Wednesday, January 6th, 2021
તસ્કરી: દેલસર ગામમાં વાહન ચોરોનો તરખાટ, ક્રૂઝર-બાઇકની ચોરી, તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દાહોદ તાલુકાના દેલસર ગામે વાહન ચોર ટોળકીએ તરખાટ મચાવતાં એકજ રાત્રીમાં એક ફોર વ્હીલર તેમજ એક મોટર સાઈકલ મળી બે વાહનોનો ચોરી કરતા પંથકમાં ખળભળાટ મચ્યો હતો.દાહોદ જિલ્લામાં વાહન ચોર ટોળકીનો આતંક ફરી વધવા માંડ્યો છે. ત્યારે વાહન ચોરાઈ જતાં વાહન માલિકોમાં પણ રોષની લાગણી વ્યાપી ગઇ છે. આવા સમયે ફરીવાર વાહન ચોર ટોળકી સક્રિય થઈ છે અને તા.૨૮મી ડિસેમ્બરના રોજ દાહોદના દેલસર ગામે રાયણ ફળિયામાં રહેતા વિનુભાઈ બચુભાઈ ભાભોરની જીજે-20-એ-8563 નંબરની 80,000નીRead More
આયોજન: નીમનળિયામાં બીટીએસની મીટિંગ યોજાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના નીમનળિયા ગામે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દાહોદ જિલ્લાના ઉપપ્રમુખ દેવેન્દ્રભાઇ મેડાના ઘરે દાહોદ તાલુકા-જીલ્લા પંચાયતની તમામ ઉમેદવારોની મીટીંગ યોજવામાં આવી હતી. સંભવિત ઉમેદવારોનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં BTPના દાહોદ-ઝાલોદ, લીમખેડા, સીંગવડના હોદ્દેદારો કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. આવનાર તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણી માટે રણનિતીની તથા સમાજને થઇ રહેલા અન્યાય માટે ચર્ચા કરવામાં આવી હતી.
અસમંજસ: કોવિડની ગાઇડલાઇન અનુસરીને શાળાઓ શરૂ થવી જોઇએ: બહુમત, જિલ્લાના વાલીઓએ આપ્યો મિશ્ર પ્રતિસાદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ, ગોધરા3 કલાક પહેલા કૉપી લિંક ગુજરાત સરકાર દ્વારા ધો. 10 અને 12 ના વર્ગો આગામી તા. 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે ગોધરા- દાહોદમાં આ સંદર્ભે વાલીઓમાં મત મતાંતર પ્રવર્તી રહ્યો છે. કેટલાકે શાળાઓ આરંભાય તો સારું કહ્યું તો મોટાભાગનાએ શાળાઓ બંધ રહે તેવો સૂર રેલાવ્યો હતો. જરૂરી સલામતી સાથે શાળા શરૂ થવી જોઇએહવે બધું શરૂ થવા માંડ્યું છે ત્યારે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનો કોઈ અર્થ નથી. તેનાથી બાળકો ઉપર વિપરીત અસરો પડે છે. આથીRead More
ભરતી: સરકારી માધ્યમિક શાળાઓને 62 શિક્ષકોની થયેલી ફાળવણી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાની સરકારી શાળામાં વિવિધ વિષયના ૬૨ શિક્ષકોની ફાળવણી કરી છે. આ શિક્ષકોને તા. ૭ને ગુરુવારના સવારે ૧૨ વાગ્યે એમ. વાય. હાઇસ્કૂલ કેમ્પસ સ્થિત જીરૂવાલા સભાખંડમાં નિમણૂંક પત્રો એનાયત કરશે. ઉક્ત કાર્યક્રમમાં રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોર, પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. એમ. આઇ. જોશી, કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ ઉપસ્થિત રહેશે. દાહોદ જિલ્લાને અંગ્રેજીના ૧૮, ગુજરાતી અને હિન્દીના ૨-૨, વિજ્ઞાન અને ટેક્નોલોજીના ૨૩ તથા સામાજિક વિજ્ઞાનના ૧૭ મળીRead More
રહસ્યમય મોત: દાહોદના વેપારીનું ટ્રેનમાંથી નદીમાં પડી જતાં શંકાસ્પદ મોત, અવધ એક્સપ્રેસમાં દાહોદથી મેઘનગર જઇ રહ્યા હતા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના ગોદીરોડના રહેવાસી અને મ.પ્ર.ના મેઘનગરમાં નજમી કૃષિ સેવા કેન્દ્રના સંચાલક જુઝરઅલી વહોરાનું આકસ્મિત મોત થતાં વહોરા સમાજમાં શોક ફેલાયો હતો. મેઘનગર પોલીસના જણાવ્યા મુજબ જુઝરઅલીનો મૃતદેહ દાહોદ-મેઘનગર વચ્ચે અનાસ નદીમાંથી મળ્યો હતો. ઝરઅલી અવધ એક્સપ્રેસથી દાહોદથી મેઘનગર જઇ રહ્યા હતા અને ટ્રેનમાંથી અનાસ નદીમાં પડ્યા હતાં. હાલ જીઆરપી આની તપાસમાં જોતરાઇ છે. મેઘનગર CHCમાં પોસ્ટમોર્ટમ બાદ જુઝરઅલીનો મૃતદેહ દાહોદ લાવીને અંતિમ વિધિ કરી હતી. આ પરિવારનો દાહોદના પડાવ વિસ્તારમાં ભારત એગ્રો નામેRead More
ગૌરવ: દાહોદની કોલેજના NSS વિભાગનું ગૌરવ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કોલેજ, દાહોદના. NSS વિભાગના વિદ્યાર્થીઓએ ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા તા.04-01-2021 નારોજ રેડ રિબન ક્લબ સ્ટેટ કિવઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આરોગ્ય વિષયક પ્રશ્નોની સ્પર્ધા થઈ હતી. જેમાં કૉલેજની TY.BAની બે વિદ્યાર્થીનીઓ બિલવાળ સોનલબેન અને જાટ નેહાબેને ભાગ લીધો હતો. જેમાં કૉલેજનો ત્રીજો નંબર આવ્યો હતો.
