Monday, January 18th, 2021

 

કોરોનાઅપડેટ: સોમવારે જિલ્લામાં માત્ર 2 કોરોના સંક્રમિત નોંધાયા, બંને દાહોદના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર પહેલા દિવસે 454 આરોગ્યકર્મીઓને રસી અપાઈ, મંગળ, ગુરુ અને શનિવારે એમ ત્રણ દિવસ રસી અપાશે દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 2 કેસ નોંધાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ બંને કેસ દાહોદ શહેરના હોવાનું નોંધવામાં આવ્યું હતું. તા.18.1.2021ને સોમવારે જાહેર થયા મુજબ જિલ્લામાં Rtpcr ટેસ્ટના 156 સેમ્પલો પૈકી એકેય નોંધાયા નહીં અને રેપીડના 412 સેમ્પલો પૈકી 2 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સાથે જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 13 લોકોને સાજા થઇRead More


ભાસ્કર વિશેષ: કડાણા સિંચાઇ યોજના થકી દાહોદ જિલ્લાના 29 તળાવોમાં મહી નદીના પાણી પહોંચ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં મહી નદીના પાણીના ઠેરઠેર વધામણા કર્યા હતા. 10 હજાર હે. જમીનમાં વાવેતર કરનારા મહી નદીના પાણીને ઠેરઠેર વધામણાં દાહોદ જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકાર સરકારની મહત્વાકાંક્ષી કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનાએ સમૃદ્ધિના પાણી લાવવાની શરૂઆત કરી દીધી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ યોજનાને લોકાર્પિત કર્યા બાદ અત્યાર સુધીમાં 29 તળાવો, બે કોતરો અને બે જળાશયો સુધી મહી નદીના પાણી પહોંચી ચૂક્યા છે. દાહોદ જિલ્લાના ખેડૂતોની 10 હજાર હેક્ટર જમીનમાં બારેય માસ સમૃદ્ધિનોRead More


ભાસ્કર વિશેષ: દાહોદમાં અધૂરા માસે જન્મેલા જોડિયા બાળકોને 51 દિવસની સઘન સારવાર બાદ નવજીવન મળ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક તેમના શરીરનું તાપમાન 37 ડિગ્રી આસપાસ રહે તેની ડો. રાકેશ લબાના અને તેમની ટીમ દ્વારા સતત તકેદારી રાખવામાં આવી જોડિયા બાળકોની સારવાર માટે બાળ સખા યોજના અંતર્ગત સહાય મળી દાહોદમાં બનેલા એક મેડિકલ મિરેકલના બનાવમાં અધુરા માસે જન્મેલા અને શારીરિક રીતે તદન અસક્ષમ જોડિયા બાળકોને 51 દિવસની સઘન સારવાર બાદ નજીવન મળ્યું છે. વિશેષ વાત તો એ છે કે આ બાળકોના વાલીની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે રાજ્ય સરકારની બાળ સખા યોજનાRead More


હાલાકી: મોટી મંડેરમાં મોબાઇલ નેટવર્ક ન મળતા વિદ્યાર્થીઓ ભારે પરેશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના મોટી મંડેર ગામમાં બે ત્રણ વર્ષથી BSNL ટાવર ઉભો કરેલ છે. પણ હાલમાં બંધ હોવાના કારણે 5 જેટલા ગામડાના એક હજાર જેટલા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડીરહી છે. નેટવર્ક ન મળતા ઓનલાઇન ભણવા માટે પોતાનું ઘર છોડીને ઉંચા ડુંગરો ઉપર ચડવું પડતું હોય છે. ટાવર હોવા છતાં પણ નેટવર્ક ન મળતા આસપાસના વિસ્તારોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તેમને કોઈપણ ઇમર્જન્સી પણ હોય તોપણ એ લોકોને ઘરથી ડુંગર કે પછી ઉંચાRead More


