Monday, June 28th, 2021
હુમલો: નગરાળામાં ખેતર મુદ્દે દંપતી સાથે ગાળો બોલવાની ના પાડતા હુમલો
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દંપતી ઉપર લાકડી વડે હુમલો કરી ઘાયલ કર્યા દાહોદ તાલુકાના નગરાળા ગામના સેનીયાભાઇ દલસીંગભાઇ ભુરીયા તથા તેમની પત્ની સવિતાબેન ખેતરમાં હળ લઇ ખેતી કામ કરવા જતાં હતા. ત્યારે ફળિયામાં રહેતા રતન મંગળીયા ભુરીયા, મકનસીંગ મંગળસીંગ ભુરીયા, મયુર મકનસીંગ ભુરીયા તથા મંગળસીંગ દલસીંગ ભુરીયાએ સેનીયાભાઇને ઘર આગળ રોકી બિભત્સ ગાળો બોલી કહેવા લાગેલ કે કાઇડી વાળુ ખેતર અમારી છે તેમાં તમારે ખેડાણ કરવાનું નથી. ત્યારે સેનીયાભાઇ તથા તેમની પત્નીએ ગાળો બોલવાની ના પાડી અને ખેતર તમારા ભાગમાં આવશે તો તમને સોપી દઇશુ તેમ કહ્યા બાદ પણRead More
કાર્યવાહી: દાહોદ SOGએ દારૂના 2 વોન્ટેડ આંતરરાજ્ય આરોપીને ઝડપ્યા
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વાસીયાડુંગરીથી ઝડપી ધાનપુર પોલીસને સોંપ્યાં દાહોદ એસ.ઓ.જી. ટીમે ધાનપુર પોલીસ મથકના દારૂના ગુનામાં નાસતા ફરતા આંતરરાજ્ય બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી ધાનપુર પોલીસને સોંપ્યા હતા. પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી.એ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે દાહોદ એસ.પી. હિતેશ જોયસરને સુચન કર્યુ હતું. જેથી આવા આરોપીઓ પકડી પાડવા માટે અસરકારક કામગીરી કરવા કરેલ સુચના અને માર્ગદર્શનના આધારે ઇન્ચાર્જ પી.આઇ. એસ.ઓ.જી.ના બી.ડી.શાહે પી.એસ.આઇ. યુ.આર.ડામોર તથા સ્ટાફને જરૂરી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કર્યુ હતું. જેથી એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા આ દિશામાં નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓ પકડવા માટેની કામગીરીમાંRead More
સન્માન: દાહોદના કાઉન્સિલરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ દ્વારા સર્ટિ ઓફ કમિટમેન્ટ અપાયું
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક લખણભાઇએ તેમના વોર્ડમાં કરેલી કોવિડ રસીકરણની કામગીરીની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ, લંડને પણ નોંધ લીધી. દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર-1ના નગરસેવક અને કારોબારી ચેરમેન લખનભાઇ રાજગોરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ‘મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ અભિયાન’ને સારી રીતે ઝીલી લીધું હતું. લખનભાઇએ તેમના વોર્ડમાં કોવિડ રસીકરણ સહિતની કામગીરીની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ, લંડને પણ નોંધ લીધી છે અને તેમને સર્ટિફીકેટ ઓફ કમીટમેન્ટ આપીને સન્માનિત કર્યા છે. દાહોદમાં આયોજિત કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર અને પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ સહિતના મહાનુભાવોની હાજરીમાં આ સન્માન અપાયુ હતું. લખનભાઇએ તેમના વિસ્તારમાં વિવિધRead More
ઓછી વાવણી: દાહોદમાં 2020ના 63500 સામે આ વર્ષે 19857 હેક્ટરમાં જ વાવેતર
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ગરબાડા તાલુકામાં વાવણીમાં જોતરાયેલા ખેડૂત. 28 જૂન સુધી ગત વર્ષના 527 સામે આ વર્ષે 392 મિમી જ વરસાદ 43641 હે.માં ઓછું વાવેતર નોંધાયું : ઝાલોદ-ફતેપુરામાં સૌથી ઓછી વાવણી દાહોદ જિલ્લામાં ચોમાસુ જોઇયે તેવુ જામ્યુ નથી. ગત વર્ષે આ દિવસોમાં તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદને કારણે વાવણીનો પ્રારંભ પુરવેગે જોવા મળ્યો હતો. જોકે, આ વર્ષે વરસાદ વિલંબ કરી રહ્યો હોવાથી ખેડૂતો પણ વાવણી મામલે થોભો અને રાહ જુઓની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ગત વર્ષ કરતાં આખા જિલ્લામાં વરસાદની સરેરાશ પણ ઓછી જોવા મળી છે ત્યારે 43641Read More
સરકારી શાળામાં ઝોક: ટાઢાગોળામાં 5 શિક્ષકે ખાનગી શાળામાંથી પોતાના બાળકોને સરકારી શાળામાં મૂક્યા
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર આચાર્યએ પણ પુત્રીને પોતાની શાળામાં પ્રવેશ અપાવ્યો, સુવિધા વધતાં સરકારી શાળામાં ઝોક આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ક્વાલિફાઇડ શિક્ષકોને કારણે શિક્ષણમાં સુધારો આવતાં હવે આ શાળાઓના શિક્ષકો પણ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉપાડીને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. જિલ્લાના ટાઢાગોળાની શાળા તો એવી છે કે 4 શિક્ષકના બાળકો તે શાળામાં ભણી રહ્યા છે અને આ વખતે આચાર્યએ પણ પોતાની બાળકીને અમદાવાદની ખાનગી શાળામાંથી ઉપાડી પોતાની શાળામાં પ્રવેશ અપાવ્યો છે. ઝાલોદ તાલુકામાં આવેલા 5 હજારની વસ્તી ધરાવતા ટાઢાગોળા ગામમાં 3Read More
અકસ્માત: વાંકડી પુલ ઉપર બાઈક સ્લિપ થતાં 1નું મોત, 1ને ઇજાગ્રસ્ત
લીમખેડા2 કલાક પહેલા કૉપી લિંક મેથાણ ગામના બે યુવકો પરત ઘરે જતાં અકસ્માત લીખેડાના ઉમેદપુરા નજીક વાકડી નદીના પુલ ઉપર બાઇક સ્લીપ થતાં મેથાણ ગામના એકનું મોત નિપજ્યું હતું. જ્યારે એક ઘાયલ થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સીંગવડ તાલુકાના મેથાણ ગામના પ્રદિપસિંહ તેરસિંહ વળવાઈ તથા રમેશ શંકરભાઈ ડામોર લીમખેડાના અંબા ગામેથી તેમની બાઈક ઉપર પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન ઉમેદપુરા નજીક વાકડી નદીના પુલ ઉપર પૂરઝડપે હંકારી જતા પ્રદીપકુમાર વળવાઈએ બાઇકને સ્લીપ ખવડાતા બંને બાઇક સાથે રસ્તા ઉપર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક વધુRead More
વંચિતોની વ્હારે: દાહોદ જિલ્લામાં શેરી શિક્ષણ અને ટી.વીના માધ્યમથી વિધાર્થીઓને આપવામાં આવી રહ્યું છે શિક્ષણ
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ગરીબ આદિવાસી બાળકો મોબાઈલના અભાવે શિક્ષણથી વંચિત ન રહે તેવા હેતુથી આયોજન 5000 શેરી શાળાઓ કાર્યરત શેરી શિક્ષકોને રોલો-પ બોર્ડ આપવા 80 હજારનુ ભંડોળ એકત્ર કર્યુ કોરોના મહામારીમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ આપી શકાતું નથી. જિલ્લામાં અંતરીયાળ વિસ્તાર અને સામાજિક આર્થિક પરિસ્થિતિને જોતા ઓનલાઈન શિક્ષણની અવેજ માં જિલ્લાના શિક્ષકોએ શેરી શિક્ષણ અને ટી.વી શિક્ષણના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાનું બીડું ઝડપ્યું છે. શૈક્ષણિક સત્ર 2021 22 માટે દાહોદ જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી મયુર પારેખના માર્ગદર્શન હેઠળ ટીમ બી.આરસી અને સી.આર.સી ના માધ્યમથી જિલ્લાના બાળકોRead More
પાણીનો વેડફાટ: ગરબાડા ના સાહડા ગામે પાણીની લાઇન તૂટી જતા હજારો લીટર પાણી વેડફાયુ
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક કડાણાથી આવતી પાણીની પાઇપ લાઇનમાં લીકેજ થતા હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા હાલ વાવણીની ચાલતી હોય ખેતરોમાં પાણી ભરાતા બીયારણને નુકશાન થવાની ભીતી સત્વરે પાઇપ લાઇન લીકેજ બંધ કરી રીપેરીંગ કામ હાથ ધરવા ખેડુતોની માંગ ગરબાડા તાલુકાના સાહડા ગામેથી પસાર થતી કડાણા પાઈપલાઈનમાં આજરોજ ભંગાણ સર્જાતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વધુ મળતી માહિતી પ્રમાણે ગરબાડા તાલુકાના સાહડા ગામેથી પસાર થતી કડાણાની પાઈપ લાઈનમાં કોઈ કારણસર ભંગાણ સર્જાયું છે.જેના લીધે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જોRead More
વિરહની વેદના: ઝાલોદના રણિયારમા પત્ની દોઢ વર્ષ થીપોતાના ઘરે ન આવતા પતિએ ગળા ફાંસો ખાઈ આયખુ ટુંકાવ્યું
દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પત્ની ગઈ કાલે એક જ દિવસ સાસરીમા આવીને ચાલી જતા લાગી આવ્યું ઝાલોદ તાલુકાના રાણીયાર ગામે એક – દોઢ વર્ષથી પિયરમાં બેઠેલી પત્ની પોતાની સાસરીમાં આવતી ન હતી. જેથી મનમાં લાગી આવતા પરણિતાના પતિએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઝાલોદ તાલુકાના રાણીયાર ગામે રહેતા બળદેવસિંહ રૂપસીંગ કોળીની પત્ની પુષ્પાબેન એક – દોઢ વર્ષથી પોતાના સાસરીમાં જતી ન હતી. ગઈકાલેબેન એક માત્ર એક દિવસ માટે પોતાની સાસરી રનીયાર ગામે આવી હતી અને પાછી જતી રહી હતી. આ વાતનુંRead More