Sunday, June 20th, 2021

 

ભાસ્કર વિશેષ: દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ 100 પ્રકારના બીજને અંકુરિત કરશે

દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક લુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છેલ્લા ત્રણ વર્ષથી પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વિકસિત પરેલ વિસ્તારમાં આવેલ રેલ્વે પ્લાન્ટેશન સાઇટ ખાતે રવિવારે અલગ અલગ સ્થળોએથી એકઠા કરેલા વિવિધ પ્રકારના બીજને પુન: પ્રસ્થાપિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેલના ગંદા કૂવા વિસ્તાર નજીક આવેલ રેલ્વે પરિસરની આ પ્લાન્ટેશન સાઇટ પર નવી કાર્યરત થયેલ નર્સરી ખાતે તા.20 જુને રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં કોવિડ પ્રોટોકોલ મુજબ મંડળના સ્થાપક અજયભાઈ દેસાઈ, પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રી, મંત્રી શાકિર કડીવાલા સહિત ટ્રસ્ટી મંડળ, કારોબારી સમિતિ અને પ્લાન્ટેશન કમિટીનાRead More


વરસાદનું આગમન: દાહોદ જિલ્લામાં રવિવારે સૌથી વધુ બારિયા તાલુકામાં 12 મિમી વરસાદ

દાહોદ37 મિનિટ પહેલા કૉપી લિંક સિંગવડ- ફતેપુરામાં વરસાદ ના નોંધાયો દાહોદ શહેર સહિત જિલ્લામાં રવિવારના દિવસે વરસાદનું આગમન જોવા મળ્યુ હતું. જોકે, કેટલાંક વિસ્તારોમાં ઝરમર તો કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. એક ઝાપટુ આવ્યા બાદ આકાશમાં ગોરંભાયેલા વાદળો ગાયબ થઇ જતાં દિવસ દરમિયાન સંખ્યાબંધ વખત તડકો જોવા મળ્યો હતો. રવિવારે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં 9 મીમી, ઝાલોદમાં 01 મીમી, દે.બારિયામાં 12 મીમી, ધાનપુરમાં 01 મીમી, લીમખેડામાં 02 મીમી, સંજેલીમાં 04 મીમી વરસાદ નોંધાયો હતો. ફતેપુરા અને સિંગવડ તાલુકામાં કેટલીક જગ્યાએ હળવા છાંટા પડ્યા હતા પરંતુ તેની નોંધ થઇ નRead More


વિવાદ: ‘તમે ખોટી ફરિયાદો કેમ આપો છો’ કહી પિતા-પુત્ર પર હુમલો

દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર વાંસીયાડુંગરીમાં કરાયેલા હુમલામાં છુટ્ટા પથ્થરો મારતાં 1ને ઇજા ફળિયામાં રહેતા દંપતી સામે પોલીસ મથકે ગુનો નોંધાવ્યો દાહોદ જિલ્લાના ધાનપુરના વાંસીયાડુંગરીમાં અમારા વિરૂદ્ધમાં ખોટી પોલીસમાં ફરિયાદ કેમ આપો છો કહી દંપત્તિએ છુટ્ટા પથ્થરો મારી હુમલો કરતાં એકને ઇજા થઇ હતી. ધાનપુર તાલુકાના વાંસીયાડુંગરી ગામના દિપસીંગભાઇ હીમતભાઇ ભુરીયા તતા તેમની પત્ની રામાબેન ભુરીયા બન્ને જણા અમારા વિરૂદ્ધ ખોટી પોલીસ ફરિયાદ કેમ કરો છો કહી ફળિયામાં રહેતા પાંગળાભાઇ ધીરસીંગભાઇ ભુરીયાને બિભત્સ ગાળો બોલી છુટ્ટા પથ્થરો મારતા માથામાં ઇજા થતાં લોહીલુહાણ થયા હતા. આ દરમિયાન તેમનો છોકરોRead More


વિવાદ: સીમાડાની હદ મુદ્દે 2 લોકોએ શરીરે પેટ્રોલ છાંટતાં દોડધામ

દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક ગવાડુંગર-બાબરોલ વચ્ચેની સર્વે 204ની માપણી ચાલતી હતી પોલીસે બન્નેના હાથમાંથી પેટ્રોલના કારબા ખેંચી લીધા દાહોદ અને મહિસાગર જિલ્લામાં વચ્ચે આવેલ સર્વે નંબર 204 વાળી જમીનમાં સીમાડાની હદ નક્કી કરવાની કામગીરી દરમિયાન ફતેપુરાના ગવા ડુંગરાના બે વ્યક્તિઓએ હદ નક્કી નહી કરવા દઇએ કહી શરીરે પેટ્રોલ છાંટી લેતાં દોડધામ મચી ગઇ હતી. આગ ચાંપે તે પહેલાં જ પોલીસે કરબા ઝુંટવીને બંનેને અટકાયતમાં લઇ લીધા હતાં. સુખસર પોલીસે બન્ને સામે આપઘાતના પ્રયાસનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લા અને મહિસાગર જિલ્લાના સીમાડા ઉપર આવેલ ફતેપુરાRead More


