Saturday, November 7th, 2020

 

કર્મચારીઓમાં દોડધામ: કલેક્ટર જાણ કર્યા વગર જ બે ગામમાં કુપોષિત બાળકોના ઘરે પહોંચ્યા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બે ગામમાં કુપોષિત બાળકોના ઘરે પહોંચી દાહોદના કલેક્ટરે વિવિધ પુછપરછ કરી હતી.  આંગણવાડીમાં 11 પ્રકારના રજિસ્ટર ચકાસ્યા દાહોદ જિલ્લામાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. એ માટે આંગણવાડી કક્ષાએથી પોષણક્ષમ આહાર આપવાની કામગીરી ઉપરાંત બાલ સંજીવની કેન્દ્રો રાજ્ય સરકાર દ્વારા ચલાવે છે. જેમાં અતિકુપોષિત બાળકોને પખવાડિયા સુધી રાખી સારવાર કરે છે. દાહોદમાં પોષણના સૂચકાંકો પર નીતિ આયોગ દ્વારા મોનિટરિંગ કરે છે. પોષક આહારનું વિતરણ કોઇ બાધ વિના લોકડાઉનમાં પણ શરૂ છે. ત્યારે કલેક્ટર વિજય ખરાડી કોઇને આગોતરી જાણ કર્યા વિના બોરવાણી અને છાપરી આંગણવાડીRead More


અકસ્માત: દાહોદ જિલ્લામાં અકસ્માતની ત્રણ ઘટનામાં પાંચને ઇજા પહોંચી

દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક ખરોદા રોડ, પ્રતાપપુરા, પાલ્લીમાં બાઇકો વચ્ચે અકસ્માત દાહોદ તાલુકાના ખરોદા ગામના સરજનભાઇ ગજાભાઇ નીનામા તથા દિપસીંગભાઇ વજેસીંગભાઇ નીનામા બન્ને જણા જીજે-20-એએન-9038 નંબરની બાઇક ઉપર દુકાનેથી સામાન લઇ ઘરે આવતા હતા. ત્યારે દિપસીંગભાઇને શૌચક્રિયા માટે મોટર સાયકલ રસ્તામાં ઉભી રાખી હતી. તે દરમિયાન સામેથી આવતા જીજે-20-એએમ-5327 નંબરની બુલેટના ચાલકે ટક્કર મારતાં મોટર સાયકલ ઉપર બેઠેલા સરજનભાઇ નીચે પડી જતાં જમણા હાથે કાંડા અંગુઠા પાસે ફ્રેક્ચર થયું હતું. આ સંદર્ભે સરજનભાઇ નીનામાએ અજાણ્યા બુલેટ ગાડીના ચાલક વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી ઘટનામાં દાહોદRead More


જાહેરનામું: તહેવારોને ધ્યાનમાં રાખીને જાહેરનામું પસિદ્ધ કરાયું

દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ.જે.દવેએ ગત તા. ૬ નવેમ્બરથી 60 દિવસ સુધી લાગુ થાય તે રીતે એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જાહેરનામા મુજબ શસ્ત્રો,દંડા,ગુપ્તી,ધોકા,બંદુક,છરો,લાકડી કે લાઠી,સળગતી મશાલ અથવા શારીરિક ઇજા પહોચાડી શકાય તેવા સાધનો સાથે લઇ ફરવું નહી. કોઇપણ ક્ષયકારી પદાર્થ-સ્ફોટક પદાર્થ સાથે લઇ શકાશે નહી. પથ્થર કે ફેંકી શકાય તેવી વસ્તુઓ કે એ માટેના સાધનો-યંત્રો પણ સાથે લઇ જઇ શકાશે નહી,એકઠા કે તૈયાર કરી શકાશે નહી. મનુષ્યોની આકૃતિઓ કે પુતળા દેખાડવા, અપમાનિત કરવા,જાહેરમાં બિભત્સ સૂત્રોRead More


