Friday, February 26th, 2021

 

ક્રાઇમ: નળુ ગામે મહિલા સાથે યુવકનો દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના ધાનપુરના નળુ ગામે એક મહિલા પોતાના ઘરમાં મિઠી નિંદર માણી રહી હતી. ત્યારે ગામનો જ એક લંપટ યુવક તેના ઘરે આવી લાકડી વડે માર મારી તેની સાથે દુષ્કર્મ કરવાની કોશીષ કરી મારી નાખવાની ધાકધમકી આપતાં મહિલાએ ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નળુ ગામની 37 વર્ષિય મહિલા સાંજના સમયે પોતાના ઘરમાં ઉંઘી રહી હતી. ત્યારે ગામનો જ અરવિંદ રતન વાદી તેનાRead More


ચૂંટણીનો જંગ: દાહોદ પાલિકાની ચૂંટણીમાં સત્તાસ્થાને કોણ આવશે: નગરમાં ચર્ચાનો દોર શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક કોંગ્રેસના કૈલાસ માખીજા ભાજપમાં જોડાયાં, કુલ 129 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે દાહોદ નગર પાલિકાની ચૂંટણીના પડઘમ શુક્રવારે સાંજે શાંત થતા જ ઉમેદવારો અને સમર્થકો દ્વારા દાહોદમાં આંતરિક બેઠકોનો દોર આરંભાયો છે. દાહોદમાં આચાર સંહિતાનો અમલ થાય તે પૂર્વે દાહોદના જે તે ઉમેદવારો દ્વારા પોતાના વોર્ડના વિવિધ વિસ્તારોમાં શુક્રવારે પણ રેલીઓ કે જનસંપર્ક કાર્યક્રમો યોજાયા હતા. દાહોદના ભાજપ, કોંગ્રેસ કે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારોએ પોતે જીતીને આવશે તો પોતે કરવા ધારેલા કાર્યો પોતાનો ચૂંટણીRead More


સાવચેતી: દાહોદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે સરહદી વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમો એલર્ટ બની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગ એલર્ટ બની સ્થળ પર જ કોરોના ટેસ્ટની વ્યવસ્થા કરાઈ દાહોદ જિલ્લાની સરહદી વિસ્તારમાં હાલ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાયા તેની તકેદારીને ધ્યાનમાં રાખી આ સરહદી વિસ્તારોમાં આરોગ્યની ટીમો ખડકી દેવામાં આવી છે. આવતા જતાં મુસાફરો, વાહન ચાલકો સહિત અવર જવર કરતાં લોકોનું સ્થળ પર થર્મલ સ્ક્રિનીંગ સહિતની કામગીરી આરંભી દેવામાં આવી છે ત્યારે કોઈક શંકાસ્પદ વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાય અથવા તો સ્થળ પર જ કોરોનાનોRead More


રાજકારણ: ​​​​​​​દાહોદ નગરપાલિકાના કૉંગ્રેસના વધુ એક ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કર્યું, વોર્ડ નંબર 4માં કૉંગ્રેસ માટે કપરા ચઢાણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક મતદાનના 48 કલાક ઉમેદવારનો પક્ષપલટો કૉંગ્રેસના મહિલા ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું હતું ભાજપની એક બેઠક પહેલા જ બિનહરિફ થઈ ચૂકી છે દાહોદ નગર પાલિકાની ચુંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે.તેવા સમયે વોર્ડ નંબર-4માં કોંગ્રેસ માટે કપરાં ચઢાણ થઇ ગયા છે.કારણ કે મહિલા ઉમેદવારે પહેલા જ ફોર્મ પરત ખેંચી લીધું હતુ.ત્યારે જાહેર પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસના સામાન્ય બેઠકના ઉમેદવારે પણ ભાજપાના ઉમેદવારને સમર્થન જાહેર કરી દેતાં કોંગ્રેસીઓમાં ખળભળાટ મચી ગયો છે. દાહોદ નગરRead More


મત માટે મદિરા: ​​​​​​​ભાજપાની ચૂંટણી સભા પછી ખુલ્લેઆમ વિદેશી દારુનુ વિતરણ કરાતો વીડિયો વાઇરલ થતાં ખળભળાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક રાજ્યમંત્રી બચુભાઇ ખાબડના મત વિસ્તાર દેવગઢ બારીયાના જંબુસરનો વીડિયો હોવાના મેસેજ વહેતા થયા એસપીએ 75 લાખના વિદેશી દારુ ઝડપ્યાની જાહેરાતના કલાકોમાં જ વીડિયો વાઇરલ થયા દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર 26 તારીખે સાંજે પાંચ વાગે બંધ થઇ ગયો છે.જેથી હવે દર ચૂંટણીની માફક નાંણા અને દારુની રેલમછેલ થશે. તેવા સમયે એક ગામડામાં ભાજપાની મિટીંગ બાદ વિદેશી દારુનુ ખુલ્લેઆમ વિતરણ કરાતો હોવાના વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ જતાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોRead More


તૈયારીઓ પૂર્ણ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 1633 મતદાન મથકો માટે કૂલ 11343 ચૂંટણીકર્મીઓ ફરજ બજાવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પંચાયતોની ચૂંટણીમાં 13 લાખ 41 હજાર 535 અને બે નગરપાલિકામાં 92199 મળી કૂલ 14 લાખ 33 હજાર 734 મતદારો દાહોદ જિલ્લાના 360 સંવેદનશીલ, 894 અતિસંવેદનશીલ મતદાન મથકો પર હથિયારધારી જવાનો તૈનાત મતદારો કોઇ પણ લાલચમાં આવ્યા વિના, ભયમુક્ત બની મતદાન કરવા કલેક્ટર વિજય ખરાડીનો અનુરોધ દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આગામી તા. 28ના રોજ યોજનારી ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી રીતે યોજાઇ તે માટેની જિલ્લા પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.Read More