Tuesday, July 13th, 2021
ધરપકડ: અસાયડી ગામે હાઇવે પરથી 11 લાખના દારૂ સાથે મહારાષ્ટ્રના બે શખ્સો ઝડપાયા
દેવગઢ બારિયાએક કલાક પહેલા કૉપી લિંક LCBએ વહેલી પરોઢે ટ્રક રોકી દારૂ સહિત 16 લાખનો મુદ્દામાલ ઝડપ્યો દાહોદ એલ.સી.બી.એ અસાયડી ગામેથી પેટ્રોલીંગ દરમિયાન વહેલી પરોઢે શંકા જતાં ટ્રક રોકી તેમાં તપાસ કરતાં 11 લાખ ઉપરાંતનો દારૂ મળી આવ્યો હતો. દારૂ તથા બે મોબાઇલ અને ટ્રક મળી કુલ 16,39,200ના મુદ્દામાલ સાથે મહારાષ્ટ્રના બે વ્યક્તિની ધરપકડ કરી દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દાહોદ જિલ્લામાં અસામાજિક પ્રવૃતિઓને ડામવા તથા દારૂ અને જુગાર જેવી પ્રવૃતિઓને નેસ્ત નાબૂદ કરવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરએ સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લાના તમામ પોલીસRead More
આયોજન: દાહોદ જીલ્લામાં લશ્કરમાં ભરતી માટે નિ:શુલ્ક નિવાસી તાલીમ
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક તાલીમ વર્ગ તા.17 જુલાઇથી દાહોદ ખાતે શરૂ થઇ શકશે ગોધરા ખાતે આગામી ઓગસ્ટ-2021માં યોજાનાર લશ્કરી ભરતીમાં ઓનલાઈન અરજી કરી હોય તેવા દાહોદ જીલ્લાના ઉમેદવારો માટે ભરતી પૂર્વેની નિવાસી તાલીમ વર્ગ સંભવિત તા. 17 જુલાઇથી દાહોદ ખાતે શરૂ કરવાનું આયોજન છે. જેમાં વિનામુલ્યે રહેવા અને જમવાની સુવિધા અપાશે. રસ ધરાવતા ઉમેદવારો જેમની ઉંમર 17.5 થી 20 વર્ષ સુધી હોય અને ધો.10 પાસ 45 ટકાથી વધુ અંગ્રેજી વિષય સાથે પાસ કરેલ હોવી જોઈએ કે તેથી વધુ. તેમજ 1600 મીટર દોડ 6 મીનીટમાં દોડવી ફરજીયાત છે. 168 સેમીRead More
ક્રાઇમ: દાહોદ જિલ્લામાં તરુણી અને પરિણીતાનું અપહરણ
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ફતેપુરા બજારમાં કપડા લેવા ગયેલી તરુણીનું અપહરણ કરતા જેતપુરના યુવક સામે ફરિયાદ ઘરેથી નીકળેલી પરિણીતા પરત નહીં આવતાં અજાણી વ્યક્તિ સામે અપહરણની ફરિયાદ દાહોદ જિલ્લાના ઝાલોદ અને ફતેપુરા તાલુકામાં બે સ્થળેથી તરુણી અને પરિણીતાના અપહરણની ઘટના બની હતી. જેમાં એક ઘટનામાં ઝાલોદના જેતપુર ગામના તથા બીજીમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધાવ્યો હતો. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામની 15 વર્ષ અને 10 મહિનાની તરૂણી તા.8 જુલાઇના રોજ 12 વાગ્યાના અરસામાં ફતેપુરા બજારમાં કપડા લેવા ગઇ હતી. તે દરમિયાન ઝાલોદ તાલુકાનો ભાવેશ પાનસીંગ ડામોર ત્યાં આવ્યોRead More
ટોળું ભેગું થતાં પતિ ભાગી ગયો: કોર્ટ સંકુલમાં પોલીસ સામે પતિનો પ્રેમી સાથે રહેતી પત્નીના અપહરણનો પ્રયાસ
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક જુસ્સા ગામની વહુ કસલાલના યુવક સાથે ભાગતાં પતિએ પત્નીને મેળવવા કોર્ટમાં અરજી કરી હતી કોર્ટમાં પ્રેમી સાથે હાજર થયેલી પત્નીને બાઇક પર ઉપાડી જઇ રહ્યો હતો લુણાવાડાથી બે પોલીસકર્મીની ટીમ સંજેલી કોર્ટમાં એક પરિણીતા અને તેના પ્રેમીને રજુ કરવા લાવ્યા હતાં. ત્યારે પોલીસની હાજરીમાં કોર્ટ સંકૂલમાં જ કોર્ટમાં તે જ કેસ માટે આવેલ પરિણીતાના પતિએ મહિલા અને તેના પ્રેમીનું બાઇક પર જ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાને લઇને આવેલી પોલીસે મોબાઇલમાં ઘટનાનો વિડિયો બનાવીને કાયદાકિય કાર્યવાહીનો ઉલ્લેખ કરીને અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યોRead More
દાતા દેવ બનીને આવ્યા: દેવગઢ બારીઆમાં માંડ બે છેડા ભેગા કરીને જીવતા પરિવારને સેવાભાવી સંસ્થા દ્વારા નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક વિધવા રેશમબેન લોકોના ઘરમાં કામ કરીને એક પુત્રી ગૌરી અને માનસિક અસ્વસ્થ પુત્રનુ લાલન પાલન કરતા હતાં દેવગઢ બારીઆમા એક મહિલાના માથેથી પતિનુ છત્ર કુદરતે છીનવી લીધુ તે દુખ તો સહન કરવાનુ જ હતુ, પરંતુ કારમી ગરીબીમા પુત્રી અને માનસિક અસ્વસ્થ પુત્રનુ લાલન પાલન કરવાની જવાબદારી પણ આ વિધવાના શીરે હતી. તેમાંય ભગવાને અગ્નિ પરીક્ષા લેવા જર્જરિત ઝુંપડામા રહેવા ગરીબ પરિવારને જાણે મજબુર કર્યો હતો. ત્યારે લોકોના ઘરકામ કરી પરિવારને પોષતી મહિલાનુ કષ્ટ ઘટાડવા કુદરતે જાણે કે એક દેવદુત સમાન દાતાને મોકલ્યા. આહાર નામની સંસ્થાનાRead More
