Tuesday, July 6th, 2021

 

ધરપકડ: મોટીવાવથી બોલેરોમાંથી રૂા.3.82 લાખના દારૂ સાથે 2ને ઝડપી પાડ્યા

લીમખેડા3 કલાક પહેલા કૉપી લિંક લીમખેડા પોલીસે મોટીવાવ ગામેથી બોલેરો ગાડીમાં દારૂ લઇ જતા ઝાલોદ તાલુકાના બે વ્યક્તિને ઝડપી પાડયા હતા. 5.85 લાખના મુદ્દામાલ સાથે ઝાલોદ તા.ના બે ઝડપાયા લીમખેડા તાલુકાના મોટીવાવ ગામેથી બોલેરોમાં હેરાફેરી કરતો 3.86 લાખ ઉપરાંતના ઇંગ્લિશ દારૂ સાથે ઝાલોદ તાલુકાના બે યુવકોને ઝડપી પાડયા હતા કુલ 5,86,800નો મુદ્દામાલ જપ કરી ઝડપાયેલા બંને સામે લીમખેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ જિલ્લાની લીમખેડા પોલીસે મોટીવાવ ગામેથી બોલેરો ગાડીમાં લઈ જવાતો 3.86 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જથ્થો અને બોલેરો મળી 5.86 લાખRead More


ભાસ્કર વિશેષ: ‘મારા ગામનું બાળક, કોરોનામુક્ત બાળક’ના ઉદ્દેશ સાથે દાહોદ જિલ્લામાં વર્કશોપ યોજાયો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા આયોજન કરાયું કોરોના સંક્રમણ બાળકોમાં અટકાવવા અને સંભવિત ત્રીજી લહેરમાં બાળકો કોવિડના શિકારના થાય તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે મારા ગામનું બાળક, કોરોનામુક્ત બાળક ઉદ્દેશ સાથે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું હતુ કે, દરેક બાળક સુધી પહોંચીને આપણે બાળકોને કોરોના સંક્રમણથી બચાવવાનું છે. જે સૂચનો અને માર્ગદર્શિકા હોય તેનું પાલન કરીRead More


દુર્ઘટના: કઠલા સબસ્ટેશન પાછળ વીજ થાંભલે સમારકામ કરતાં કર્મીનું કરંટ લાગતાં મોત

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બે કર્મચારી જુદા-જુદા થાંભલે કામગીરી કરી રહ્યા હતાં અન્ય એક કર્મચારી ઘાયલ થતાં દવાખાને ખસેડાયો દાહોદ શહેર નજીક આવેલા કઠલા ગામે મંગળવારે વીજ થાંભલે 11 કેવીની લાઇનનું સમારકામ કરી રહેલાં વીજ કર્મચારીને અચાનક કરંટ લાગતાં તેનું મોત થઇ જતાં પરિવાર સાથે MGVCL વિભાગમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. નજીકના થાંભલે ચઢેલા અન્ય એક કર્મીને પણ કરંટ લાગ્યો હતો પરંતુ તેનો જીવ બચી ગયો હતો. લાઇન બંધ થયા બાદ થાંભલે ચઢેલા કર્મચારીને કરંટ કયા કારણોસર લાગ્યો તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. મંગળવાર હોવાથી દાહોદRead More


પ્રકૃતિ પ્રેમીઓમાં આક્રોશ: દાહોદ ખાતે ટ્રિમિંગના બદલે આખું વૃક્ષ ધરાશાયી કરી દેવાયું

