Wednesday, December 23rd, 2020

 

ક્રાઈમ: ધાવડીયામાં પંચના માણસો કેમ લઇને આવ્યો કહી ફટકાર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદના ધાવડીયાના નરેશ વસૈયાનો ગામમાં રહેતા પ્રવિણ વસૈયા, રવજી વસૈયા તથા કમલેશ વસૈયા સાથે ઝઘડો થયો હતો. જેનું પંચાણુ રાખતાં નરેશભાઇ તથા કુટુંબના માણસો પ્રવિણભાઇના ઘરે ગયા હતા. જ્યાં ગાળો બોલી કહેવા લાગ્યા કે તમો મારા ઘરે પંચના માણસો લઇને કેમ આવ્યા છો. તેમ કહી ઉશ્કેરાઇને લોખંડની કોશ અને લાકડીથી માર મારતાં નરેશભાઇને માથા તથા કમરમાં ઇજા થઇ હતી. લોકો દોડી આવતાં ત્રણેય જણા ધમકી આપી જતા રહ્યા હતા.


સારવાર: દાહોદમાં ઘાયલ અજગરનું અઘરું ઓપરેશન કરાવી નવજીવન અપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ફાઈલ તસવીર મહુડી ગામે લાકડી અને પથ્થરથી અજગરને ઘાયલ કરાયો હતો અજગરને જડબાના ભાગે 5 ટાંકા આવ્યા: પ્રકૃતિ મિત્ર મંડળનું સ્તુત્ય કાર્ય દાહોદ જિલ્લાના ઝાલોદના મહુડી મુકામે નીકળેલ અજગરને અજાણ્યા શખ્સો દ્વારા લાકડીના ફટકા મારી મૃત સમજી છોડી દેવાયો હતો. બેભાન અજગરને દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના નિષ્ણાત સર્પવિદ્દોએ દાહોદ લાવી નિષ્ણાંત તબીબો પાસે તેનું ઓપરેશન કરાવતા અજગરને નવજીવન સાંપડ્યું હતું. દાહોદથી આશરે 35 કિમીના અંતરે આવેલ ઝાલોદ તાલુકાના મહુડી મુકામે એક ઘાયલ અજગરRead More


તપાસ: યુવાનનો મૃતદેહ તળાવમાંથી 5 દિવસે મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. ગાંગરડા ગામના તોરણ ફળિયાના નરેશ પરમારે તળાવમાં ભૂસકો માર્યો હતો છેલ્લા ચાર દિવસથી ગોતાખોરો મૃતદેહ શોધતા હતા ગાંગરડા ગામ તોરણ ફળિયાના રહેવાસી નરેશ પરમારે તળાવમાં ભૂસકો માર્યો હતો. છેલ્લા ચાર દિવસથી ચાર ટીમો તળાવના ઉંડા પાણીમાં તેને શોધી રહી હતી. છતાં સફળતા મળી નહોતી. દરમિયાન બુધવારે વહેલી સવારે ગામના તળાવમાં તેનો મૃતદેહ સપાટી પર દેખાયો હતો. પીએસઆઇ સહિતની પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનું પંચનામું કર્યું હતું. સરપંચ, તલાટી અનેRead More


કામગીરી: લીમડા ક્રોસિંગથી રણધીકપુર તરફના રસ્તાનું કામ ચાલુ થતાં ચાલકોમાં આનંદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સંજેલી3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લા ના સંજેલી તાલુકામાં આવેલા લીમડા ક્રોસિંગથી પિછોડા માધ્યમિક શાળા સુધીના રણધીકપુર સીંગવડ તાલુકામાં જવાના રસ્તાનું કામ કાજ ચાલુ થતા લોકોમાં ખુશી છવાઈ છે. લીમડા ક્રોસિંગથી પીછોડા સીંગવડ જવાના રસ્તા ઉપર અનેક જગ્યા ઉપર નાના મોટા ખાડા પડેલા હોવાના કારણે વહાન ચાલોકોને મુશ્કેલી પડતી હતી. ત્યારે આ બાબતે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર તથા રમેશભાઈ કટારાની સરકારમાં રજૂઆતોને લઈ સંજેલી વિસ્તારના કેટલાંક ભંગાર બની ગયેલાં રસ્તાઓ પર નવાં ડામર રોડનું કામ શરૂ થતાRead More


ફરિયાદ: વગેલા ગામે પત્નીને આવતાં મોડું થતાં પતિએ લાકડી મારી ઇજા કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક મહિલાએ પતિ વિરુદ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વગેલા ગામે કામ અર્થે બજાર ગયેલી પત્નીને ઘરે આવતાં મોડુ થઇ જતાં રોષે ભરાયેલા પતિએ લાકડી મારી માથુ ફોડી ઘાયલ કરી હતી. આ સંદર્ભે પતિ વિરૂદ્ધ ફરિયાદ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દાહોદના ઝાલોદ તાલુકાના વગેલા ગામના ખેડા ફળિયામાં રહેતા હુડીબેન ડામોર સોમવારે સવારે નવેક વાગે ઝાલોદ બજારમાં ઘરનો સરસામાન લેવા તથા મકાઇ દળાવવા ગઇ હતી. પરત ઘરે આવતાં મોડુRead More