આયોજન: કલેક્ટરની અધ્યક્ષતામાં વિવિધ સમિતિઓની ઓનલાઇન બેઠક યોજાઇ

દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ શહેરમાં કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં અનુસુચિત જાતિ પેટા યોજના સમિતિ અને જિલ્લા તકેદારી સમિતિ (અત્યાચાર નિવારણ) અને જિલ્લા તકેદારી સમિતિ,મેન્યુઅલ સ્કેવેન્જર્સ (ગ્રામ્ય અને શહેરી)ની બેઠક યોજાઇ હતી. અધિકારીઓતેમજ બિનસરકારી સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં ખાસ અંગભૂત યોજના હેઠળ કરેલા ખર્ચની સમીક્ષા કરી હતી. મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ પાલિકામાં અને પંચાયતોમાં ભુગર્ભ ગટરો હોઇ સફાઇકર્મીને ન ઉતરે અને સલામતીના સાધનો, મશીનો, વસાવી સફાઇ કરવા બાબતે ચર્ચા સમીક્ષા કરી હતી. નાયબ નિયામક,અનુસુચિત કલ્યાણ એન.એલ.બગડાસહિતના અધિકારીઓ જોડાયા હતા.


કાર્યવાહી: દાહોદ, પંચમહાલના 2 પ્રોહિ. ગુનાનાે ફરાર આરોપી ઝડપાયો

દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ પેરોલ ફર્લો સ્કવોડે સંજેલીના ચિરાગને ઘરેથી ઝડપ્યો પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિદેશકે આગામી તહેવારોના દિવસોમાં દિવાળીનો તહેવાર નજીક આવતા અને જીલ્લામાં તેમજ આંતર જીલ્લામાં મિલ્કત તેમજ વિવિધ ગુનાઓ આચરી બહાર ગામ મજુરી અર્થે જતા રહેતા હોય અને દિવાળીના તહેવાર મનાવવા પોતાના વતનમાં પરત ફરતા હોય આવા ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના આપતા દાહોદ પોલપીસ અધિક્ષક હિતેશ જોયસરે આવા આરોપીઓને ઝડપી પાડવા સુચના અને માર્ગદર્શન કર્યુ હતું. પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઇ. આઇ.એ.સીસોદીયા તથા પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફના કર્મચારીઓએ સાથે આવા આરોપીઓનેRead More


પુષ્ય નક્ષત્ર: દાહોદમાં પુષ્ય નક્ષત્રએ ગત વર્ષ કરતાં 40% ઘરાકી નોંધાઇ

દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદના વેપારી વિસ્તાર એમ.જી.રોડ પર શનિવારે ગીરદી સર્જાઈ હતી. ધારી ઘરાકી નહીં નીકળતા વેપારીઓમાં નિરાશા વ્યાપી દીપોત્સવ પૂર્વે દાહોદના બજારોમાં ચહલપહલ વધી દીપોત્સવ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે છેલ્લા આઠ માસથી ચાલતી કોરોનાજન્ય મંદીથી અસરગ્રસ્ત બનેલા દાહોદના બજારોમાં પુષ્ય નક્ષત્રના કારણે થોડીઘણી ઘરાકી નીકળતા વેપારી આલમમાં દિવાળી ટાણે ઘરાકી નીકળશે તેવી આશાઓ બંધાઈ છે. હિન્દુ શાસ્ત્રોમાં દર્શાવેલા 27 નક્ષત્રોમાં 8 મા નક્ષત્ર તરીકે ગણાતા પુષ્ય નક્ષત્રના પાવન મુહુર્તમાં દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં પ્રજાજનોએ સોના-ચાંદીના નાનામોટા ઘરેણાં અથવા સિક્કાની ખરીદી કરવા નીકળ્યા હોઈ બજારોમાંRead More


