Sunday, June 6th, 2021

 

બચાવ કાર્ય: ધાનપુર બજારમાંથી કતલખાને લઇ જવાતા 5 પશુઓ સાથે એક ઝડપાયો

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક 1.50 લાખના પશુઓ મળી 5.50 લાખનો મુદ્દામાલ જપ્ત બારિયાના કાપડી વિસ્તારના બે અને મ.પ્ર.ના એક સામે ગુનો પંચમહાલ ગોધરા રેન્જના આઇ.જી. એમ.એસ.ભરાડા તરફથી આંતરરાજ્ય પશુઓની હેરાફેરી ઉપર રોક લગાવવા આવા વ્યક્તિઓ ઉપર નજર રાખી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને દાહોદ એસ.પી. હીતેશ જોયસરે જીલ્લાની આંતરરાજ્ય સરહદો ઉપરની હેરાફેરી ઉપર જરૂરી વોચ તપાસ તેમજ નાકાબંધી કરી આવી ગે.કા.રીતેની હેરાફેરી રોકવા સુચના કરેલ જે સુચના અનુસંધાને લીમખેડા ડીવાયએસપી ડો. કાનન દેસાઇએ અલગ અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા સુચના અને જરૂરી માર્ગદર્શન કર્યુ હતું. જેમા સીપીઆઇRead More


કામગીરી: સંજેલીમાં ગંદકી અને દબાણને લઇ બેઠક, પોલીસ તંત્ર દ્વારા બાઈકોને ટાર્ગેટ બનાવતાં વેપાર ધંધા પર માઠી અસર

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક સંજેલીમાં ટીડીઓએ ગ્રામજનો સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી. મીટિંગ બાદ પંચાયતના ગેટ આગળથી સફાઇ અભિયાન શરૂ કરાયું સંજેલીમાં ઠેરઠેર ગંદકી દબાણના દ્રશ્યોથી ચોંકી ઉઠેલા ટીડીઓએ યુધ્ધના ધોરણે ગ્રામજનો, વેપારી સરપંચ તલાટી સાથે રાખી તાલુકા પંચાયત સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષસ્થાને બેઠક યોજી હતી. જેમાં સંજેલી મામલતદાર પી.આઈ.પટેલ, ટી.એચ.ઓ. એમ.એ.આલમના, ટીડીઓ ભુરીયા ઉપસ્થિત રહ્યાં હતાં. નગરમાં ગટરના ગંદા પાણી અને રસ્તા સહિતની સમસ્યાના લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમજ પોલીસ તંત્ર દ્વારા ટાર્ગેટના ચક્કરમાં બાઈક ચાલકોને દંડતા ધંધા રોજગાર પર માઠી અસરને લઈ પ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. પુષ્પ સાગર કિનારેRead More


વિરોધ પ્રદર્ષન: દાહાદના ‘PIU’ના ઈજનરોએ પડતર માગણીઓને લઇ કાળીપટ્ટી ધારણ કરી

ધાનપુર2 કલાક પહેલા કૉપી લિંક બે દિવસ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી પછી પેનડાઉન કાર્યક્રમ યોજ્યો સરકારી કામગીરીને અડચણરૂપ ના થાય તે રીતે વિરોધ કરી ફરજ બજાવી દાહોદ જિલ્લાના ફરજ બજાવતા પીઆઇયુ ઈજનરો દ્વારા પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકારી કામગીરીને અડચણરૂપ ના થાય તે રીતે કાળી પટ્ટી ધારણ કરીને ગાધીચિંધ્યા માર્ગે વિરોધ કરીને ફરજ બજાવી હતી. ગુજરાત રાજયની પીઆઈયુ ઈજનેર એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે આવેદન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા ઇજનેરોએ પોતાની માગણીમાં ઓગષ્ટ 2016 અસરથી તાત્કાલિક ધોરણે સાતમા પગારપંચ મુજબ પગારધોરણ ચૂકવવાની માંગણીRead More


ઠગાઇ: ગરબાડાના 5 યુવકો સાથે નોકરી અપાવવાના બહાને રૂ12.50 લાખની છેતરપિંડી કરાઇ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર આર.પી.એફ.માં એસ.આઇ. હોવાની ખોટી ઓળખ આપી ઠગાઇ કરાઇ ખોટા આઇ કાર્ડ તથા ખોટા નોકરીના ઓર્ડર આપી રૂા. 2.50 લાખ પડાવ્યા ગરબાડાના એક વ્યક્તિએ આર.પી.એફ.માં એસ.આઇ. હોવાની ખોટી ઓળખ આપી નોકરી અપાવવાની લાલચ આપી ગામના જ પાંચ યુવકોને ખોટા આઇ કાર્ડ તથા ખોટા નોકરીના ઓર્ડર આપી 12.50 લાખની છેતરપીંડી કરતાં ગરબાડા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ગરબાડાના 24 વર્ષિય દેવેન્દ્રભાઇ હરીશભાઇ પંચાલને નવેમ્બર’19માં તેના મિત્ર એજાજ શેખે તેને જણાવેલ કે તેનો મિત્ર અરવિંદભાઇ મનુભાઇ સંગાડા મળેલો અનેRead More


છેતરપિંડી: દાહોદના નોકરીવાંછુ યુવક દ્વારા નોકરીની લાલચ આપી રૂપિયા 10,000ની ઠગાઇ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર યુવક પાસે ટુકડે ટુકડે કરીને પેટીએમ દ્વારા રૂપિયા ભરાવ્યા દાહોદના નોકરી વાચ્છુક યુવકને નોકરીની લાલચ આપી પેટીએમ દ્વારા 10,260 રૂપિયાનું ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરતા બે યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સૂૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ શહેરના ગોધરા રોડ જનતા કોલોનીમાં રહેતા નોકરી વાચ્છુક યુવક ગોવિંદભાઇ શ્રીકિશન કુશવાહા નોકરીની શોધખોળ કરતો હતો. તે દરમિયાન પાંચ મહિલા પહેલા એક પેમ્પ્લેટ પેપરમાં વાંચેલ રીલાયન્સ ફોરજી ટાવર કંપન દ્વારા નોકરીની જાહેરાત જેમાં આપેલા નંબર ઉપર સંપર્ક કરતાં તેઓએ સોશિયલ મિડીયા ઉપર ફોર્મ મોકલીRead More


