Friday, June 11th, 2021
બેદરકારી: દાહોદ એસબીઆઇ દ્વારા બંડલમાં ઓછી અપાયેલી રૂ500ની 14 નોટો પરત કરાઈ
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક 100 બદલે 86 નોટોવાળું અપાયેલું બંડલ ગ્રાહક ગણ્યા વિના જ લઈ જતાં ભૂલ પડી હતી દાહોદની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી દ્વારા ગ્રાહકને બંડલમાં ભૂલથી ઓછી અપાઈ ગયેલી રૂ.500 ની 14 નોટો પરત આવેલ ગ્રાહકને પ્રમાણિકતા દાખવીને પરત આપવામાં આવી હતી. તાજેતરમાં દાહોદની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની માણેકચોક સ્થિત મુખ્ય શાખામાં શહેરની પી.ટી.સી. કોલેજના લેકચરર પ્રા. વિરેન્દ્રભાઈ આર.શાહ, પોતાના ખાતામાંથી રૂ. 5 લાખ ઉપાડવા ગયા હતા. તે સમયે કેશિયરે તેમને રૂ.500 ની નોટના 10 બંડલ આપતા તેઓ ગણ્યા વિના જ લઈ આવ્યા હતા. જે પછીRead More
સફળતા: દાહોદમાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાનના 3341 કામો પૂર્ણ
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં ચેકડેમો, તળાવો, વન તલાવડીને ઉંડા ઉતારવા ઉપરાંત કૂવાની કામગીરી કરવામાં આવી રહી છે. મનરેગા હેઠળ સમગ્ર વર્ષ દરમિયાન ગ્રામ પંચાયત કક્ષાએ કુલ 2730 242 કામો સૂક્ષ્મ સિંચાઇને લગતા કરવામાં આવ્યા કાર્યકારી કલેક્ટરની સૂચના બાદ બે જ દિવસમાં 3007 કામોના જીઓ ટેગિંગ મુખ્યમંત્રી પ્રેરિત દેશના સૌથી મોટા જળ સંગ્રહ અભિયાન સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં હાથ ઉપર લેવાયેલા કુલ 3385 કામો પૈકી 3341 કામો પૂર્ણ થયા છે. બાકીના 44 કામો એક સપ્તાહમાં પૂર્ણ થય એવું આયોજન હાથ ધર્યું છે. વિશેષ વાત તો એ છે કે, માત્ર છેલ્લા બે જ દિવસમાં 3007 કામોના જીઓ ટેગિંગની કામગીરી કરીRead More
કાર્યવાહી: દાહોદથી 20 કિલો ગૌ માંસનો જથ્થો ઝડપાયો
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદની ગૌરક્ષા દળની ટીમને મળેલી બાતમી આધારે પોલીસે કસ્બા વિસ્તારમાં તપાસ કરતા ઘરમાંથી 20 કિલો ગૌમાંશનો જથ્થો તથા કતલમાં વપરાયેલ હથિયારો મળી આવ્યા હતા. એફ.એસ.એલ.માં ગૌમાંસ હોવાનું પૃથ્થકરણ થતાં કસાઇ સામે દાહોદ શહેર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. દાહોદની ગૌરક્ષા દળ ટીમને તા.8 જૂનના રોજ દાહોદ શહેરના કસ્બા વિસ્તારમા એક મકાનમા ગાયોની કતલ કરવામાં આવી હોવાની બાતમી મળી હતી. આની જાણ દાહોદ શહેર પીઆઈ વી.પી.પટેલને જાણ કરતા જયદીપભાઇ બારીયા, કનુભાઇ બાંભા, દીપકભાઇ કટારા, જીતુભાઇ વણઝારા, જયંતિભાઇ સહિતના સ્ટાફ સાથે કસ્બામા કસાઈના ઘરે દરોડો પાડી 20Read More
અકસ્માત: નીમચ ઘાટી નજીક ટેમ્પોની ટક્કરે બાઇક સવાર મહિલા સહિત બે ઘાયલ
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક મધ્યપ્રદેશથી મરણવિધિ પૂરી કરી પરત આવતા હતા અકસ્માત કરી ચાલક ટેમ્પો લઇ ફરાર થવામાં સફળ રહ્યો મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુરના સુતીયાકાળુ ગામના અભલાભાઇ પશવાભાઇ પરમાર તથા નવલભાઇ જોરીયાભાઇ મંડોર અને તેમના જમાઇ ગુલબાર ગામના મીહીયાભાઇ કાળીયાભાઇ મંડોડ તથા અભલાભાઇની માતા સુમલીબેન ચારેય જણા મધ્યપ્રદેશના નાહરપુરા ગામે મરણવિધી પુરી કરી પરત પોતાના ગામે બે અલગ અલગ મોટર સાયકલ ઉપર આવતા હતા. તે દરમિયાન નીમચ ઘાટીના વળાંકમાં મીહિયાભાઇ જીજે-20-એજે-0029ની મોટર સાયકલ ઉપર સુમલીબેનને પાછળ બેસાડી જઇ રહ્યા હતા. ત્યારે જીજે-20-ટી-3239 નંબરનો 407 ટેમ્પોનાના ચાલકે પોતાનું વાહન બેફીકરાઇપૂર્વકRead More
વિવાદ: સાલીયામાં તૂટેલો વાયર રીપેર નહીં કરતાં દાતરડું મારતાં ઇજા
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક માતા-ભાઇને ધમકી : તોયણી ગામ પિતા-બે પુત્ર સામે ગુનો સાલીયા ગામે નીલગીરીનું ઝાડ પડતાં ઇલેક્ટ્રીક લાઇનનો વાયર તુટી જતાં રીપેર નહી કરી આપતાં એક વ્યક્તિ ઉપર દાતરડાથી હુમલો કરતાં હાથની આંગળીએ ઇજા થઇ હતી. જ્યારે વચ્ચે છોડાવવા પડેલ માતા તથા ભાઇને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સાલીયા ગામના મહેશભાઇ બળવંતભાઇ પટેલ ચાલતા ચાલતા ઘરે જતો હતો. ત્યારે તોયણી ગામના સુરેશભાઇ જેસીંગભાઇ પટેલ, હિતેશભાઇ સુરેશભાઇ પટેલ અને મનિષભાઇ સુરેશભાઇ પટેલ ત્રણેય પિતા-પુત્રો ટાવેરા ગાડી લઇને મહેશભાઇ પાસેRead More
