Thursday, July 8th, 2021

 

ધરપકડ: મ.પ્ર.- ગુજરાતથી રેસીંગ બાઇક ચોરી કરતી ગેંગના કિશોર સહિત 3 ઝડપાયા

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ગરબાડાથી આંતરરાજ્ય બાઇક ચોરી કરતી ટોળકી ઝડપાઇ હતી. પાટિયાઝોલના જંગલમાં 6 બાઇક સંતાડી હતી દાહોદ જિલ્લામાંથી બાઇક ચોરીની ઘટનાઓ વધતા મેદાને પડેલી એલસીબીના હાથે રેસર્સ બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ થયો છે. ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ સાથે પાટિયાઝોલના જંગલમાં સંતાડેલી આઠ બાઇક પણ કબજે લેવામાં આવી છે. પંચમહાલના રેન્જ ડીઆઇજી એમ.એસ ભરાડાની સુચનાથી એસ.પી હિતેશ જોયસરે વાહન ચોરીના બનાવો અટકાવવા માટે મધ્ય પ્રદેશથી પ્રવેશતા માર્ગો ઉપર કડક ચેકિંગના આદેશ કર્યા હતાં. દાહોદ એલસીબી પીઆઇ બી.ડી શાહની સુચનાથી એલસીબી પીએસઆઇ પી.એમ મકવાણા, ગરબાડા પીએસઆઇ એમ.એમRead More


ફરિયાદ: ફતેપુરામાં તળાવની પાળ તોડનારા 2 જમીન માલિકો સામે ગુનો દાખલ

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક આક્ષેપ કરાયો હતો તે સરપંચ સાથે જઇને તલાટીની ફરિયાદ ફતેપુરા નગરમાં પંચાયતની પડતર સર્વે નંબર 355 વાળી જગ્યામાં તળાવની પાછળના ભાગે પાળ તોડી નાખીને જમીન અંકે કરવાની ભૂમાફિયાઓ મધ્ય રાત્રે દ્વારા કરાતા પ્રયાસને ગ્રામજનોએ નિષ્ફળ બનાવ્યો હતો. આટલેથી જ નહીં અટકતાં ગ્રામજનોએ મામલતદારથી માંડીને કલેક્ટર કચેરી સુધી ધા કરી હતી. પરિણામ સ્વરૂપે ફતેપુરાના તલાટીએ તળાવની પાળ પાસે જમીન ધરાવતાં બે વ્યક્તિઓ સામે જાહેર મિલ્કતને નુકસાન, ગેરકાયદે પ્રવેશ અને સાર્વજનિક મિલ્કતોને નુકસાન અટકાવવાના અધિનિયમ મુજબ ફરિયાદ નોંધાવી છે. ફતેપુરાના તલાટી વિક્રમસિંહ અમરસિંહ ડામોરે પોલીસને આપેલી ફરિયાદમાંRead More


આત્મહત્યા ફોલોઅપ: પતિ બાવો બની જતાં પત્નીએ 3 બાળકો સાથે આપઘાતનું પગલું ભર્યું

ગરબાડાએક કલાક પહેલા કૉપી લિંક મોતને ભેંટેલી ચાર વર્ષિય રીયા અને 8 માસના કનેશ તથા બાવો બનેલ નરેશની તસવીર ભે ગામની મહિલાએ જામનગરના ખંભાલિડામાં 3 બાળકોની હત્યા કરી હતી, 2 વર્ષ પિયર બેઠી, થોડા જ મહિના રહી ફરી જતો રહ્યો હયાત પતિએ વિધવાનું જીવન અને બાળકોની જવાબદારીનો ભાર વેઠી ના શકી, બાળકો મારી નાંખ્યા બાદ મોત સામે જોવાતા પાઇપ પકડી લીધી, પતિ ઘટનાથી અજાણ ગરબાડા તાલુકાના ભે ગામની મહિલાએ જામનગરના ખંભાલિડા(મોરાર સાહેબ)માં ત્રણ બાળકોને કૂવામાં ફેંકીને તેમની હત્યા કરી નાખી હતી. આપઘાતનો તો તેણે પણ પ્રયાસ કર્યો હતો પરંતુ મૃત્યુRead More


