Sunday, April 11th, 2021

 

સ્થિતિ ભયાનક: દાહોદના સ્મશાનમાં રવિવારે 10 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ત્રણ દિ’માં 25થી વધુની અંત્યેષ્ઠિ : કોરોનાની ગાઇડ લાઇન સાથે મુખાગ્નિ દાહોદ શહેરમાં કોરોના વાઇરસનો લોડ વધતાં સંક્રમણ બેહદે ફેલાયુ છે. તેના કારણે ઝાયડસ સાથે શહેરના ખાનગી દવાખાનાઓમાં પણ મહત્તમ કોરોનાના દર્દીઓ જ સારવાર લઇ રહ્યા છે. પરીસ્થિતિ વિસ્ફોટક હોવા છતાં કેટલાંક ગાફેલ લોકો બજારોમા માસ્ક વગર ફરતા જોવા મળે છે. જોકે, કોરોના પોઝિટિવ થયેલા દર્દીઓ રિકવર પણ એટલી જ તેજીથી થઇ રહ્યા છે પરંતુ કેટલાંક લોકો દવાખાને ગયા બાદ હયાત પોતાના ઘરેRead More


ભાસ્કર વિશેષ: દાહોદમાં ટીકા ઉત્સવમાં 2000થી વધુને કોરોના વિરોધી રસી મૂકાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં ટીકા ઉત્સવમાં બે હજારથી પણ વધુને કોરોના સામે રસી મૂકાઇ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 121 સ્થળોએ કોરોના સામે રસીકરણના સામુદાયિક કાર્યક્રમો યોજાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીકા ઉત્સવ મનાવવા કરેલી હાંકલને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં ૧૨૧ સ્થળો ઉપર રવિવારે પણ કોરોના વાયરસ સામે લોકોને સુરક્ષિત કરવા રસીકરણ શરૂ રાખવામાં આવ્યું હતું. વડાપ્રધાને દેશવાસીઓને આપેલા સંદેશા ઇચ વન – વેક્સીનેટ વન, ઇચ વન – ટ્રીટ વન, ઇચ વન – સેવ વન થકી રસીકરણને વધુ વ્યાપક બનાવવા અપીલ કરી, તેનો પડઘો દાહોદમાં સારી રીતે ઝીલાયોRead More


અકસ્માત: અનાજના પોટલા સાથે મજૂરો ભરેલી આઈશરે પલટી મારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક અમદાવાદથી તારમી છાપરી જતા 20 મજૂરોને ઈજા સંજેલી ભાણપુર પાસે વડલાવાળી ઘાટીમાં વહેલી સવારે અમદાવાદથી સીંગવડ તાલુકાનાં તારમી છાપરી ગામે જઈ રહેલા મજુરો ભરેલી આઈસર પલ્ટી મારતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા.અમદાવાદથી મજુરી કરી તારમી છાપરી ગામે અમદાવાદથી આઈશર લઇ આવી રહ્યા હતા તે દરમ્યાન વહેલી સવારે ભાણપુર પાસે વડલાવાળી ઘાટીમાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં રોડ નજીક પલ્ટી મારી હતી બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. દબાયેલા લોકોને તાત્કાલિક બહારRead More


નિવેદન: દાહોદ ઝાયડસમાં બેડ ખૂટવા અંગેની અફવાથી નોડલ ઓફિસરનો ખુલાસો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર રેમડેસિવિર ઇન્જેક્શન પણ પૂરતા પ્રમાણમાં હોવાનો દાવો બધા કોરોના પોઝિટિવને ઇન્જેક્શનની જરૂર હોતી નથી દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં બેડ ખુટ્યા હોવા સાથે રેમડેસિવિર ઇન્જેક્શન પણ નહીં મળતાં હોવાની વાતો ટોક ઓફ ધી ટાઉન બની હતી. આ મામલે દાહોદની ઝાયડસ ખાતેના કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. કમલેશ નિનામાએ સ્પષ્ટતા કરી કે, કોરોનાના વધતા કેસો અને જાતજાતની અફવાઓ જેવી કે હોસ્પિટલમાં બેડસ ખાલી નથી. રેમડેસિવિર ઇન્જેક્શન વિશે તેમણે જણાવ્યુ હતું કે, રેમડેસિવિર ઇન્જેકશનની દરેકRead More