તસ્કરી: પરિવાર પાવાગઢ ગયો ને ઘરમાં તસ્કરોનો તરખાટ, દાહોદમાં ધોળેદિવસે બનેલી ઘટના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર દાહોદના ગોદીરોડ યોગેશ્વર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા ભૂપેન્દ્રભાઇ આસનદાસ જોબનપુરા શનિવારે સવારે નવ વાગ્યાના અરસામાં ઘરને તાળા મારી પરિવાર સાથે પાવાગઢ માતાજીના દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન ચોરોએ બંધ ઘરને નિશાન બનાવી ઘરમાં પ્રવેશી બેડરૂમમાં કબાટનો સરસામાન વેરવિખેર કરી તેમાં મુકી રાખેલા રોકડા 5 હજાર તથા 6 સોનાની વિંટીઓ, 5 જોડી એરિંગ, એક ઘડીયાળ, 14 ચાંદીના સિક્કા, 5 જોડ ચાંદીની પાયલ, કડા 4 મળી કુલ 93,500ની મત્તા ચોરી કરી ગયાRead More


વિવાદ: પીપલોદમાં મહિલાને માર મારતા 4 સામે ફરિયાદ, છોડાવવા પડેલા પતિને માર માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામના રણછોડભાઇ ગોકળભાઇ હરીજન તેમની પત્ની ચંપાબેન સાથે પોતાના ઘરે જતાં હતા. ત્યારે સાંજના સમયે તેમના કુટુંબી ભાઇ લક્ષ્મણભાઇ લીંબુભાઇ હરીજન તથા તેમનો છોકરો પરસોત્તમ હરીજન અને શાંતીલાલ હરીજન તથા મુકેશભાઇ હરીજન હાથમાં લાકડી તથા ધારીયા જેવા મારક હથિયારો સાથે તેમના ઘર આગળ આવી ગાળો બોલી કહેવા લાગેલ કે તમે અવાર નવાર હેરાન કરો છો તેમ કહેતા ગાળો બોલવાની ના પાડતાં ચારેય જણા ઉશ્કેરાઇ જઇ ચંપાબેનને મારવા લાગ્યા હતા.Read More


ધરપકડ: સીમળાધસી, દે. બારિયા અને ખંગેલાથી રૂા.1.59 લાખના દારૂ સાથે ચાર ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર દારૂ, જીપ અને બાઈક મળી કુલ 5.66 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત દાહોદ જિલ્લામાં પોલીસે ત્રણ સ્થળેથી 1.59 લાખ ઉપરાંતના દારૂ સાથે ચારને ઝડપી પાડ્યા હતા. જેમાં સીમળાધસીમાં દારૂનો જથ્થો બોલેરો ગાડી સાથે ડ્રાઇવર ઝડપાયો હતો. જ્યારે દેવગઢ બારિયામાં થેલામાં દારૂ લઇને ભેલા એકને ઝડપી પાડ્યો હતો. તેમજ કતવારા પોલીસે ખંગાલામાંથી બાઇક ઉપર દારૂ લઇને આવતાં બે ખેપિયાઓને ઝડપી પાડ્યા હતા. સાગટાળા પોલીસ મથકના પીએસઆઇ તથા સ્ટાફે પેટ્રોલીંગમાં હતો. ત્યારે એક જીપRead More


ફફડાટ: લીમખેડા તાલુકા પંચાયતમાં DDOની મુલાકાત છ ગુલ્લેબાજ કર્મચારીઓ ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ લીમખેડા તાલુકા પંચાયતમાં ઓચિંતી મુલાકાત લીધી હતી. તમામને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ લીમખેડા તાલુકા પંચાયતમાં ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં તાલુકા પંચાયતની વિવિધ શાખામાં ફરજ બજાવતાં 6 કર્મચારીઓ ગેરહાજર મળી આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ ગુલ્લેબાજ તમામ કર્મચારીઓને શો-કોઝ નોટિસ પાઠવી ખુલાસો માગતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિતરાજ (IAS)એ ગત બુધવારે લીમખેડા તાલુકા પંચાયતમાં સાંજે સાડા પાંચ વાગ્યાના સમયેRead More