પૂર્વ તૈયારી: ત્રીજી લહેરની તૈયારી, 78 આઇસોલેશન કોચનો હવે ટ્રેનોમાં ઉપયોગ નહીં થાય

દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક કોચનું મેન્ટેનન્સ કરી રેલવેએ ફરી રેડી પોઝિશનમાં તૈયાર કર્યા 70 કોચ મહૂ, દાહોદ વર્કશોપમાં તૈયાર થયા, 8 મુંબઇથી આવ્યા કોરોના કાળમાં આઈસોલેશન વોર્ડ પરીવર્તિત કરવામાં આવેલા 78 કોચનો અત્યારે ટ્રેનોમાં ઉપયોગ નહીં કરાય. કોરોનાની બીજી લહેરની અસર ભલે નહિંવત થઇ ગઇ હોય પણ ત્રીજી લહેરની આશંકાના પગલે રેલવેએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આઇસોલેશન કોચનું મેન્ટેનન્સ કરીને રેલવેએ ફરીથીરેડી પોઝિશનમાં તૈયાર કરી લીધા છે. રેલવે ત્રીજી લહેરની શક્યતાને પગલે એટલે સતર્ક છે કે, બીજી લહેરના સંક્રમણમાં રતલામ મંડળના 1189 રેલવે કર્મચારી પોઝિટિવ થઇ ગયા હતાં.Read More


અદાવત: ધાનપુરના વાસિયા ડુંગરીમા પોલીસ ફરિયાદ કરવાની અદાવતે દંપતિએ પથ્થરમારો કરતા બે લોકોને ઈજા

દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક ફરિયાદ કરનારાની ઘરે જઈને ધિંગાણુ મચાવતા તેમની સામે જ ફરિયાદ નોંધાઈ ધાનપુર તાલુકાના વાસિયાડુંગરી ગામે પોલીસમાં ફરિયાદ કરવા મામલે તકરાર થઈ હતી. જેમા દંપતીએ છૂટા પથ્થરો મારી બે વ્યક્તિઓને હાથે-પગે તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ધાનપુર તાલુકાના વાસિયાડુંગરી ગામે આમલી ફળિયામાં રહેતા દીપસિંહ હિંમતભાઈ ભુરીયા તથા તેની પત્ની રામાબેન દીપસિંહ ભુરીયા બંને જણા પોતાનાજ ગામમાં રહેતા પાંગળા ધીરસિંગભાઈ ભુરીયાના ઘરે આવ્યા હતા. બંન્નેએ ગાળો બોલી કહેવા લાગેલા કે, તમો અમારા વિરુદ્ધમાં કેમ વારંવાર ફરિયાદો આપો છો,Read More


હત્યા: ધાનપુરના ડુમકામા રહેતા યુવકે કોળીના પુવાળાની યુવતીને બેરહેમીથી લાકડીઓ ફટકારી મોતને ઘાટ ઉતારી

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર અગમ્ય કારણોસર તકરાર કરી માથે લાકડીઓ મારતા ઘટના સ્થળે જ મોત થયું દાહોદના ધાનપુર તાલુકાના ડુમકા ગામે એક ઈસમે એક યુવતી સાથે અગમ્ય કારણોસર ઝઘડો તકરાર કરી હતી. ત્યારબાદ એકદમ ઉશ્કેરાઇ જઇ યુવતીને માથાના ભાગે તથા મોઢાના ભાગે લાકડીઓ મારી ઘટનાસ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દેતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો અને ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ધાનપુર તાલુકાના ડુમકા ગામે નીચવાસ ફળિયામાં રહેતા વિક્રમ ઉર્ફે લાલો નરસિંહ પસાયાએ દેવગઢ બારિયા તાલુકાના કોળીના પુવાળા ગામે રહેતી મીનાબેન સાથે અગમ્યRead More


ધરપકડ: સુરેન્દ્રનગરના લીંબડીમાં એક વર્ષ પૂર્વે સાડા સતર લાખની ઘરફોડ ચોરીને અંજામ આપનારા બે શખ્સો ઝડપાયા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ધાનપુર પોલીસે બાતમીના આધારે આંબાકાચ ગામેથી દબોચી લીધા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 17.50 લાખની ઘરફોડ ચોરીનો ભેદ વણઉકલયો હતો.આ ગુનાના છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને દાહોદ જિલ્લાની ધાનપુર પોલીસે બંને આરોપીઓને આંબાકાચ ગામેથી ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળ્યુ છે. દાહોદ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ ઝબ્બે કરવાની પોલીસ દ્વારા હાલ કામગીરી ચાલી રહી છે .ત્યારે આ કામગીરીમાં ધાનપુર પોલીસ પણ સક્રિય બની છે ત્યારે ગતરોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંRead More