Thursday, November 5th, 2020

 

દંડ: સંજેલીમાં માસ્ક વિના ફરતા લોકોને પકડવા સરપ્રાઇઝ ચેકિંગ કરી વ્યકિત દીઠ હજાર રૂપિયાનો દંડ ફટકારાયો

સંજેલી3 કલાક પહેલા કૉપી લિંક સંજેલી.દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા માં ગુરૂવાર ના રોજ સંજેલી તાલુકા મામલતદાર પી.આઈ.પટેલ તથા પુરવઠા મામલતદાર શ્રુજલકુમાર ચૌધરી તેમજ સંજેલી પી એસ આઈ અને પોલીસ સ્ટાફ માસ્ક વગર ફરતા લોકોને પકડવા માટે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા હતાં.સંજેલી નગરસહિત તાલુકામાં માસ્ક વિના ના ફરતા લોકોને એક-એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. }દીપ્તેશ દેસાઈ


કોરોના વોરિયર્સ: દાહોદમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધની ગંભીર સ્થિતિ છતાં જન્મદિવસ યાદ આવતાં જીવવાની જીજીવિષા જાગી

દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક 17 દિવસથી દાખલ વૃદ્ધે 74મો જન્મદિન હોસ્પિટલમાં જ કેક કાપી ઉજવ્યો દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમતા એક વૃદ્ધે પોતાનો 74 મો જન્મદિવસ પોતાને વધુ જીવન સાંપડે તેવી જીજીવિષા સાથે કેક કાપીને ઉજવ્યો હતો. દાહોદની ઝાયડસ સરકારી હોસ્પિટલના કોરોના વોર્ડમાં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે તે પૈકી તાવ અને શ્વાસની તકલીફ સાથે હાલમાં ગંભીર જ કહી શકાય તેવી પરિસ્થિતિ ધરાવતા ચંદ્રવદનભાઈ કનૈયાલાલ દોશી નામે વૃદ્ધે તા.5 નવેમ્બરના રોજ પોતાનો 74 મો જન્મદિવસ હોસ્પિટલ પરિસરમાં રહેલા દર્દીઓ, તબીબોRead More


કોરોના અપડેટ: દાહોદમાં કોરોનાના માત્ર 3 જ કેસ નોંધાયા, છેલ્લા પખવાડિયા દરમિયાન કોરોનાના કુલ મળીને 80 કેસ નોંધાયા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં ગુરુવારે કોરોનાના પણ નવા માત્ર 3 જ કેસ નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 322 પૈકી 2 અને રેપિડ ટેસ્ટના 654 સેમ્પલો પૈકી 1 કેસ પોઝિટિવ આવ્યો હતો. આ ત્રણ કેસમાં દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયાના એક-એક કેસ પોઝિટિવ આવ્યા હતા.આ સાથે સાજા થયેલા 6 વ્યક્તિઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દાહોદમાં તા.22-10-થી 5-11ના છેલ્લા પખવાડિયા દરમ્યાન કુલ મળીને 80 કેસ નોંધાયા છે. આ દરમ્યાન 4 વખત 5-5 અને 4 વખત 3 -3 કેસ નોંધાયા હતા તો તા.31-1-’20 ના રોજ આખા જિલ્લામાં માત્ર 1Read More


સર્ચઓપરેશન: દાહોદ જિલ્લામાં 10 નવી અત્યાધુનિક બાઇક સાથે પોલીસ હાઇવે પર બાજનજર રાખશે

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક હાઇવે ઉપર બાઇક ઉપર રાત્રી પેટ્રોલિંગ માટે એસ.પીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. લીલી ઝંડી આપી SP દ્વારા પ્રસ્થાન દાહોદ જિલ્લામાં હાઇ વે પર નાઇટ પેટ્રોલીંગની કામગીરી હવે વધુ ચુસ્ત બની છે. જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે ખંગેલા ચેક પોસ્ટ ખાતેથી 10 નવી અત્યાધુનિક બાઇકોને લીલી ઝંડી આપી છે. આ ઉપરાંત પાંચ બાઇકો દાહોદની સુરક્ષા વધુ સઘન બનાવવા માટે ટાઉન પોલીસને ફાળવી છે. આ પ્રસંગે એએસપી શૈફાલી બારવાલે પણ બાઇકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું કે,Read More


તાત્કાલિક સારવાર: દાહોદમાં CMOમાંથી ફોન આવતાં ગરીબ મહિલાની તાત્કાલિક સોનોગ્રાફી કરાઇ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ઝાયડસમાં બે દિવસે વારો આવે તેમ હોવાથી સારવાર વિના ઘરે જવું પડ્યું હતું સીએમ ડેશ બોર્ડ પર રજૂઆત થતાં તાત્કાલિક કાર્યવાહી : ખરોદાની ગર્ભવતી મહિલા સાથે બનેલી ઘટના દાહોદ તાલુકાના ખરોદા ગામના શીલાબેન તેમના પતિ પપ્પભાઇ નિનામા સાથે સામાજિક કામ માટે બહારગામ ગયા હતાં. આ શીલાબેનને સાતમો માસ હોવાથી પરત આવ્યા બાદ પ્રવાસના કારણે અસહ્ય પીડા ઉપડી હતી. જેથી તેમને દવાખાને ખસેડાયા હતાં.ડોક્ટરે તેમની સ્થિતિને ધ્યાને રાખી દવા તો આપી પણ, ગર્ભાવસ્થા હોવાથી વધુ તપાસ કરવા માટે સોનોગ્રાફી કરાવવી ખુબ જ જરૂરી હોવાની સલાહ અપાઇRead More