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ટ્રિમિંગના નામે વૃક્ષો કાપી દેવાતા આક્રોશ ફેલાયો શહેરના પ્રવેશદ્વાર ગણાતા ગોધરા રોડ ઉપર આવેલો વધુ એક વૃક્ષને વીજતંત્ર દ્વારા જમીનદોસ્ત કરી નાખવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે. દાહોદના પ્રવેશદ્વારે આવેલા ચંદ્રશેખર આઝાદ ગાર્ડનની બહારના ભાગે આવેલો પૂર્ણ રીતે ઉછરી ચૂકેલો સપ્તપર્ણી નામે ઘટાટોપ વૃક્ષની ડાળીઓ, વીજળીના તારને અડતી હોઈ નજીકમાં આવેલા એક વેપારીએ તે સંદર્ભે વીજતંત્રને રજૂઆત કરતા તારીખ 6 જુલાઈના રોજ સવારથી વીજકર્મીઓની ટુકડીઓ સ્થળે પહોંચીને આ વૃક્ષને ટ્રીમીંગ કરી વીજના તારથી દૂર કરવાના બદલે આખા વૃક્ષને કૂહાડી વડે જમીનદોસ્ત કરી નાખ્યું હતું.Read More


મંજૂરી: દાહોદ જિલ્લામાં આદિજાતિ વિકાસ મંડળનું રૂા.100 કરોડના 5324 કામોનું આયોજન

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક વિવિધ ક્ષેત્રમાં જનકલ્યાણના કામોનું આયોજન પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવા સમક્ષ રજૂ કરાયું પ્રાયોજના વહીવટદારે સમગ્ર આયોજન પ્રસ્તુત કર્યું ગુજરાત પેટર્ન હેઠળ દાહોદ જિલ્લામાં આદિજાતિ વિકાસ મંડળ દ્વારા વિવિધ ક્ષેત્રમાં જનકલ્યાણના કામો કરવા માટે રૂા.100 કરોડના ખર્ચથી 5324 કામોનું આયોજન પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવા સમક્ષ રજૂ કર્યું હતું. આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામોનું આયોજન બનતી ત્વરાથી થાય અને શરૂ થયેલા કામો ઝડપથી પૂર્ણ થાય એ બાબતની સૂચના મંત્રીએ આપી હતી. પ્રભારી મંત્રી વસાવાએ જણાવ્યું કે, જિલ્લામાં જનપ્રતિનિધિઓ તથા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી કોરોનાને કાબૂમાં લાવી શકાયો છે.Read More


ભાસ્કર વિશેષ: યુવતીનું પેટ ફુલ્યુ તો લાગ્યુ કે પ્રેગ્નેન્સી છે પણ 15 કિલોની 35-25 વ્યાસની ગાંઠ નીકળી

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પાંચમુ બાળક આવવાની આશમાં પીડા વેઠી પણ દવાખાને ના બતાવ્યું કેર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની તબીબ ટૂકડી દ્વારા નિદાન બાદ સફળ ઓપરેશન દાહોદ શહેર નજીક આવેલા એક ગામની યુવતીનું દુખાવા સાથે પેટ ફુલી રહ્યુ હતું. વસ્તારમાં પાંચમું બાળક અવતરશે તેવુ સમજનારી યુવતીની પીડા વધતા અંતે દવાખાને બતાવતા નિદાન બાદ તેના પેટમાંથી 15 કિલો વજન અને 35-25 સેમી વ્યાસ ધરાવતી ગાંઠ નીકળી હતી. શહેરની કેર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની તબીબ ટૂકડી દ્વારા સફળ ઓપરેશન કરીને યુવતીનો જીવ બચાવ્યો હતો. 30 વર્ષની આ યુવતીનું વજન 42 કિલો હતું પરંતુ ગાંઠ નીકળ્યાRead More


ધરપકડ: દુષ્કર્મમાં 7 વર્ષની સજા થઇ, ફરાર થયા બાદ 4 વર્ષે અમદાવાદથી ઝડપાયો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક વડોદરા સારવાર માટે લઇ જતાં ફરાર થયા પછી નીકોલમાં રહી મજૂરી કરતો હતો દાહોદ તાલુકામાં દુષ્કર્મના ગુનામાં 7 વર્ષની સજા પડ્યા બાદ વડોદરામાં દવાખાને લઇ જતી વખતે યુવક પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો હતો. દાહોદ એસઓજીની તપાસમાં તે સાડા ત્રણ વર્ષે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી મળી આવતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ એસ.પી. હિતેષ જોયસર નાઓએ જિલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ કરાર આરોપીઓને ઝડપી પાડી અસરકારક કામગીરી કરવા સારુ ડ્રાઈવનું આયોજન કર્યુ હતું. જે અનુસંધાને એસઓજી શાખાના પી.આઇ. એચ.પી. કરેણે તપાસRead More