તકેદારીના પગલાં: દાહોદ જિલ્લામાં પ્રથમ ખાનગી કોવિડ કેર સેન્ટર ઝાલોદમાં ખુલશે, ત્રણ ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર માટે માન્યતા અપાઇ

Gujarati News Local Gujarat Dahod First Private Covid Care Center To Open In Jhalod In Dahod District, Three Private Hospitals Approved For Corona Treatment Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરોના દર્દીને સમયસર સારવાર મળે તેની તકેદારી રૂપે ખાનગી કોવિડ સેન્ટરને મંજૂરી આપી દાહોદમાં કોરોના વાયરસના વધતા જતાં પ્રકોપમાં દર્દીઓને સારવારમાં કોઇ ઉણપના રહે તે માટે કલેક્ટર વિજય ખરાડીએ જિલ્લાની ત્રણ ખાનગી હોસ્પિટલને કોરોના સંક્રમિત દર્દીઓની રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલા દરે સારવાર માટે નિયત કરી છે. તેની સાથેRead More


ફફડાટ: ​​​​​​​દાહોદ પાસે પાવડી એસઆરપી ગ્રુપમાં સાગમટે 47 જવાનો કોરોના પોઝિટિવ આવતાં હાહાકાર, તામિલનાડુની ચૂંટણીના બંદોબસ્તમાં ગયા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પાવડી એસઆરપી કેમ્પમાં સામુહિક ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ કુલ 408 જવાનોના સામુહિક ટેસ્ટ કરાતાં પરિણામ બહાર આવ્યુ દાહોદ પાસે પાવડીમાં આવેલા એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતા જવાનો તામિલનાડુની ચૂંટણીના બંદોબસ્તમાં ગયા હતા. આ કેમ્પમાં આજે કોરોનાના સામુહિક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં સાગમટે 47 જવાનો કોરોના પોઝિટિવ આવતાં સમગ્ર કેમ્પમાં ફફડાટ ફેલાઇ ગયો છે. 392 એસઆરપી જવાનોને તામિલનાડુ ગયા હતાબીજી તરફ દેશમાં વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ રહી છે. જેથી આ ચૂંટણીઓમાં કાયદોRead More


અછત: ​​​​​​​દાહોદમાં રવિવારે એક પણ રેમેડિસિવિર ઇન્જેકશન ઉપલબ્ધ ન હોવાથી કોરોનાના દર્દીઓને હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક ઇન્જેકશનનો જથ્થો નહી આવે તો કેટલાયે દર્દી ડોઝ ચુકી જશે રોજ ઓછામાં ઓછા 200 ઇન્જેકશનની જરૂરિયાત સામે શૂન્ય સ્ટોક દાહોદ જિલ્લામાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર થઇ રહી છે. હોસ્પિટલો હાઉસફુલ છે. ત્યારે રવિવારે બપોર સુધીમાં જિલ્લામાં એક પણ રેમડિસિવિર ઇન્જેકશન ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યુ છે. જો આજે ઇન્જેકશન ન આવે તો કેટલાયેના ડોઝ અધુરા રહી જવાની દહેશત ઉભી થઇ છે. જિલ્લામાં જે લોકો કોરોના મુક્ત છે તેમણે સાવચેત થઇ જવું આવશ્યક છે.Read More


હત્યા કે આત્મહત્યા: દાહોદ પાસે દેલસરમાં યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક યુવક મધ્ય પ્રદેશના ભાભરાનો હોવાની માહિતી સામે આવી દાહોદ તાલુકાના દેલસર ગામે એક રહેણાંક મકાનમાંથી યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. ત્યારે આ યુવક મધ્યપ્રદેશના ભાભરા ગામનો હોવાનું જાણવા મળી રહ્યુ છે. દાહોદ શહેરને અડીને આવેલા દેલસર ગામે આજરોજ વહેલી સવારે ઉકરડી રોડ સાંઈધામ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં યુવકની લાશ ગળે ફાંસો ખાધો હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા સ્થળ પર દોડી ગયા હતા અને આ ઘટનાનીRead More