Thursday, July 1st, 2021

 

કાર્યવાહી: MPના કઠ્ઠીવાડાનો બૂટલેગર દાહોદમાં પાસામાં ધકેલાયો

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દાહોદ આવ્યો હોવાની બાતમી મળતાં પકડી લેવાયો મ.પ્ર.ના બૂટલેગરને દાહોદમાં પાસાની પહેલી ઘટના : ભુજની જેલમાં મોકલાયો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલા દાહોદ જિલ્લામાં આ બંને રાજ્યના બૂટલેગરો વિવિધ નુસ્ખા અપનાવીને દારૂ ઘુસાડતા હોય છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પહોંચાડતા હોય છે. અલીરાજપુર જિલ્લાના કઠ્ઠીવાડાના એક બૂટલેગર સામે અહીં નોંધાયેલા ગુનાઓના આધારે પાસા કરવામાં આવી છે. એલસીબીએ તેની ધરપકડ કરતાં આ બૂટલેગરને જિલ્લા જેલ ભુજ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. પરપ્રાંતના બૂટલેગરને દાહોદમાં પાસા કરાઇ હોય તે આ પહેલો બનાવ હોવાનું જાણવા મળ્યુRead More


સમસ્યા: દાહોદ જિલ્લામાં ધો.11માં 7271 વિદ્યાર્થીઓના પ્રવેશ સામે પ્રશ્નાર્થ

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક વધારાના 97 વર્ગ ઊભા કરાય તો જ સમસ્યાનું નિરાકારણ આવે જિલ્લાની 355 શાળામાં ધો.11 માટે 236 વર્ગખંડની જ વ્યવસ્થા : એક ક્લાસમાં 75 વિદ્યાર્થી સમાવવાનો પરિપત્ર દાહોદ જિ.માં ધો.10 ના નોંધાયેલ 31721 વિદ્યાર્થીઓને કોરોનાના કારણે માસ પ્રમોશન અપાયંુ છે. હવે ધોરણ 11માં આ વિદ્યાર્થીઓના પ્રવેશની કાર્યવાહી શરૂ કરાઇ છે. પરંતુ જિલ્લામાં છાત્રોને બેસાડવા માટેના વર્ગની સંખ્યા પાંખી હોવાનું સામે આવ્યંુ છે. જૂન પૂર્ણ થઇ ગયો છે પરંતુ આ માટે બિન અનુદાનિત મા.અને ઉ.મા. શાળામાં વધારાના વર્ગો માટે ઓનલાઇન દરખાસ્ત કરવાના હુકમ અને એક ક્લાસમાં 75Read More


તોતિંગ દરવાજો: દાહોદના ઐતિહાસિક ગઢી કિલ્લાનો તોતિંગ દરવાજો ઢળી પડે તેવી હાલત

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદની ઐતિહાસિક વિરાસતનું પ્રવેશદ્વાર ખડી પડવાની અણીએ છે 17×10 ફૂટનો તોતિંગ દરવાજો દીવાલથી રસ્તાના ભાગે નમી રહ્યો છે દાહોદના ઐતિહાસિક ગઢીના કિલ્લાના ચાર પૈકીનો મુખ્ય માર્ગે આવેલો એક તોતિંગ દરવાજો ગમે ત્યારે ઢળી પડે તે હાલતમાં આવી ગયો છે.આજથી આશરે સાડા ત્રણ સદી પૂર્વે ઈ.સ.1678 માં મોગલ શાસક ઔરંગઝેબે પોતાના જન્મસ્થળની સ્મૃતિ જીવંત રાખવા નગરમધ્યે બનાવેલ ગઢીના કિલ્લામાં આવવા તથા બહાર નીકળવાના રસ્તે લાગેલ કુલ ચાર દરવાજા પૈકી કેટલાય વર્ષોથી ત્રણ જ દરવાજા છે. જયારે કે એક દરવાજો વર્ષો અગાઉથી ગુમ છે. દાહોદ પાલિકા ભવનનેRead More


આંતરિક બદલી: દાહોદ જિલ્લામા 10 પોલીસ અધિકારીઓની બદલીઓ કરવામા આવી

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક જિલ્લા પોલીસ વડાએ ગંજીફો ચીપતા નવી જગ્યાઓ મળી દાહોદ જિલ્લામાં 10 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટર અને સબ ઈન્સ્પેક્ટરોની વહીવટી કારણોસર અને હંગામી ધોરણે જિલ્લામાં બદલી કરવામા આવી છે.એસપીએ લાંબા સમય બાદ બદલીઓ કરવામા આવી છે. દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેષ જોઈશર દ્વારા દાહોદ જિલ્લામાં અલગ અલગ પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં 10 જેટલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની જિલ્લામાં જ આંતરીક બદલીઓ કરવામાં આવી છે. જેમાં એસ.ઓ.જી. શાખા દાહોદમાં ફરજ બજાવતાં બી.આર. સંગાડાની ઝાલોદ પોલીસ મથકે સીપીઆઈમાં, સી.પી.આઈ. દાહોદમાં ફરજ બજાવતાં એચ.પી. કરણની એસ.ઓ.જી.શાખા, દાહોદમાં, સી.પી.આઈ. ઝાલોદમાં ફરજ બજાવતાંRead More