જિંદગી ગુમાવી: દાહોદ શહેરમાં એક જ દિવસમા બે અલગ ઘટનામા એક યુવક અને યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
Gujarati News Local Gujarat Dahod A Young Man And A Young Woman Committed Suicide By Hanging Themselves In Two Separate Incidents On The Same Day In Dahod City. દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક શહેરમાં સમનવય એપાર્ટમેન્ટ અને તીર્થ કોમ્પ્લેક્ષમાં બનેલી ઘટનાઓથી ખળભળાટ દાહોદ શહેરમાં બે જુદી જુદી જગ્યાએ એક મહિલા સહિત બે જણાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. પંથકમાં એકજ દિવસમાં બે આત્મહત્યાના બનાવોને પગલે ખળભળાટ મચી ગયો છે. ત્યારે બીજી તરફ આ બંન્ને આત્મહત્યાના બનાવોને પગલે અનેક શંકા કુશંકાઓ પણ વહેતી થવા માંડી છે. આત્મહત્યાનો પ્રથમRead More
અત્યાચાર: દેવગઢ બારીઆના ઉચવાણમાં પરિણીતા અને તેના પ્રેમીનું પતિએ અપહરણ કરી માર માર્યો
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પતિએ છથી સાત લોકોના ટોળી સાથે અપહરણ કરી માર મારી ધમકી આપતાં ફરિયાદ નોંધાઇ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ઉચવાણ ગામે એક પરિણીતા એક યુવક સાથે ભાગી ગઈ હતી. તેના પ્રથમ પતિ તથા તેની સાથે અન્ય છથી સાત ઈસમોના ટોળાએ પરિણીતા તથા તેના પ્રેમીને ગાડીમાં બેસાડી અપહરણ કરી લઈ નાસી જઈ ગડદાપાટ્ટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ગત તા.12મી જુલાઈના રોજ દેવગઢ બારીઆ તાલુકાના કોયડા ગામે રહેતા મહેશ શનાભાઈ પટેલની પત્નિ ઉચવાણ ગામે રહેતાં દિલીપ તેરસીંઘબાઈRead More
દાહોદમાં તાલિબાની સજા: ધાનપુરના ખજુરીમાં પ્રેમી સાથે ભાગેલી પરિણીતાના કપડા ફાડી જાહેરમાં અત્યાચાર ગુજાર્યો, ખભા પર પતિને બેસાડી વરઘોડો કઢાયો
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક આ તે કેવી સજા? સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં આવી પરિણીતાએ તેના પતિ સહિત 19 ઈસમના ટોળા વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામમાં એક પરિણીતાને તાલિબાની સજા આપવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગામની 23 વર્ષીય પરિણીતા પ્રેમી સાથે ભાગી ગઇ હતી. પરિણીતા અને પ્રેમીને પતિ અને સાસરિયાઓ પકડી લાવ્યા હતા અને પરણિતાને ગડદાપાટુનો માર માર્યો હતો. પરિણીતાના કપડાં ફાડી નાંખ્યા હતા અને પતિને પરિણીતાના ખભા પર બેસાડી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલRead More
દિવ્યાંગોને નવી દિશા: દાહોદમાં દિવ્યાંગ વ્યક્તિઓ ચલાવી રહ્યાં છે પેપર ડિશ મેકીંગ યુનિટ, રોજનું કરાય છે 2000 ડિશોનું ઉત્પાદન
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બ્લાઇંડ વેલફેર સંસ્થાએ મેન્ટલી ચેલેન્જડ સહિત દિવ્યાંગ વ્યક્તિઓને વ્યવસાયિક તાલીમ આપી સામાન્ય રીતે આપણા મનમાં એવો ખ્યાલ હોય છે કે મેન્ટલી ચેલેન્જડ વ્યક્તિ આર્થિક ઉપરાંત બીજી ઘણી બાબતોમાં સંપૂર્ણ રીતે બીજા પર આધારિત હોય છે, પરંતુ દાહોદની બ્લાઇંડ વેલફેર સંસ્થાએ મેન્ટલી ચેલેન્જડ સહિત પજ્ઞાચક્ષુ કે અન્ય રીતે દિવ્યાંગ વ્યક્તિઓને વ્યવસાયિક તાલીમ આપી સ્વનિર્ભર બનાવ્યા છે અને તેઓને વ્યવસાયિક કૌશલ્ય દ્વારા ઉત્પાદક પ્રવૃતિઓમાં જોડયા છે. સંસ્થાએ ઘણા ભારે સંધર્ષરત દિવ્યાંગોના જીવનને નવી દિશા આપી છે. કાચો માલ લાવવાથી લઇને વેચાણ સુધીના તમામ કામ દિવ્યાંગ વ્યક્તિઓ દ્વારાRead More