વેક્સિનેશનનો ઉત્સાહ: રાજસ્થાનમાં વેક્સિન આપવાનું બંધ કરતા 30 લોકોએ 12 હજારનો ખર્ચ કરી ગુજરાતમાં વેક્સિન મૂકાવી

દાહોદ2 કલાક પહેલાલેખક: ઇરફાન મલેક કૉપી લિંક ફાઇલ તસવીર ગુજરાતના દાહોદના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં બે દિવસથી વેક્સિનશ બંધ હોવાથી વિદેશ જવા ઇચ્છુક લોકો મુંઝવણમાં મુકાયા છે. વિદેશમાં કોવિડશિલ્ડને જ માન્યતા હોવાથી હવે આ લોકોએ ગુજરાત તરફ ડોળો ફેરવ્યો છે. હજારો રૂપિયાનો ખર્ચ કરીને આવા લોકો 100 કિમી દૂર ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે. રવીવારે 12 હજાર રૂપિયાના ખર્નાચે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાથી દાહોદના સંજેલી આવેલા 30 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. ડુંગરપુરથી ગુજરાત રસી લેવા આવ્યાદાહોદ જિલ્લાના સંજેલી CHCમાં રવીવારના રોજ વેક્સિનેશનની કામગીરી ચાલુ હતી. ત્યારે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાગવાડાથીRead More


ધરપકડ: ગરબાડાના પાંદડીમાં વિદેશી દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, રૂ.1.34 લાખના દારૂ સાથે એક ઝડપાયો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દારૂ લઈને આવનાર અન્ય ચાર જેટલા ઇસમો વિરુદ્ધ પણ ગુનો દાખલ ગરબાડા તાલુકાના પાંદડી ગામે એક રહેણાંક મકાનમાંથી પોલીસે કુલ રૂપિયા 1,34,880 ના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં એક આરોપીની અટક કરી છે. ત્યારે વિદેશી દારૂ લઈને આવનાર અન્ય ચાર જેટલા ઇસમો વિરુદ્ધ પણ પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. વિદેશી દારૂની 22 પેટીઓ પકડાઇ છેગરબાડા તાલુકાના પાંદડી ગામે મડિયાભાઈ ગણાવા, ગોપીભાઈ મડિયાભાઈ ગણાવા તથા મેંલેશ મડિયાભાઈ ગણાવા (ત્રણે રહે.વરમખેડા,તાલુકો જિલ્લો.દાહોદ) ત્રણેય જણા સફેદ ગાડીમાં વિદેશી દારૂની પેટીઓ નંગ 22 જેમાંRead More


સફળ ઓપરેશન: દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં 16 વર્ષની કિશોરીના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢવામાં આવી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ગાયનેક સર્જન ડો.કનિષ્ક નાયકની ટીમે ઓપરેશન કરી કિશોરીને બચાવી ગાંઠને કારણે પેટમાં દુખાવો, ઉલ્ટીઓ થતા ખોરાક પણ લઇ શકાતો ન હતો દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરી 16 વર્ષની કિશોરીના પેટમાંથી 4 કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી. તબીબોની ટીમે જહેમત ઉઠાવી કરેલી શસ્ત્રક્રિયા બાદ હાલ દર્દીની તબિયત સ્થિર છે. જો આ ગાંઠ વેળાસર કાઢવામાં ન આવી હોત તો દર્દીને વધારે તકલીફ થવાની સંભાવના રહેલી હતી. ગાયનેક સર્જન ડો.કનિષ્ક નાયક સારવાર કરી રહ્યાં છે કિશોરીને અંડાશયમાં ગાંઠ હોવાનું માલૂમ પડ્યુદાહોદની ઝાયડસ હોસ્પિટલમાં તારીખ 30 મેના રોજRead More


અધિકારી એકશનમાં: સંજેલીમાં ઠેરઠેર ગંદકી અને દબાણના દ્રશ્યોથી ચોંકી ઉઠેલા ટીડીઓએ ગ્રામજનો સાથે બેઠક યોજી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પોલીસ તંત્ર દ્વારા ટાર્ગેટના ચક્કરમાં બાઈકોને ટાર્ગેટ બનાવતાં હોવાની રજૂઆત કરાઇ રોજીરોટી માટે જતાં બાઇક ચાલકોને રૂ.1000 નો દંડ કે મેમો અપાતાં રોષ ફેલાયો સંજેલીમાં ઠેરઠેર ગંદકી દબાણના દ્રશ્યોથી ચોંકી ઉઠેલા ટીડીઓએ યુદ્ધના ધોરણે ગ્રામજનો, વેપારી, સરપંચ, તલાટી સાથે રાખી તાલુકા પંચાયત સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષસ્થાને બેઠક યોજી હતી. જેમાં નગરમાં ગંદકી, ગટર, પાણી, રસ્તા સહિતની સમસ્યા અંગેના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમજ પોલીસ તંત્ર દ્વારા ટાર્ગેટના ચક્કરમાં વાહન ચાલકોને દંડની હેરાગતી થતી હોવાની પ્રમુખ દ્વારા રજુઆત કરાઈ છે. રોગચાળો ફાટે તે પહેલા પાળ બાંધવામાંRead More