Thursday, June 24th, 2021
દુષ્કર્મ: બારિયા તા.માં પુત્ર સાથે પરિણીતાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું
દાહોદ6 કલાક પહેલા કૉપી લિંક પુત્રને મારી નાખવાની ધમકી આપી અપહરણ કાઠિયાવાડ લઇ જઇ 12 દિવસ ગોંધી રાખી દેવગઢ બારિયા તાલુકામાંથી યુવક પૂત્રને મારી નાખવાની ધમકી આપીને તેનું પૂત્ર સાથે અપહરણ કરી ગયો હતો. પત્ની તરીકે રાખવા માટે આ કૃત્ય આચરી કાઠીયાવાડ લઇ જઇને ત્યાં 12 દિવસ ગોંધી રખાયા હતાં.દરમિયાન પરીણિતા સાથે વારંવાર તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ પણ આચર્યુ હતું. દેવગઢ બારીઆ તાલુકાના સીમળાઘસી ગામે રહેતો વિકેશભાઈ ભારતભાઈ રાઠવા ગત તા.૨૮મી મેના રોજ તાલુકાની પરીણિતાના ઘરે બાઇક લઈને ગયો હતો. હું તને મારી પત્નિ તરીકે રાખવા લઈ જવાનો છું અનેRead More
માતા- પિતાએ અનંતની વાટ પકડી: દાહોદમાં 10 બાળકોએ કોરોનામાં માતા – પિતાની છત્રછાયા ગુમાવી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક માસિક રૂ. 4000ની સહાય માટે જિલ્લા બાળસુરક્ષા એકમ જાતે કઢાવે છે દસ્તાવેજો ધાણીખૂંટમાં 3 બાળકોના માતા- પિતાએ અનંતની વાટ પકડી દાહોદ જિલ્લામાં 10 દંપતિ કોરોનાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યુ છે. આ દંપતિના બાળકો હવે દાદા-દાદી અથવા કાકા-કાકીના સહારે છે. જેમાં ધાણીખુંટ ગામમાં તો ત્રણ બાળકોના માથેથી માતાપિતાની છત્રછાયા એક સાથે છીનવાઇ ગઇ હતી. કોરોનાકાળની આવી અનેક કરુણાંતિકામાં રાહતની વાત તો એ છે કે રાજ્ય સરકાર તેમને આર્થિક મદદ કરશે.ફતેપુરા તાલુકાના ઘાણીખુંટ ગામમાં રહેતા 32 વર્ષના વિજયભાઇ મકવાણા અને 30 વર્ષના આશાબેન મકવાણા અર્થોપાર્જન કરવાRead More
રેસ્ક્યૂની તૈયારી: દેવગઢ બારિયાના દેગાવાડમાં શિકારની શોધમાં દીપડો ખાલી કૂવામાં ખાબક્યો, ફોરેસ્ટ વિભાગે કૂવો કોર્ડન કર્યો
Gujarati News Local Gujarat Dahod In Search Of Prey In Degawad Of Devgarh Baria, Pangolin Fell Into An Empty Well, Forest Department Cordoned Off The Well દાહોદ4 કલાક પહેલા માનવ વસ્તીને ધ્યાન પર રાખી મોડી રાત્રિના સમયે રેસ્ક્યૂ કરાશે દેવગઢ બારીયા તાલુકાના દેગાવાડામાં એક દીપડો શિકારની શોધમાં આવી ચઢ્યો હતો.આ દીપડો એક પાણી વિનાના કુવામાં પડી જતાં સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. જેથી વન વિભાગને જાણ કરતાં કુવાને કોર્ડન કરી દેવાયો છે અને રાત્રે દીપડાને રેસ્ક્યુ કરવાાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ અને ધાનપુરRead More
વરસાદ: ફતેપુરા અને લીમડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક પ્રસરી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક જિલ્લામાં ચોમાસુ જામતા મેઘમહેરની આશા બંધાઈ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી અને ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજે વહેલી સવારથીજ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં વરસાદી માહોલ જામ્યો હતો. ત્યાર બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં સર્વત્ર વરસાદી પાણી ફરી વળ્યા હતાં. ઘણા દિવસોથી અસહ્ય બફારા તેમજ ગરમીથી લોકોને રાહત મળી હતી. ત્યારે વરસાદની રાહ જોઈ બેઠેલા ખેડૂત મિત્રો પણ ખેતીકામમાં જોતરાયા હતાં. વરસાદ આવતા ધરતી પુત્રોમાં આનંદની લાગણી છવાઈ આજરોજ ઝાલોદ તાલુકાના લીમડીમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જેને પગલે વહેલી સવારે વરસાદ પડ્યો હતો. સવારથીજRead More
