Monday, July 12th, 2021

 

પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ: દાહોદમાં અંજુમન હોસ્પિટલની ‌બહારના 16 વૃક્ષો કાપી દેવાયા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ ખાતે વૃક્ષછેદનની પ્રવૃત્તિ અંતર્ગત વધુ 16 વૃક્ષોનો સંહાર કરવામાં આવતાં પ્રકૃતિપ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે. ઓક્સિજનના સ્રોતને જ નામશેષ કરતી હોસ્પિટલ લીલાંછમ વૃક્ષોને આડેધડ કાપતાં ચર્ચાનો વિષય દાહોદમાં વૃક્ષછેદનની પ્રક્રિયા મોટા પ્રમાણમાં વકરી છે ત્યારે ધી અંજુમને હૈદરી એન્ડ ચેરીટેબલ ડિસ્પેન્સરી તરીકે જાણીતી હોસ્પિટલની બહાર આવેલા 16 વૃક્ષોને રવિવારે નિર્દયતાથી કાપી દેવામાં આવ્યા છે. દાહોદના ટાવર રોડ વિસ્તારમાં આવેલ અને લાંબા સમયથી વહીવટનો વિવાદ ધરાવતી હાલ બંધ પડેલ અંજુમન હોસ્પિટલની બહાર તા.11 જુલાઈ, રવિવારના રોજ આસોપાલવ, બટકલીમડો અને સીમળાના 16 જેટલા વૃક્ષોને સાગમટે કાપી દેવામાંRead More


હુમલો: ચીખલીમાં બે પરિવાર વચ્ચે હથિયારો ઉછળતાં 7ને ઇજા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સામસામે ફરિયાદમાં 7 મહિલા સહિત 15 સામે ગુનો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ચીખલી ગામમાં બે પરિવારના લોકો વચ્ચે ખેતર ખેડાણ કરવા મુદ્દે થયેલી તકરારમાં છુટ્ટા હાથની મારામારી તેમજ મારક હથિયારો ઉછડ્યા હતા. જેમાં બન્ને પક્ષના મળી બે મહિલા સહિત સાતને ઇજા થઇ હતી. ચીખલી ગામના મકવાણા ફળીયામાં રહેતા જગદીશભાઇ મખજીભાઇ મકવાણા તથા તેમના ફળિયામાં જ રહેતા મહેન્દ્રભાઇ શકજીભાઇ મકવાણા બન્ને પરિવારો વચ્ચેના ભાગમાં આવેલ સર્વે નંબર 27 વાળા ખેતરમાં ખેડાણ કરવા મુદ્દે તકરાર બોલાચાલી થઇ હતી. જેમાં બન્ને પક્ષના લોકોએ ગેરકાયદે મંડળી રચી એકસપં કરીRead More


ભાસ્કર વિશેષ: જેસાવાડામાં મેઘાને મનાવવા મહિલાઓ ધાડપાડુ બની

ગરબાડા2 કલાક પહેલા કૉપી લિંક જેસાવાડામાં મેઘાને મનાવવા માટે ધાડપાડુ બનેલી મહિલાઓ. બકરી અને પાડાના કાનમાંથી લોહીના બે ટીપા કાઢી માતાજીને ધરાવ્યા ગરબાડા તાલુકાના ધરતીપુત્રોની વિવિધ પારંપારિક નુસખાઓ અપનાવવાની પ્રથા યથાવત ગરબાડા તાલુકામાં અત્યાર સુધીમાં ખેતીલાયક વરસાદ ન થતાં ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. વર્ષોથી મેઘાને મનાવવા વિવિધ પારંપારિક નુસખાઓ અપનાવતા જોવા મળી રહ્યા છે. તાલુકાના દરેક ગામમાં અષાઢ મહિનામાં ગુંદરૂ કાઢવાની પ્રથા આજે પણ યથાવત છે. જ્યારે ઘણા ખરા લોકો શિવલિંગને પાણીમાં ડૂબાડે છે. હોમહવન, ભજન કિર્તન રાખે છે તેમજ તાલુકાના જાંબુઆ ગામે વાવણી કર્યા બાદ જો વરસાદ લંબાય ત્યારેRead More


હુમલો: છાલોરમાં વાવણી કરતાં રોકતા 2 મહિલા સહિત 4 સાથે મારામારી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક લાકડીઓ વડે હુમલો કરી ઇજા કરનાર કુટુંબી સાત સામે ફરિયાદ ફતેપુરાના છાલોરમાં જમીનમાં વાવણી કરતાં રોકતા લાકડીથી હુમલો કરી કુટુંબી બે મહિલાઓ સહિત ચાર લોકોને ઇજા પહોંચાડી અમે તો જમીન ખેડવાના કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે ફરિયાદ નોંધાવતાં પોલીસે સાત સામે ગુનો દાખલ કર્યો હતો. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના છાલોર ગામના નિશાળ ફળિયામાં રહેતા સવિતાબેન મેઘજીભાઇ કામોળની જમીનમાં તેમના કુટુંબી વિરસીંગભાઇ જોગડાભાઇ કામોળ આ જમીનમાં વાવણી કરતો હતો. જેથી સવિતાબેનના માતાએ તેને વાવણી કરતાં રોકતા તે જતો રહ્યો હતો અને થોડીવારRead More