ફરિયાદ: ત્રાસ આપતા સાસરિયાં સામે બે પરિણીતાની ફરિયાદ, ડાંગરિયા અને મોટાનટવાના બનાવો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ડાંગરિયા ગામમાં પરણાવેલી અને હાલ પિયરમાં ઉધાવળા રહેતી 24 વર્ષીય કૈલાસબેન પટેલે પોલીસને જણાવ્યુ હતું કે, દોઢ વર્ષ અગાઉ ડાંગરિયા ગામે રહેતા વિજય ભાઈ બળવંતભાઈ પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સારુ રાખ્યા બાદ વિજયભાઇ તથા સાસુ દ્વારા કૈલાસબેન તને ઘરનું કામ બરાબર આવડતું નથી તેવા મેણા ટોણા મારીને ત્રાસ સાથે મોતની ધમકી પણ આપતા હતાં. આ મામલે કૈલાસબેને ફરિયાદ નોંધાવી હતી. મોટાનટવા ગામે પરણાવેલી 38 વર્ષીય બિંદેશ્વરી બેન અતુલભાઇ ડોડીયારે પોલીસને જણાવ્યુ હતું કે, લગ્ન 18 વર્ષ અગાઉ ધામણીયા ફળિયામાં રહેતા અતુલભાઇ વાલાભાઈ ડોડીયા સાથેRead More


ચોરી: દાહોદમાં ઘર આગળ પાર્ક બાઇકની ચોરી

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરમાં હુસેની મહોલ્લામાં રહેતા ખૂજેમા અબ્બાસભાઈ જાંબુઘોડા વાળાએ ગત તારીખ ૩૧મી ઓકટોબરના રોજ પોતાની મોટરસાયકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ વખતે તકનો લાભ લઇને તસ્કરો આ મોટરસાયકલની ચોરી કરી ગયા હતાં. મોટર સાઇકલની શોધોખોળ કરવામાં આવી હતી પણ તેની કોઇ ભાળ મળી ન હતી. આ મામલે અંતે શહેર પોલીસે મથકે ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


સુવિધા: દે. બારિયા તાલુકામાં 15 કરોડથી વધુના ખર્ચે 28.38 કિ.મી.ના પાકા રસ્તા બનશે

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારિયા તાલુકામાં 28 રસ્તાઓ બનાવવાનું ખાતમૂહૂર્ત કરાયું. ટીડકી ગામેથી રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે ખાતમુહૂર્ત કરી રસ્તાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો ઝાબીયા, મોટી ખજૂરી, અંતેલા, હીન્દોલીયા અને અસાયડી ગામે પણ પાકા રસ્તાની કામગીરી શરૂ દાહોદ જિલ્લામાં 15 કરોડથી વધુના ખર્ચે 28.38 કિ.મી.ના પાકા રસ્તાની કામગીરીનો આરંભ રાજયમંત્રી બચુભાઇ ખાબડે દેવગઢ બારિયાના ટીડકી ગામથી ખાતમુહૂર્ત કરાવીને કર્યો હતો. ઝાબીયા, મોટી ખજૂરી, અંતેલા, હીન્દોલીયા અને અસાયડી ગામ ખાતે પણ પાકા રસ્તાની કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો. દેવગઢ બારીયાના ગામોમાં 1576.50 લાખના ખર્ચે 28.38 કિ.મી.ના પાકા રસ્તાઓની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું.Read More


ફોજદારી ગુનો: નળુ ગામે જીપમાંથી દારૂ જપ્ત કરાયો, નળુ ગામે તુફાન જીપ રોકીને પોલીસે તેની તલાશી હાથ ધરી હતી.

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક જીપમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 108 કિંમત રૂા. 46980નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જીપમાં સવાર ધાનપુર તાલુકાના ડુમકા ગામના દુકાન ફળિયાના જેકન શનીયા પસાયા અને ખલતાગરબડી ગામના રીસોલ ફળિયાના નરેશ સુરતાન ભુરિયા ધરપકડ કરી હતી. પોલીસે દારૂ અને જીપ મળીને કુલ 2,26,980નો મુદ્દામાલ જપ્ત કરીને ધાનપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


ગુનો: વડવામાં બળદની ચોરી થતાં 3 સામે ગુનો દાખલ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ગરબાડા તાલુકાના વડવા ગામે ઘર પાસે બાંધી રાખેલા બળદની ચોરી થઇ ગઇ હતી. તપાસ દરમિયાન આ બળદ ગામના જ ત્રણ યુવકો ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યુ હતું.ગરબાડા તાલુકાના વડવા ગામે રહેતા હજારીબેન સમસુભાઇ બિલવાળે બળદ તેમના ઘરની પાસે આવેલી ખુલ્લી જગ્યામાં બાંધી રાખ્યો હતો. ત્યારે તકનો લાભ લઇને રાતના સમયે ગામમાં જ રહેતાં દિલેશભાઈ માવી, રોહિતભાઈ બિલવાલ અને નવીનભાઈ ભાભોર ચોરી કરી ગયા હતાં. એકએક ગુમ થયેલા બળદની શોધખોળ કરવામાં આવી હતી પણ કોઇ પત્તો મળ્યો ન હતો. અંતે આ ચોરી ગામના જ ત્રણRead More