Wednesday, November 11th, 2020

 

ઉત્કૃષ્ટ કામગીરી: દાહોદમાં ચાલુ ટ્રેને ઉતરવા જતાં લપસેલા મુસાફરનો RPFની સજાગતાથી જીવ બચ્યો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરના રેલવે સ્ટેશને રાતના સમયે સુપરફાસ્ટ ટ્રેનમાંથી ઉતરતી વેળાએ મુસાફરે સમતુલન ગુમાવ્યુ હતું. પગથિયે લટકતો મુસાફર ટ્રેન નીચે સરકે તે પહેલાં તૈનાત આરપીએફની સતર્કતાથી મુસાફરનો જીવ બચી ગયો હતો. દાહોદ રેલવે સ્ટેશને 012925 બાંદ્રાથી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ કોવીડ સ્પેશલ ટ્રેન રાતના આઠ વાગ્યાના સુમારે દાહોદ રેલવે સ્ટેશન પર આવી હતી. ટ્રેન ચાલી પડ્યા બાદ સ્લીપર કોચમાંથી ઉતરતી વેળાએ એક મુસાફરે પોતાનું સમતુલન ગુમાવ્યુ હતું. મુસાફર ટ્રેનનો સળિયો પકડીને પગથિયા ઉપર લટકી રહ્યો હતો. આ વખતે પ્લેટફોર્મ પર ફરજ તૈનાત બાબુભાઇ નામે આરપીએફ જવાનેRead More


ક્રાઈમ: દાહોદથી 20 કિલો ગૌમાંસ સાથે 2 ઝડપાયા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદનો રાજા કુરેશ તથા સોનુ કુરેશી ગાયની કતલ કરી ગૌમાંસ વેચતા હોવાની બાતમી ગૌરક્ષા દળને મળી હતી. ગૌરક્ષા દળ દ્વારા શહેર પોલીસને જાણ કરતાં પીઆઇપટેલ તથા સ્ટાફ સાથે તા.5મીના રોજ કસ્બામાં ઓચિંતો છાપો મારી 20 કિલો જેટલો મોસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અને તેની ચકાસણી માટે સૂરત એફએસએલમાં મોકલ્યો હતો. રિપોર્ટ આવતાં તે ગૌમાંસનું પૃથ્થકરણ થતાં બંનેની ધરપકડ કરી કોરોનાનો રિપોર્ટ માટેની તજવીજ હાથ ધરી હતી. આ સંદર્ભે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ હતી.


દિવાળીનો માહોલ: અગિયારસથી દિવાળીનો માહોલ જામ્યો, 11મી તિથિ, 11 તારીખ, 11માે મહિનાે : અનોખો ત્રિવેણી સંગમ

દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક દીવાળીના પ્રારંભે જ દાહોદના બજારો ભીડથી ઉભરાતા વેપારી આલમમાં ખુશીનો માહોલ છવાયો હતો. દીપોત્સવના મહાપર્વનો આસો વદ : અગિયારસથી શુભારંભ થતાં જ દાહોદના બજારમાં ચહલપહલ વધી હતી. કોડિયા, રૂ ની દિવેટ, જુવારની ધાણી, રોશની, ઝુમ્મર, રંગોળીના રંગ ગાયગોહરીનો શણગાર જેવી અનેક નાનીમોટી ચીજવસ્તુઓની ખરીદી સવારથી સાંજ લગી દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ કરી હતી. તો સાથે સાથે આ દિવસે બુધવાર હોઈ દાહોદના નેતાજી બજારમાં ટોપલા, સુપડાં, ઝાડુ, અનાજ ભરવાના કબલાં જેવી વાંસની બનાવટો વેચતા લોકોએ હાટબજાર આરંભાયું ન હોઈ બજારમાં પાથરણાંરૂપે બેસીને તેનોRead More


દુખદ: ખોટાે વહેમ રાખી ત્રાસ અપાતાં પરિણીતાની ફાંસો ખાઇ આત્મહત્યા, તબેલામાં લોખંડની પાઇપમાં દોરડી વડે ફાંસો ખાધો

દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક નાનીખરજમાં સસરા અને સાસુ સામે ફરિયાદ નોંધાવી દાહોદ તાલુકાના નાની ખરજમાં પતિ તથા સાસુ સસરાએ ખોટા વહેમ રાખી શારીરિક માનસિક ત્રાસ આપી આપઘાત કરવા દુષ્પ્રેરણ કરતાં 27 વર્ષિય પરણિતાએ ઘરમાં બનાવેલા તબેલામાં લોખંડની પાઇપમાં દોરડી વડે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ સંદર્ભે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.દાહોદ તાલુકાના ખરોડ ગામના તાજહીંગભાઇ ટીટાભાઇ ડામોરની 27 વર્ષિય છોકરી મીનાબેનના લગ્ન આઠેક વર્ષ અગાઉ નાની ખરજના જયેશભાઇ દિનેશભાઇ ડાંગી સાથે સમાજના રીતરીવાજ મુજબ થયા હતા અને વસ્તારમાં 4 અને 6 વર્ષના બે છોકરા પણRead More