અષાઢી બીજના શુભ દિવસે વાહનોની ખરીદી: ગોધરામાં અષાઢી બીજે 120 ટુવ્હીલરની સામે 239 ફોર વ્હીલર વાહનોનું વેચાણ

ગોધરા2 કલાક પહેલા કૉપી લિંક કોરોનાને લીધે ટુવ્હીલર વાહનો ગત વર્ષ કરતાં અડધા વેચાયા કોરોનાથી સુરક્ષા મેળવવા ફોર વ્હીલર ગાડીઓનું વેચાણ વધ્યું અષાઢી બીજના શુભ દિવસે વાહનોની ખરીદી થતી હોય છે. આ શુભ દિવસને લઇને ગોધરા શહેરના વાહનોના ડિલરો ડીસ્કાઉન્ટ સહીતની સ્કીમ મુકતાં હોય છે. પણ હાલ કોરોનાની બીજી લહેર પૂર્ણતાના આરે હોવાથી આ અષાઢી બીજમાં ગોધરા શહેરમાં ટુવ્હીલર કરતાં ફોરવ્હીલર વાહનનું વેચાણ બમણું થયું છે. અષાઢી બીજે ગોધરા શહેરમાં મોટી ગાડીઓના શોરુમમાં વહેલી સવારે ગાડીઓ ખરીદી કરવા અને બુકિંગ કરેલી ગાડીઓ લેવા લોકો ઉમટી પડયા હતા. કોરોના મહામારીને લીધેRead More


સંક્રમણના સંકટથી બહાર આવતું રતલામ મંડળ: ઇન્દોર-ગાંધીનગર એક્સપ્રેસ સહિત બીજી 15 ટ્રેનો શરૂ કરાશે

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરોનાને લઇ સુનકાર ભાસતુ દાહોદનુ રેલવે સ્ટેશન પરિસ્થિતિ સામાન્ય થતાં ધમધમ્યું છે. લોકડાઉનમાં 80% સુધી ખાલી દોડી, હવે ટ્રેનોમાં લાગી રહેલું વેઇટિંગ લિસ્ટ રતલામ મંડળ દ્વારા મુખ્યાલયને પ્રપોઝલ મોકલાયું લોકાડાઉનમાં બંધ ટ્રેનો ઝડપથી પાછી પાટે ચઢવા લાગી છે. સંક્રમણનું સંકટ ઓછુ થયા બાદ મંડળ મુખ્યાલયે 15 વધુ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી લીધી છે. તેમાં ઇન્દોર-રતલામ-ભીલવાડા ડેમુ સાથે રતલામ-ભોપાલ રૂટની સ્પેશિયલ પેસેન્જર, રતલામ-ચિત્તોડગઢ-જયપુર અને રાજધાની રૂટની સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. પ્રપોઝલ હેડક્વાર્ટર મોકલી દેવાયું છે. જેને આગામી સપ્તાહ સુધી મંજૂરી મળી જશે. મહામારીનીRead More


અકસ્માત: લીમખેડા હડફ નદીના પુલ પર બસ ચડી ગઇ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક લીમખેડા પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બસના ચાલકે રાત્રીના સમયે વરસાદ હોવાથી સ્ટિયરીંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો બસ નદીમાં ખાબકતાં બચી જતાં મુસાફરોનો જીવ બચ્યો જામનગર-દાહોદ બસ લીમખેડાથી પસાર થઇ રહી હતી. ત્યારે વરસાદના કારણે બસના ચાલક સામેથી આવતા વાહનના હેડલાઇટથી અંજાઇ જતાં સ્ટિયરીંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતાં બસ નદીના પુલની સંરક્ષણ દિવાલ સાથે અથડાઇ હતી અને બસ નદીમાં ખાબકતાં બચી ગઇ હતી. જામનગરથી દાહોદ તરફ જતી એસટી બસના ચાલક પ્રવીણ ગેલાભાઈ કલોતરા રાત્રિના સમયે ચાલુ વરસાદમાં લીમખેડાથી પસાર થઇRead More


હરતો ફરતો કેળવણી રથ: બાળકો શાળાએ જઇ શકતા નથી ત્યારે દાહોદના અંતરિયાળ ગામના ફળિયે ફળિયે એક શાળા જાતે પહોંચે છે બાળકો સુધી

Gujarati News Local Gujarat Dahod When The Children Cannot Go To School, A School In The Hinterland Of The Hinterland Of Dahod Reaches The Children By Itself દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રૂવાબારી મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર બાળકો સુધી શિક્ષણ પહોંચાડી રહ્યાં છે શાળાના અન્ય શિક્ષકો પણ પ્રોજેક્ટરથી બાળકોને આપી રહ્યાં છે ડિજિટલ શિક્ષણ કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે બાળકો શાળાએ જઇ શકતા નથી ત્યારે શાળા સામે ચાલીને બાળકોના ફળિયે આવે તો? આ વાતને દાહોદના એક પ્રાથમિક શિક્ષકે મોબાઇલ સ્કુલ દ્વારા ફળિયે ફળિયે જઇને બાળકો સુધી શિક્ષણ પહોંચાડી શક્યRead More