અકસ્માત: દાહોદ પાસે કઠલા સબ સ્ટેશનમાં કામ કરતા વીજ કર્મીને કરંટ લાગતા મોત, સહકર્મી અકસ્માતતી આઘાતમાં સરી પડ્યો

Gujarati News Local Gujarat Dahod An Electrician Working At Kathala Sub Station Near Dahod Died Due To Electric Shock, A Colleague Fell Into An Accidental Shock. દાહોદએક કલાક પહેલા કૉપી લિંક મૃતકના પરિવારજનો અને વીજકંપનીના અધિકારીઓ દવાખાને દોડી આવ્યા દાહોદમાં કઠલામાં સબ સ્ટેશન પર કામ કરતાં લાઇનમેનને શોટ લાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. જ્યારે તેમની સાથેના સહકર્મીને આ અકસ્માતને કારણે આઘાત લાગતા તેમને પણ દવાખાને દાખલ કરવામાં આવ્યા છે. એમ.જી.વી.સી.એલના એક અધિકારી પાસેથી પ્રાપ્ત પ્રાથમિક જાણકારી પ્રમાણે કઠલા સબ સ્ટેશન પર લાઇન મેન મંગતા ભાઇ નોકમ અનેRead More


વૃક્ષ હત્યા: દાહોદમાં એક તરફ પર્યાવરણ મંત્રીએ વૃક્ષારોપણ કર્યુ, બીજી તરફ MGVCLએ અકારણ લીલાછમ વૃક્ષનો સંહાર કરી નાંખ્યો

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ગોધરા રોડ પર માત્ર ટ્રીમીંગ કરવાને બદલે ઝાડને થડમાંથી જ ઉડાવી દેતાં સ્થાનીકોમાં રોષ ભભુક્યો છાશવારે ગેરકાયદે વૃક્ષ છેદન કરનારા સામે પાલિકાના ચીફ ઓફિસરે કાર્યવાાહી કરવી જોઇએ દાહોદમાં આજે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી કે જેઓ દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી મુલાકાતે આવ્યા હતા. તેમણે એક તરફ સેવા સદનમાં વૃક્ષારોપણ કર્યુ હતુ ત્યારે બીજી તરફ એમજીવીસીએલના કર્મચારીઓએ વિના કારણે એક વૃક્ષનું નિકંદન કાઢી નાખ્યુ હતુ. ગોધરા રોડ પર એક દુકાનદારે વીજ કંપનીને અરજી આપી હતી કે તેમની દુકાન પાસે આવેલા ઝાડની ડાળીઓ વીજ લાઇન સુધીRead More


રજૂઆત: ​​​​​​​દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળે વિવિધ પ્રશ્નો મામલે પ્રભારી મંત્રીને રજૂઆત કરી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક આશ્રમશાળા અને છાત્રાલય સંબંધિત સમસ્યાઓના નિરાકરણની માંગ કરાઇ દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને લેખિત રજૂઆત કરવામા આવી હતી. છાત્રાલયો અને આશ્રમશાળાઓના વિવિધ પ્રશ્નો અન્વયે નિરાકરણ માટે આદિજાતિ મંત્રીને માહિતગાર કર્યા હતા. દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા લેખિત રજુઆતમાં જણાવ્યાં અનુસાર, છાત્રાલયના કર્મચારીઓની નિમણુંક ગુજરાત સરકારના શિક્ષણ મજુર વિભાગના ઠરાવ મુજબ નિયમોનુસાર કરવામાં આવે, સરકારના 1969ના ઠરાવ પૈકી અનુસુચિ-ઝ મુજબ ગૃહપતિના ફરજ કાર્યા અને સત્તાઓ સરકારએ નક્કી કરેલા છે તે મુજબ છાત્રાલયના કર્મચારી 24 કલાક સ્થળ પર હાજરRead More