Tuesday, January 5th, 2021

 

નોટિસ: દાહોદમા DDOના ચેકિંગમાં ગેરહાજર 6 કર્મીને શોકોઝ નોટિસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે સવારના 11 વાગ્યે કચેરીમાં આવેલી વિવિધ શાખાઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ વખતે વિવિધ શાખામાં વર્ગ-2 કક્ષાના એક અધિકારી, એક સિનિયર ક્લાર્ક અને ચાર જુનિયર ક્લાર્ક ગેરહાજર જણાયા હતા. આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ અધિકારી- કર્મચારીઓને શોકોઝ નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો હતો. આ જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાતની ઓચિંતી બનેલી ઘટનાથી જિલ્લા પંચાયત કચેરીમા લેટલતીફ કર્મચારીયોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.


ક્રાઇમ: અસાયડીમાં ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો LCBએ ઝડપ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ફરાર બૂટલેગર વિરુદ્ધ ગુનો નોંધાયો દેવગઢ બારિયાના અસાયડીમાંથી એક ઘરમાં છાપો મારી 67,070ની કિંમતનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો હતો. હાજર નહીં મળી આવેલ બુટલેગર વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.દાહોદ LCBનો સ્ટાફ ગતરોજ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે અસાયડી ભૂત ફળિયામાં રહેતો સચિન રાજેન્દ્ર જયસ્વાલ પોતાના રહેણાંક ઘરમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે રેઇડ કરતાં સચિનકુમાર રાજેન્દ્રRead More


હવામાન: દાહોદ શહેરમાં બપોરે તાપમાનનો પારો 26 ડિગ્રી નોંધાતાં ગરમી વધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક છેલ્લા બે દિવસથી દાહોદ શહેરમાં સવારે અને મોડી રાત્રે તાપમાનનો પારો ગગડતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળે છે તો બપોરના સમયે પારો ઉંચો જતાં ગરમીનું પ્રમાણ પણ નોંધનીય માત્રામાં જોવા મળે છે. અને વળી સતત બે દિવસથી રાતના માવઠું કહી શકાય તેવા કમોસમી વરસાદની પણ એન્ટ્રી પડે છે. છેલ્લા બે દિવસથી દાહોદમાં ત્રણેય ઋતુ એકસાથે નોંધાતા નગરજનોને સ્વેટર અને શાલની સાથે વરસાદ આવતાં રેઈનકોટ કે છત્રીનો પણ સહારો લેવા મજબૂર થવું પડે છે.Read More


ક્રાઇમ: દેલસરમાં મ.પ્ર.થી બાઇક પર દારૂ લઇને આવતા બે ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દારૂ, બાઇક મળી રૂા. 45,920નો મુદ્દામાલ કબજે લીધો દાહોદના દેલસરમાં મધ્યપ્રદેશથી બાઈક ઉપર વિદેશી દારૂ લઇને આવતાં બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. દારૂ અને બાઇક મળી 45,920નો મુદ્દામાલ કબજે લઇ પોલીસે ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ તાલુકા પોલીસ મથકના PI એમ.એ.દેસાઇ તથા સ્ટાફના માણસો ગતરોજ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે દેલસર ગામના ડામોર ફળિયામાં રહેતો શૈલેષ ચેતાન ડામોર તથા ગોદીરોડ ગણેશ સોસાયટીમાં રહેતો નિરંજRead More


કાર્યવાહી: દાહોદમાં માસ્ક વિના ફરતા 25 લોકોના રેપિડ ટેસ્ટ કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસ્વીર લોકોમાં ફડક ઊભી કરવા કાર્યવાહી રોજ કરવા માગ તમામ ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવતાં હાશકારો દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી કાર્યવાહી અંતર્ગત સોમવારે ગોવિંદનગર સ્થિત મંડાવાવ ચોકડી વિસ્તારમાં એ.પી.એમ.સી. સર્કલ પાસે આકસ્મિક ચેકીંગ હાથ ધરીને માસ્ક ફરતા લોકોને પકડીને ઉપર જ રેપીડ ટેસ્ટ કર્યા હતા. દાહોદ સીડીએચઓ ડો. પહાડીયાની સૂચના અનુસાર તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.ભગીરથ બામણીયા માર્ગદર્શનમાં બ્લોક સુપરવાઇઝર રમેશભાઈ કથોટા સહિતની ટીમે ચેકિંગ કરી માસ્ક વિના ફરતા લોકોને ઝડપીને સ્થળRead More


ફરિયાદ: ત્રાસ આપનાર મહિસાગરના PI પતિ સામે પત્નીની ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક નોકરિયાત વહુ લાવવી છે કહી ત્રાસ અપાતો હતો દેવગઢ બારિયાની પરણીતાને મહિસાગરના PI પતિ તથા સાસુ-સસરા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતાં તેમજ ગોધરા ખાતે રહેતી નણંદ પણ આ કામમાં સાથ આપતાં પરિણીતાએ ચારેય વિરૂદ્ધ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની 34 વર્ષિય અલ્પનાબેન ખાંટના લગ્ન 7 વર્ષ અગાઉ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના શીર ગામના પીઆઇ તરીકે નોકરી કરતાં અમિતસિંહ રામસિંહ ખાંટ સાથેRead More


કાર્યવાહી: રણધીકપુરમાં ત્રણ સ્થળેથી 1.59 લાખનો દારૂનો જથ્થો ઝડપાતાં 3 સામે ગુનો દાખલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સીંગવડમાં ઘર-ખેતર, ઇકો તથા કેશર તથા કેસરપુરામાં ઘરમાંથી દારૂ ઝડપાયો સીંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ અને આરઆર સેલ ગોધરાએ સીંગવડમા ખુલ્લા ખેતરમાંથી તથા ઇકોમાંથી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો હતો. તેમજ એલ.સી.બી.એ કેસરપુરમાં ઘરમાંથી દારૂ ઝડપાતા મહિલા સામે કાર્યવાહી કરી હતી. આર.આર.સેલ રણધીકપુરના કાળીયારાઇ આઉટ પોસ્ટ વિસ્તારમાં હતા. તે દરમિયાન છાપરી ગામે રહેતો મોહન બચુભાઇ પટેલ તેના ઘરે તેમજ તેના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળતાં આર.આર. સેલ ગોધરા તથા કાળીયારાઇ આ.પો.નાRead More


સુવિધા: સંજેલીમાં નવા બનનારા બસ સ્ટેન્ડની અટકેલી કામગીરી ચાલુ થતાં પ્રજામાં ખુશી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સંજેલી36 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર અને ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારાની જહેમત બાદ સંજેલી તાલુકામાં નવીન બસ સ્ટેશન મંજુર થયું હતું. માંડલી રોડ પર નવા બની રહેલા એસ.ટી. બસ સ્ટેશની કામગીરી અટકી જતા પ્રજામા મુંઝવણ પડી હતી. ત્યારે આ અહેવાલ દિવ્ય ભાસ્કરમા પ્રકાશિત થતાં ફરીથી કામકાજ ચાલુ થતા તાલુકાની પ્રજાનો ચર્ચાનો વિષય દૂર થતાં ખુશી જોવા મળી હતી.