રોષ: દાહોદમાં નંખાતા પાણીના મીટરના ઢાંકણાની ચોરીનો અવિરત સિલસિલો
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક શહેરમાં પાણીના મીટરને કનેક્શન સાથે જોડાય તે પહેલાં જ ચોરી! દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટસીટી પ્રોજેક્ટ અંતર્ગત પાણીની લાઈન સાથે મીટર નાખવાની કાર્યવાહી ચાલે છે ત્યારે તે પૈકીના અનેક મીટરોના ઢાંકણની ચોરી થઈ જતા નગરજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્માર્ટસીટી અંતર્ગત ચાલતી કાર્યવાહી અંતર્ગત દાહોદ શહેરમાં એમ.જી.રોડ સ્ટેશન રોડ, ગુજરાતીવાડ સહિત વિવિધ અંતરિયાળ વિસ્તારોમાં પાણીના મીટર બેસાડવાની કામગીરી સ્માર્ટસીટી તંત્ર દ્વારા ચાલી રહી છે. જ્યારે શહેરના મોચીવાડ, રુસ્તમપુરા જેવા મુખ્ય માર્ગોથી અંદરના ભાગે આવેલ અનેક વિસ્તારોમાં આશરે 50 થી વધુ ઘરોની બહારના ભાગે બેસાડેલા પાણીનાRead More
ચોરી: લીલવાઠાકોરમાં બંધ મકાનમાંથી તસ્કરોની 81 હજારની હાથ સફાઇ
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર બે તિજોરીનો તોડી સોના-ચાંદીના દાગીના અને 50 હજારની ચોરી દરવાજાનું તાળું તોળી પ્રવેશ કર્યો : લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી બે તિજોરી તોડી તેમાં મુકેલો સામાન વેરવિખેર કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂા.81000ની મત્તા ચોરી નાસી ગયા હતા. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવાઢાકોર ગામ માળફળિયાના અને હાલ ખેડા જિલ્લાના મહેમદાબાદ રહેતા નીરવકુમાર વીરસીંગભાઇ ભાભોરના બંધ મકાનને નિશાનબ બનાવી તસ્કરો ત્રાટક્યા હતા. અને મુખ્ય દરવાજાને મારેલું તાળું તોડી ઘરમાંRead More
રજૂઆત: સંજેલી હોળી ફળિયામાં સામૂહિક રસ્તા પર થયેલા દબાણ દૂર કરવા ટીડીઓને રજૂઆત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સંજેલી હોળી ફળિયા સામૂહિક રસ્તા પર થયેલા દબાણ દુર કરવા ખેડૂતપુત્રએ ટીડીઓને લેખિત રજૂઆત કરી હતી. આદિવાસી ખેડૂતના ખેતરમાં જવાના માર્ગ પર જ દબાણ થતાં ખેડૂતો દ્વારા લેખિત રજૂઆત સંજેલી ખાતે આવેલ હોળી ફળિયા વિસ્તારમાં ફળિયામાંથી પસાર થતા માર્ગ પર જ મકાન બનાવી દેતા સ્થાનિકો અને ખેડુતોને ખેતરમાં અવર જવર કરતાં વાહનોને મુશ્કેલીને લઇ તાલુકા વિકાસ અધિકારીને દબાણ દુર કરવા ખેડૂત દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી હતી.સંજેલી ઝાલોદ રોડ પર આવેલા હોળી ફળિયા વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં વર્ષોથી પંચાયતનો રસ્તો છે. જ્યાંથી આ ફળિયાના લોકો સહિતRead More
આયોજન: લીમખેડા-સિંગવડ તા.માં આદિજાતિ વિકાસમાં 8.13 કરોડનું આયોજન
લીમખેડા3 કલાક પહેલા કૉપી લિંક સાંસદની ઉપસ્થિતિમાં પ્રાંત કચેરીમાં TSP ની બેઠક યોજાઇ હતી દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં લીમખેડા પ્રાંત કચેરીના સભાખંડમાં લીમખેડા તથા સિંગવડ તાલુકાની આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઇ હતી.બેઠકમાં પ્રાયોજના વહીવટદાર જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના પ્રમુખ પ્રાંત અધિકારી TDO મામલતદાર સહિત વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 2021-22માં ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ કૃષિ વ્યવસ્થા, પશુપાલન, ગ્રામ વિકાસ, નાની સિંચાઈ વીજળીકરણ, રસ્તા પુલ નિર્માણ, શિક્ષણ, આરોગ્ય,પાણી પુરવઠા યોજનાઓ,પોષણ, મઘ્યાંહન ભોજન યોજના સહિતની 22 જેટલા વિભાગોની અનેકવિધ યોજનાઓ અંતર્ગત વિકાસ કાર્યો માટે લીમખેડા તાલુકામાં 4Read More