સૂચનો: દાહોદ સ્માર્ટ સિટીના નવા પ્રોજેક્ટ માટે સૂચનો મંગાવાયા

દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે ૨૧ પ્રોજેક્ટસ પર કામગીરી કરી છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં હજુ પણ બીજા પ્રોજેક્ટસનો સમાવેશ થશે ત્યારે દાહોદને સપનાનું સ્માર્ટ સિટી બનાવવા માટે નગરજનો પણ સહયોગ આપી શકે છે. સ્માર્ટ સિટી બોર્ડ દ્વારા સ્માર્ટ સિટી માટેના નવા પ્રોજેક્ટસ માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે.સ્માર્ટ સિટી દ્વારા ૨૧ પ્રોજેક્ટસ પર કામ કરાઇ રહ્યું છે. તેમાં છાબ તળાવ રીડેવલપમેન્ટ, દુધમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, સોલીડ વેસ્ટ કલેક્શન, સોલીડ વેસ્ટ પ્રોસેસીંગ એન્ડ ટ્રીટમેન્ટ, વોટર સપ્લાય, સીવરેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ગાર્ડન ડેવલપમેન્ટ, સ્માર્ટ રોડ, પાલિકા બિલ્ડીંગ, રેઇન વોટરRead More


પ્રોજેક્ટની કામગીરી: કંબોઇ ધામને રૂા. 2.60 કરોડના ખર્ચે વિકસાવવાના પ્રોજેક્ટની કામગીરી શરૂ

દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદમાં આવેલા ધાર્મિક સ્થળોમાં કંબોઇનું પ્રખ્યાત ગુરૂ ગોવિંદ ધામ અહીંના લોકોનું આસ્થાનું પ્રમુખ સ્થળ છે. આસપાસના રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ લોકો અહીં દર્શનાથે આવે છે અને ગુરૂ પૂર્ણિમા અને ભાદરવા સુદ અગિયારસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાથે આવતા હોય કંબોઇધામને રૂ. 2.60 કરોડના ખર્ચે વિકસાવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે અને પ્રોજેક્ટની કામગીરી ત્વરિત ગતિથી શરૂ કરવામાં આવી છે. કંબોઇધામ વિકસાવવાના પ્રોજેક્ટની કામગીરી કલેક્ટર વિજય ખરાડીની આંગેવાનીમાં જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે.


યોજનાનું લોકાર્પણ: સિંગવડ તાલુકાના પાલ્લા-બારેલા ગામમાં 80 લાખની ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ

લીમખેડા35 મિનિટ પહેલા કૉપી લિંક ગામના 100 ટકા ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધાનો લાભ મળશે, 163 એકર જમીનમાં 4400 મીટર લંબાઈ ધરાવતી ઉદ્વહન સિંચાઇ યોજના કાર્યરત સિંગવડ તાલુકાના પાલ્લા બારેલા ગામમાં 80 લાખના ખર્ચે નિર્માણાધીન ઉદવહન સિંચાઇ યોજનાનું દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે લોકાર્પણ કરાયું હતું. દાહોદ જિલ્લાના અંતરીયાળ વિસ્તાર એવા સીંગવડ તાલુકાના પાલ્લા બારેલા ગામના ખેડૂતોને સિંચાઈના પાણીની કાયમી સુવિધા મળી રહે તે માટે સાંસદ જશવંતસિંહ ભાભોરના અથાગ પ્રયત્નોથી ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 80 લાખ રૂપિયા ઉદવહન સિંચાઈ યોજના માટે મંજૂર કરવામાં આવ્યા હતા.ગામના 110 જેટલા ખેડૂત પરિવારનેRead More


લાઇવ દશ્યો: દાહોદમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા મુસાફરનો પગ લપસ્યો, RPFના જવાને ટ્રેનની પાછળ દોડીને જીવ બચાવ્યો

દાહોદ21 મિનિટ પહેલા કૉપી લિંક RPF જવાને ટ્રેન નીચે સરકી રહેલ મુસાફરનો જીવ બચાવ્યો બાંદ્રાથી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ કોવિડ સ્પેશલ ટ્રેનમાંથી મુસાફર ઉતરતો હતો RPFના જવાને ટ્રેનની પાછળ દોડીને મુસાફરને ટ્રેનની નીચે સરકતો બચાવીને જીવ બચાવ્યો દાહોદ રેલવે સ્ટેશન ખાતે બાંદ્રાથી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ કોવિડ સ્પેશલ ટ્રેનમાંથી ઉતરતી વેળાએ મુસાફરનો પગ અચાનક લપસ્યો હતો. આ સમયે ત્યાં હાજર RPF જવાને ટ્રેનની પાછળ દોડીને મુસાફરને ટ્રેનની નીચે સરકતો બચાવ્યો હતો અને RPF જવાને દેવદુત બનીને મુસાફરનો જીવ બચાવી લીધો હતો. ચાલુ સુપરફાસ્ટ ટ્રેનમાંથી ઉતરવા જતી વખતે મુસાફરનો પગ લપસતાRead More