અકસ્માત: ગરબાડામાં બે બાઇક સામસામે અથડાયા, એક બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક માથામાં અને શરીરે ગંભીર ઈજા મોતનું કારણ બની દાહોદ જિલ્લાના ગરબાડામાં એક મોટરસાઈકલના ચાલકે સામેથી આવતી બીજી એક મોટરસાઈકલ સાથે પોતાની મોટરસાઈકલ ધડાકાભેર અથડાવતા અકસ્માત સર્જાયો હતો. સામેની મોટરસાઈકલના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યુ છે. માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં મોત નીપજ્યું ગરબાડામાં એક મોટરસાઈકલનો ચાલક પોતાની મોટરસાઈકલ પુરઝડપે હંકારી લઈ ગરબાડા નગરના ગાંગરડી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલાં ગરબાડા નગરના રોહિતવાસ ખાતે રહેતાં અરવિંદભાઈ પુંજાભાઈ ચાવડાની મોટરસાઈકલRead More
હેવાનિયત: તું મારી સાથે નહી આવે તો તારા પુત્રને પતાવી નાખીશ, ઘમકી આપી પરિણીતાને ઉઠાવી જઇ 12 દિવસ દુષ્કર્મ કર્યું
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારીયાના સીમળાઘસીના યુવકે પરિણીતાને પુત્ર સાથે કાઠીયાવાડમા ગોધી રાખી મહામહેનતે પીડીતા નરાધમના ચુંગાલમાંથી છુટી વતન આવી ફરિયાદ નોંધાવી દેવગઢ બારીયા તાલુકાના સીમળાઘસીનો ઈસમ એક પરણિતાનું તેના પુત્ર સાથે અપહરણ કરી ગયો હતો. બન્નેને કાઠીયાવાડ લઈ જઈ 12 દિવસ સુધી એક મકાનમાં ગોંધી રાખી પરણિતા ઉપર અવાર નવાર દુષ્કર્મ કર્યુ હતુ. પરણિતા જેમ તેમ કરી ઈસમના ચંગુલમાંથી છુટી ઘરે પરત આવી સઘળી હકીકત જણાવતાં પરિવારજનો સાથે પરણિતા દેવગઢ બારીયા પોલીસ મથકે આવી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો આરંભ કર્યા છે. તારા છોકરાને મારી નાખીશ તેમRead More
ગૌવંશ બચાવાયુ: દાહોદના નગરાળામાં પાંચ પશુઓને બચાવ્યા, પોલીસ ત્રાટકતા કતલ કરનાર ફરાર થયો
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પાંચ પશુઓને બચાવી લઈ નજીકની ગૌશાળા ખાતે મોકલી આપ્યા દાહોદ તાલુકાના નગરાળા ગામે એક મકાનમાં ગૌવંશનું કતલ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે એક મકાનમાં ઓચિંતો છાપો માર્યા હતો. પોલીસ મકાનમાંથી કતલ કરેલા ગૌમાંસ તથા કતલ કરવા માટે ત્રણ ગાયો તથા બે બળદ મળી કુલ પાંચ પશુઓને બચાવી લઈ નજીકની ગૌશાળા ખાતે મોકલી આપ્યા છે. જ્યારે પોલીસ આવતી હોવાની જાણ થતાંની સાથે જ આરોપી નાસી જવામાં સફળ રહ્યાં હતા. મનજીભાઈ હુમલાભાઈ માવી નાસી જવામાં સફળ રહ્યો દાહોદ તાલુકાના નગરાળા ગામે ભુરીયા ફળિયામાં રહેતાં મનજીભાઈRead More
ઘોર કળિયુગ: લીમખેડાના પાટડીમાં સગા પૌત્રએ દાદાને માર મારી મોતને ઘાટ ઉતાર્યા
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 70 વર્ષિય દાદા શરીરે ગેબી માર સહન ન કરી શક્યા લીમખેડા તાલુકાના ધાનપુર પાટડી ગામે ડામોર ફળિયામાં ગઈકાલે સાંજે 70 વર્ષિય દાદા પર તેના જ પૌત્રએ કોઈ કારણોસર હુમલો કર્યો હતો. તેમને ગેબી માર મારી હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. પૌત્રએ કોઈ કારણોસર ઉશ્કેરાઈ જઈને હુમલો કર્યો લીમખેડા તાલુકાના ધાનપુર પાટડી ગામે આવેલા ડામોર ફળિયામાં રહેતા કીડીયાભાઈ કાનજીભાઈ ડામોર ઉંમર 70 નાઓનો પૌત્ર સુક્રમભાઈ વરસીંગભાઇ ડામોરે આઠેક વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર ઉશ્કેરાઇ જઇને તેના જ દાદા કીડીયાભાઈ કાનજીભાઈ ડામોર ઉપર હુમલોRead More