Monday, April 5th, 2021

 

અકસ્માત: શીંગેડીમાં બાઇકની અડફેટે ઘાયલ બૈણાના યુવકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક શૌચક્રિયા માટે મોટર સાઇકલ પાસે રોડની સાઇડમાં ઊભો હતો દે.બારિયા પોલીસ મથકે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના બૈણા ગામના નિશાળ ફળિયામાં રહેતા સબુરભાઇ શંકરભાઇ પટેલ ગતરોજ બપોરના એક વાગ્યાના અરસામાં પોતાની જીજે-20-એજી-8435 નંબરની બાઈક લઇને જતા હતા. તે સમય દરમિયાન શીંગેડી ગામે રસ્તામાં રસ્તામાં શૌચક્રિયા માટે બાઈક રોડની બાજુમાં ઉભી રાખી હતી. તે દરમિયાન જીજે-20-એપી-8430 નંબરની બાઈકના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની બાજુમાંRead More


કોરોના કાળ: દાહોદમાં નવા 26 કેસ સાથે કોરોનાની આગેકૂચ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં રસીકરણ અભિયાન અંતર્ગત વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. એપ્રિલના માત્ર 5 દિવસમાં જ 127 નવા કેસ: એક્ટિવ કેસોની સંખ્યા 199 થઇ દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 26 કેસ નોંધાયા હતા. દાહોદ શહેર અને જિલ્લામાં તા. 5એપ્રિલના રોજ Rtpcr ટેસ્ટના 959 સેમ્પલો પૈકી 20 પોઝિટિવ આવ્યા છે. તો રેપીડના 1315 સેમ્પલો પૈકી 6 પોઝિટિવ નોંધાયા હતા. સોમવારે નોંધાયેલ નવા કેસ‌ પૈકી દાહોદ શહેરના 3 સહિત દાહોદ ગ્રામ્યના 5, ફતેપુરાના 7, ઝાલોદ ગ્રામ્યના 4, દેવગઢRead More


ભાસ્કર વિશેષ: દાહોદ ખાતે આવાસ યોજના હેઠળના 195 લાભાર્થીઓને મકાન નંબરની ફાળવણી થઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસનો ડ્રો યોજાયો હતો. દાહોદ પાલિકા‌ સભાખંડમાં IHSDP યોજનાના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાયો ઈન્ટીગ્રેટેડ હાઉસિંગ એન્ડ સ્લમ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (IHSDP) સંકલિત આવાસ અને શ્રમ વિભાગ વિકાસ કાર્યક્રમ અંતર્ગત દાહોદ નગરપાલિકા ખાતે 195 લોકોને આવાસ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.2017માં દાહોદ પાલિકા દ્વારા આ પ્રોજેક્ટની જાહેરાત થતા કુલ 1150 લોકોએ ઓનલાઈન અરજી કરી હતી. જે 480 લાભાર્થીઓનો પણ 2019માં પુન: ઓનલાઈન ડ્રો યોજાતાં 480 લોકો પૈકી 285 લોકોને મકાનના નંબર સાથે આવાસ ફાળવણીRead More


બેદરકારી: દાહોદમાં હોળી બાદ ખરીદી શરૂ, પણ કોરોનાના નિયમોના ધજાગરા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદના બજારોમાં ‌ગીર્દી જામતાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. સોશિયલ ડિસ્ટન્સના ભંગ સાથે લોકો માસ્ક વિના જોવા મળે છે દાહોદમાં હોળી બાદ લગ્નની સિઝન નીકળતા વેપારી આલમમાં ખુશી ફેલાઈ જવા પામી છે. આસપાસના દાહોદના એમ.જી.રોડ, ગાંધી ચોક, નેતાજી બજાર, પડાવ સહિતના વિવિધ વિસ્તારોમાં હકડેઠઠ માનવમેદની ઉભરાય છે. ઘરેણા, કપડા, પગરખાં, વાસણ, તિજોરી કે ખુરશી-ટેબલ લેવા માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં દાહોદના બજારોમાં આવેલ દુકાનોએ આવે છે. સોશિયલ ડિસ્ટન્સ નથી કેળવાતું અનેRead More


ક્રાઇમ: ભીંટોડીમાં જાનૈયાઓ ઉપર હુમલો કરતાં સાત ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસ્વીર અગાઉ મજૂરો સાથે કામ કરાવવા મુદ્દેની બોલાચાલીમાં હુમલો, 11 સામે ગુનો નોંધ્યો ખંગેલાના લોકો જાન લઇને આવ્યા હતા દાહોદ તાલુકાના ભીંટોડી ગામે 11 જેટલા સશસ્ત્ર ઈસમોના ટોળાએ ખંગેલાના જાનૈયાઓ પર સશસ્ત્ર હુમલો કર્યો હતો. આ હુમલામાં સાત જેટલી વ્યક્તિઓને ઇજા થઇ હતી. ટોળાંએ ધિંગાણું મચાવતા ભારે નાસભાગ મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ખંગેલા ગામના મોટા ફળિયામાં રહેતા સુકીયાભાઈ સુમલાભાઈ પરમારના છોકરાની જાન લઈને જાનૈયાઓ ભીંટોડી ગામે ગયા હતા. તે દરમિયાનRead More