સુવિધા: દિવાળીના તહેવારોને પગલે દાહોદથી 150 વધારાની બસો દોડશે

દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ એસટી ડેપો દ્વારા આગામી દિવાળી તહેવારોને અનુલક્ષીને પગલે તા. 7થી 13 વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. આ માટે 13 રૂટ ઉપર 150 એક્સટ્રા બસો દોડશે. જિલ્લામાં રહેતા લોકોને પોતાના વતનમાં જવા માટે અને બહારના જિલ્લામાં રહેતા લોકોને દાહોદ પોતાના વતનમાં પરત ફરવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. વધારાની બસોનું સંચાલન સાંજના ચાર વાગ્યાથી રાતના દસ વાગ્યા દરમિયાન કરશે. અમરેલી, ભાવનગર, સાવરકુંડલા, તળાજા, રાજકોટ, મહુવા, ગારિયાધાર, ગઢડા, જૂનાગઢ, જામનગર, અમદાવાદ, ડિસા, પાલનપુરના રૂટ ઉપર બસો ચાલશે. આ સુવિધાનો લાભ એડવાન્સ બૂકિંગ કે ગ્રુપRead More


કાર્યવાહી: ફૂડ સેફટી વિભાગ દ્વારા તેલ, દૂધ અને માવાનું ચેકિંગ હાથ ધરાયું

દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાંથી દૂધના 248 સેમ્પલો લેવામાં આવ્યા કમિશ્નર ઓફ ફૂડ સેફટી, ગાંધીનગર દ્વારા દાહોદ જિલ્લામાં ફૂડ સેફટી મોબાઈલ વાન દ્વારા વિવિધ સ્થળએ ખાણીપીણીનું ચેકીંગ હાથ ધરાયું હતું. આ અંતર્ગત તા.3ના રોજ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખરેડી દૂધ સેન્ટર ખાતેથી લેવાયેલ દૂધના 72 સેમ્પલો, તા.4ના રોજ લીમડી દૂધ સેન્ટર ખાતેથી 96 સેમ્પલો તેમજ તા.6ના રોજ ધાનપુર શીત કેન્દ્ર ખાતેથી દૂધના 80 સેમ્પલોનું સ્થળ ઉપર જ ટેસ્ટિંગ કર્યું હતું. આ સાથે જ તા.ખાતેથી ફરસાણ તળવા માટે વપરાતા તેલની પણ 14 દુકાનોએ તપાસ થઇ હતી.Read More


ક્રાઇમ: સુથારવાસામાં રૂપિયા માંગવા જતા માર માર્યો

દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક સુથારવાસામાં રાજુભાઇ ડામોરના કુકડા જવસીંગ તડવીએ માર્યા હતા. જેથી રાજુના પિતા મારેલા કુકડાના રૂપિયા માંગતાં જવસીંગ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી તુ શાનો રૂપિયા માંગવા આવ્યો તેમ કહી તેના હાથમાની લાકડી કલાભાઇને હાથ પર કાંડાના ઉપરથી ભાંગી નાખી અને શરીરે લાકડીઓનો ગેબી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.


કોરોના મહામારી: દાહોદ જિલ્લામાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા

દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ જિ.માં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા શનિવારે પણ દાહોદના 6 સહિત જિલ્લામાં કોરોનાના નવા 11 દર્દીઓ નોંધાયા હતા. દાહોદ તાલુકાના 4, ઝાલોદના 4 અને ગરબાડાના 1 દર્દી પોઝિટિવ જાહેર થયા હતા. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલ Rtpcr ટેસ્ટના 332 સેમ્પલો પૈકી 2 અને રેપિડ ટેસ્ટના 1484 સેમ્પલો પૈકી 9 દર્દીઓ પોઝિટિવ જાહેર થયા હતા. દાહોદ જિલ્લામાં અત્યારમાં સુધી જાહેર થયેલ 1852 પોઝિટિવ દર્દીઓ પૈકી અર્બન એટલેકે શહેર વિસ્તારના 1141 દર્દીઓ અને ગ્રામ્ય વિસ્તારના 711 દર્દીઓ નોંધાયા છે. આ સાથે સાજા થયેલા 3 દર્દીઓનેRead More