કાર્યવાહી: ઘરમાંથી દારૂ મળતાં કાર્યવાહી કરાઇ
Gujarati News Local Gujarat Dahod Action Was Taken After Getting Alcohol From The House Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રળીયાતી ગામે સાંસીવાડની દિપાબેન સાંસી મકાનમાં દારૂ રાખી છુટક વેચાણ કરતીની બાતમીના આધારે રેઇડ કરતાં પોલીસને જોઇ દિપાબેન ભાગી ગઇ હતી. જ્યારે પોલીસે ઘરમાં તપાસ કરતાં દારૂની 73 બોટલ જેની કિંમત 7453ની મળી આવી હતી.
વિવાદ: દાહોદમાં કામ આવડતું નથી કહી સાસરિયાં દ્વારા પરિણીતાને ત્રાસ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સાસરિયાં 10 લાખ દહેજની માંગણી કરી હેરાન કરતા હતા દાહોદની પરણીતાને વડોદરા ખાતે રહેતા પતિ, સાસુ સસરાએ કામ બરાબર આવડતું નથી અને દહેજના રૂપિયાની માંગણી કરી શારીરિક માનસિત ત્રાસ આપી હેરાન કરતાં દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દેલસરની સોનાલીબેન માવીના લગ્ન એક વર્ષ અગાઉ વડોદરાના માજલપુરમાં રહેતા વિવેકભાઇ નરવતભાઇ નિસરતા સાથે થયા હતા લગ્નજીવનના શરૂના ત્રણેક મહિના સારી રીતે રાખ્યા બાદ પતિ વિવેક નવેક માસથી પત્ની સાથે તકરાર કરી તું ઘરનુંRead More
જાહેરનામુ: દાહોદ જિલ્લામાં ઉત્તરાયણ પર્વે પ્રતિબંધાત્મક આદેશો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ એક જાહેરનામુ પ્રસિદ્ધ કરીને પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. આગામી તા. ૨૫ સુધી અમલમાં રહેનારા આ જાહેરનામામાં એવો આદેશ કર્યો છે કે, આકાશમાં પતંગ ચઢાવવા માટે કાચનો પાવડર ઘસીને તૈયાર કરેલી નાયલોન અથવા અન્ય સિન્થેટિક પદાર્થોથી કોટિંગ કરી હોય અથછા નોન બાયો ડિગ્રેડેબલ હોય તેવી દોરી ચાઇનિઝ માંઝાનો ઉપયોગ કરવો નહી. જેથી પ્લાસ્ટિકની કે સિન્થેટિક માંઝાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્કાય લેન્ટર્નRead More
કોરોના કાબૂમાં: દાહોદ જિ.માં કોરોનાના નવા 10 દર્દીઓ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 100 થઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બુધવારે દાહોદ જિલ્લાના કોરોના સંક્રમિતોની સંખ્યા 2700 ને લગોલગ પહોંચવા સાથે દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા હતા. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં કુલ નોંધાયેલા નવા 10 કેસ પૈકી દાહોદ શહેરના 5 કેસ સાથે ઝાલોદ ગ્રામ્યના 2 અને ઝાલોદ અર્બન, લીમખેડા અને ફતેપુરાના 1 -1 કેસ દર્દી હોવાનું નોંધાયું હતું. તા.6.1.’21 ને બુધવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 300 સેમ્પલો પૈકી તમામ 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જયારે કે રેપીડના 669Read More