તંત્ર દ્વારા કાર્યવાહી: દાહોદ પાલિકા દ્વારા વીજતંત્રનું દબાણ બુલડોઝર ફેરવી દૂર કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને લોકોની સુવિધા માટે અડચણરૂપ દબાણો તોડાયાં દાહોદ અનાજ માર્કેટથી લઇ શહેરને વીજ પુરવઠો પુરો પાડતા એમ.જી.વી.સી.એલ.અને પાવર હાઉસ સુધીના માર્ગે ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને લોકોની સુખાકારી વધે તેવા પ્રયત્નોને લઈને એમ.જી.વી.સી.એલ.ની દીવાલ સહિતના આ માર્ગે પ્રવર્તતા દબાણો દૂર કરવાની કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. દાહોદ પાલિકા તંત્ર દ્વારા વીજ તંત્રને વારંવાર સૂચન આપવામાં આવ્યા બાદ અને કોર્ટનું શરણું લેવા છતાં પણ વીજતંત્ર તરફથી કોઈ પ્રતિસાદRead More


અકસ્માત: લીમડી ખાતેના સાંઇબાબા મંદિર પાસે પિકઅપની અડફેટે ઉભેલું દંપતી ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસ્વીર સમાધાન થયા બાદ સારવારનો ખર્ચ નહી આપતાં અઢી મહિના બાદ ફરિયાદ દાહોદ જિલ્લાના ઝાલોદ કોળીવાડા મસ્જીદ ફળિયામાં રહેતા અબ્દુલહક્ક જીવા તથા તેમના પત્ની શાયરાબાનુ પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી તા.15 જાન્યુઆરીના રોજ દાહોદ ખરીદી કરવા ગયા હતા અને ખરીદી કરીને સાંજના સમયે દાહોદથી ખાનગી વાહનમાં બેસીને પોતાના ઘરે ઝાલોદ આવતા હતા. ત્યારે ખાનગી વાહન ચાલક પાસે ઝાલોદ સુધીના બીજા પેસેન્જર ન હોઇ તેમને કરંબા રોડ પાસે સાંઇ બબાના મંદિરથી આગળ પીકઅપ સ્ટેન્ડRead More


હત્યા કે આત્મહત્યા?: ​​​​​​​દાહોદ જિલ્લાને અડીને આવેલા MPના સેમલપાડા ગામમાં ઝાડ પરથી યુવક-યુવતીની લટકતી હાલતમાં લાશ મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ33 મિનિટ પહેલા કૉપી લિંક મૃતક યુવક દાહોદના અભલોડનો રહેવાસી યુવતીની ઓળખ મેળવવા તપાસ શરૂ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના સેમલપાડા ગામના કાળીરૂંડી ફળીયાના એક ઝાડ પર યુવક-યુવતીની લાશ લટકતી જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે ઝાડ પર લટકેલા યુવક યુવતી બન્ને પ્રેમી પંખીડા હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યાર થાદલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગ્રામજનોએ સરપંચ દેવાભાઇ ડામોરને જાણ કરતા સરપંચ દેવા ડામોરે થાદલા પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવીRead More


ઉમદા કામગીરી: ડો. કિંજલ નાયક દરરોજ 100 લોકોને કોરોના વેક્સિન આપે છે, અઢી મહિનાથી કોઇ પણ રજા લીધા વગર 1630 લોકોને આપી વેક્સિન

Gujarati News Local Gujarat Dahod Dr. Kinjal Nayak Gives Corona Vaccine To 100 People Every Day, Giving Vaccine To 1630 People Without Taking Any Leave For Two And Half Months Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દાહોદના રેટીંયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવે છે દાહોદના રેટીંયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડો. કિંજલ નાયકે અત્યાર સુધીમાં કુલ 1630 લોકોને કોરોનાની વેક્સિન આપી છે. તેઓ રોજના સરેરાશ 100 લોકોને પોતાના પ્રાથમિક આરોગ્યRead More


શાળામાં કોરોના: ઝાલોદની આઇ.પી. મિશન હાઇસ્કૂલના બે શિક્ષકો કોરોના સંક્રમિત થતા શાળા સંકુલમાં ફફડાટ ફેલાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક શનિવારે એક શિક્ષકને પોઝિટિવ આવતાં શિક્ષકોના રેપીડ ટેસ્ટ કરાયા રેપીડ ટેસ્ટમાં વધુ એક શિક્ષિકા સંક્રમિત થયા હોવાનો રિપોર્ટ આવ્યો દાહોદ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમાં કોરોનાનું સંક્રમણ હવે નવી વાત નથી. ત્યારે ઝાલોદની આઇ.પી. મિશન હાઇસ્કૂલના બે શિક્ષકોને કોરોના પોઝિટિવ આવતા શાળા સંકુલમાં ફફડાટ ફેલાયો છે. જો કે મોટા ભાગના શિક્ષકોના રેપીડ ટેસ્ટ નેગેટિવ આવ્યા હોવાની માહિતી મળી છે. દાહોદ જિલ્લામાં દેવગઢ બારીયા, લીમખેડા અને દાહોદમાં આવેલી જુદી જુદી શાળાના શિક્ષકો આ પહેલાં કોરોનાનો ભોગRead More