો જંતુજન્ય રોગો કે કોલેરા ફાટી નિકળે તેવી દહેશત રોડ પરના ખાડા પુરવા તેમજ ઘરે ઘરે શોષખાડા બનાવવા ટીડીઓએ પંચાયતને આદેશ કર્યો હતો. સંજેલી ચામડીયા ફળિયાના સ્થાનિક રહીશો દ્વારા પોતાના મકાનના ગંદા પાણી રોડ પર કાઢતા મુખ્ય માર્ગ પરRead More
ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘મારી દીકરીને ત્રણ કલાક ફેરવી, ચીંથરા ખેંચી નાંખ્યા, તેનું છૂટું કરાવો’
દાહોદ2 કલાક પહેલાલેખક: ઇરફાન મલેક કૉપી લિંક આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતાં. પીડિતાની માતાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી પોલીસની સુરક્ષામાં પીડિતાના આધાર-ચૂંટણી કાર્ડની અરજી કરાઇ લોકોએ ઘર છોડી દેતાં ખજૂરી ગામના વન ફળિયામાં સન્નાટો વીડિયો કોણે ઉતાર્યાે તે બાબતની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે ધાનપુર તાલુકાના ખજુરી ગામમાં પ્રેમી પાસે જતી રહેલી પત્નીને તાલિબાની સજાના ભાગ રૂપે પતિએ તેને ખભે બેસીને ગામમાં તેનો વરઘોડો કાઢી તેને નિર્વસ્ત્ર કરવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. ત્યારે બુધવારે ભાસ્કર ઘટના બની હતી તે ખજુરી ગામનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાંRead More
ફરિયાદ: ખેતર ખેડવા મુદ્દે તકરારમાં 1ને તલવાર વાગતા હથેળીમાં ઇજા
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક છોડાવવા પડેલા પુત્ર-પુત્રીને પણ લાકડી વડે માર માર્યો ભાઠીવાડામાં કુટુંબી બે કાકા સામે ફરિયાદ નોંધાવી દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામના બચુભાઇ કાળુભાઇ ગણાવા તથા સુનિલભાઇ કનુભાઇ ગણાવા બન્ને જણા તેમના કુટુંબી માનસીંગભાઇ હકજીભાઇ ગણાવાના ઘર આગળ જઇ ગાળો બોલી માળવાળુ પાનવો ખેતર અમારૂ છે તેમાં તમો કેમ ખેડી નાખ્યુ તેમ કહેતા હતા. જેથી માનસીંગભાઇના પિતા હકજીભાઇ ઘરની બહાર આવી ગાળો બોલવાનું ના પાડતાં અને આ ખેતરમાં પંચોરાહે ભાગ પડેલ છે તે ભાગ જ અમે ખેડીએ છીએ તેમ કહેતા બચુ ગણાવા હકજીભાઇ સાથે ઝપાઝપી કરી તેના હાથમાનીRead More
નરાધમો સામે કાર્યવાહી: દાહોદના ખજૂરીમાં પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને નિર્વસ્ત્ર કરી અત્યાચાર ગુજારનારા 19 લોકોની ધરપકડ
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પરિણીતાના ખભા પર પતિને બેસાડી ગામમાં વરઘોડો પણ કાઢ્યો હતો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે ગતરોજ ચકચારી બનાવ બન્યો હતો. જેમાં એક પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી જતા તેને પતિ તથા સાસરિયાઓ તેમજ ગ્રામજનોના 20થી વધુ ટોળાએ નિવસ્ત્ર કરી તેના ખભા ઉપર પતિને બેસાડી ગામમાં ફેરવી હતી. આ ઘટનાનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે આ મામલે 20થી વધુ વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ સંદર્ભે એકશનમાં આવેલી પોલીસે 19 જેટલા લોકોની આજે ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.Read More
બુટલેગરો બેફામ: મગફળી તેમજ કાજુના ફોતરાના થેલાઓની આડમાં લઇ જવાતો લાખો રુપિયાનો વિદેશી દારૂ દેવગઢ બારીઆ પોલીસે ઝડપી લીધો
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારીઆના અસાયડી ગામ પાસેથી ટ્રકમાં લઈ જવાતો 11.29 લાખનો દારૂ ઝડપાયો ટ્રક સાથે કુલ રૂ. 16.39 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં બુટલેગરોને જાણે કે કાયદાનો ડર ના હોય તેમ બેફામ બન્યાં છે. જ્યારે બુટલેગરોને દબોચી લેવા પોલીસ પણ એક્શન મોડમાં છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના અસાયડી ગામ પાસેથી પોલીસે ટ્રકમાં મગફળી તેમજ કાજુના ફોતરાના થેલાઓની આડમાં લઇ જવાતા રૂપિયા 11 લાખથી વધુના વિદેશી દારૂ સાથે કુલ રુપિયા 16 લાખ 39 હજાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં બે બુટલેગરોનેRead More