Sunday, November 29th, 2020

 

દુર્ધટનાં: દેવધામાં પલટી ખાધા બાદ જીપ સળગી : બિયરનો જથ્થો ખાખ, બિયરના 171 ટીન જ પોલીસને મળ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગરબાડા2 કલાક પહેલા કૉપી લિંક ગરબાડાથી મ. પ્ર.ની સરહદ પાંચ કિમી દૂર છે. ત્યારે અહીંથી વાહનો દ્વારા દારૂનો જથ્થો દાહોદની હદમાં ઘૂસાડાતો હોય છે. રાતના 12.30 વાગે દાહોદ-ગરબાડા હાઇવે પર દેવઘા ખાન નદીના પુલ પાસે આ જીપ રસ્તાની બાજુમાં પલટી ગઇ હતી. પલટી ખાધેલી જીપમાં આગ ફાટી નીકળી હતી. ત્યારે અકસ્માતમાં ઉગરેલો ચાલક સળગતી જીપ છોડીને ફરાર થયો હતો. આની પોલીસને જાણ થતાં દાહોદ ફાયરબ્રિગેડને જાણ કરતા ધસી ગયેલા લાશ્કરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માત થતાં જીપમાંRead More


કાર્યવાહી: ઝાલોદમાં રવિવારે દુકાનો ખુલ્લી મળતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ, એક દુકાન સીલ કરાઇ, અન્ય સામે દંડાત્મક કાર્યવાહી

Gujarati News Local Gujarat Dahod Jhalod In Zhalod, Shops Were Found Open On Sunday And Action Was Taken By The System, One Shop Was Sealed And Punitive Action Was Taken Against The Other. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ઝાલોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લા સહીત ઝાલોદ તાલુકામાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો નોંધાતા લોકોમાં ચિંતાનો વિષય જોવા મળ્યો હતો. જેથી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કોરોનાની ચેન તોડવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં ઝાલોદ નગરમાં રવિવારના દિવસે બજારોRead More


ધરપકડ: દાહોદ જિલ્લામાં મહિલા સહિત ચાર વોન્ટેડ ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ધનાર પાટીયાના મુકેશ બારિયાની હદના ગુનામાં સંડોવાયેલો હતો. તે છેલ્લા 11 માસથી ફરાર હતો ત્યારે પેરોલ ફર્લોએ ઝડપ્યો હતો. આ ઉપરાંત લીમડીની હદમાં નોંધાયેલા પશુ અત્યાચારના ગુનામાં ઝાલોદનો સલીમ મોઢીયા વોન્ટેડ હતો. તેને પણ પોલીસે ઝડપ્યો હતો.ગોલઆંબાનો અર્જુન ધાનપુરની હદમાં દારૂની હેરાફેરીના ત્રણ ગુનામાં નાસતો ફરતો હતો. તે ઉધલમહુડાથી ઝડપ્યો હતો. કાળાખુંટ ગામની સુમીતાબેન છેલ્લા ચાર વર્ષથી ફરાર હતી ત્યારે આર.આર સેલેે ઝડપી પાડી ગરબાડા પોલીસને સોંપવામાં આવી હતી.


કોરોના અપડેટ: દાહોદ જિલ્લામાં 15 કોરોના પોઝિટિવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં રવીવારના રોજ 15 લોકો કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં દાહોદ શહેરના 11 લોકોનો સમાવેશ થયા છે. આ ઉપરાંત ઝાલોદ નગર 1, ઝાલોદ ગ્રામ્ય 2 અને સિંગવડનો એક કેસ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા 465 RT-PCR અને 1096 રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. 1561 ટેસ્ટમાંથી 15 પોઝિટિવ આવ્યા હતાં. રવીવારના રોજ સાજા થયેલા 18 લોકોને રજા આપવામાં આવી હતી. હાલમાં દાહોદ જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 184 છે.