જાહેરાત: દાહોદ શહેરમાં પણ શ્રદ્ધાપૂર્વક 14મી રથયાત્રા નીકળશે

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રૂટમાં ફેરફાર સાથે સરકારી ગાઈડલાઇનનું પાલન કરાશે ગુરુવારે સાંજે જાહેર થયેલ સરકારની ગાઈડલાઈન અનુસાર હવે દાહોદમાં પણ રથયાત્રા કાઢવાનો માર્ગ મોકળો બની ગયો છે. જોકે, આયોજક સમિતિએ આ માટેની તૈયારીઓ છેલ્લા ઘણા દિવસોથી શરૂ કરી દીધી હતી. દાહોદમાં 13 વર્ષથી નીકળતી રથયાત્રામાં સરકારી ગાઇડલાઇન અનુસાર હવે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેમ માસ્ક સાથે રથયાત્રા કાઢવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ અષાઢી સુદ: બીજ, તા.12ના રોજ અગાઉના રૂટની બદલે ટૂંકો માર્ગ પસંદ કરી નિર્ધારિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં જ રથયાત્રા નીકળવામાં આવનાર છે. ગાઇડલાઇન મુજબRead More


બાઈક ચોર ઝડપાયા: દાહોદ એલસીબીએ ચોરીની 10 બાઈક સાથે એક સગીર સહિત ત્રણને ચોરોને ઝડપી પાડયા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રૂ. 4.65 લાખની 10 બાઈક પોલીસે જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી દાહોદ એસ.સી.બી. પોલીસે મધ્યપ્રદેશની રેસીંગ મોટરસાઈકલ ચોરી કરતી આંતર રાજ્ય ગેંગના મુખ્ય સુત્રધાર સહિત બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતાં મેળવી છે. આ આરોપીઓ પૈકી એક બાળ કિશોર પણ સંડોવાયેલો છે. પોલીસે આ ગેંગ પાસેથી ચોરીની કુલ 10 મોટરસાઈકલો કબજે કરી છે જેની કુલ કિંમત રૂ. 4 લાખ 65 હજાર છે. આ ગેંગના સાગરીતો દ્વારા દાહોદ જિલ્લામાં તેમજ આંતર જિલ્લા તેમજ અન્ય રાજ્યોમાંથી મોટરસાઈકલ ચોરી કરતી હોવાનું સામે આવ્યું છે. દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણાRead More


કોંગ્રેસમાં ‘ચેતના’: દાહોદમાં કોંગ્રેસના જનચેતના કાર્યક્રમમા મેદની ઉમટી પડતા નેતાઓ કાર્યકરોમાં ચેતનાનો સંચાર થયો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમા કારમી હારથી કોંગ્રેસીઓ હતાશામા હતા હોલ હકડેઠઠ ભરાઈ જતા સોશિયલ ડીસ્ટન્સ ભુલાયુ,કેટલાકે માસ્ક પણ નહોતા પહેર્યા કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી દાહોદ આવ્યા હતા. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આજરોજ દાહોદ શહેરમાં જનચેતના કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જોડાયા હતા. બપોર બાદ મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન રેલી પણ યોજાઈ હતી. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આજરોજ તારીખ 8મી જુલાઇને ગુરુવારના રોજRead More


દારૂબંધીના ધજાગરા: બીઅરના ટીન લઇને રતનમહાલમાં ઝુમતા નબીરાઓનો વીડિયો વાયરલ, પીયક્કડ ટોળકીમાં GRDનો જવાન પણ સામેલ

દાહોદ3 કલાક પહેલા બીઅર સાથે ડાન્સનો વીડિયો વાઈરલ થતા પોલીસ હરકતમાં આવી GRD જવાન દોસ્તો સાથે મ્યુઝિકના તાલે તાલ મિલાવતો કેમેરામાં કંડારાઇ ગયો ધાનપુર પોલીસ મથકમાં ગુનો નોંધાશે: સાગટાળા પીએસઆઇ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું રતનમહાલ હિલ સ્ટેશન છે. જેથી અહીં સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે છે અને કુદરતી સૌદર્યની મઝા માંણે છે. જેથી અહીં પાર્ટી કલ્ચર પણ વિકસીત થઇ રહ્યુ હોવાના પુરાવા મળે છે. કારણ કે, પ્રકૃત્તિના ખોળે મદિરા પાન કરનારાની સંખ્યા હવે વધતી જાય છે. ત્યારે આજે રતનમહાલમાં જ બીઅરના ટીન લઇને ઝુમતા જુવાનિયાઓનો વીડિયો વાયરલ થઇ જતાં ઘણાંRead More